બજાર » સમાચાર » બજાર

કોરોના વાયરસની બજાર પર અસર

ના રોજ પ્રકાશિત Thu, 27, 2020 પર 14:28  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોના માર (27 ફેબ્રુઆરી સુધી)
વિશ્વમાં કોરોના વાયરસના કુલ 81,000 કેસ જોવા મળ્યા. ચીનમાં કોરોના વાયરસના કુલ 78,000 કેસ છે. કોરોના વાયરસના કારણે વિશ્વમાં કુલ લગભગ 2,800 મોત થયા છે. દેશભરમાં લગભગ 44 કેસ નોંધાયા છે. વિશ્વભરમાં કોરનાનું ઈન્ફેક્શ ચીન કરતા વધારે છે.

યુએસનું કહેવુ છે કે દવાની 6 સપ્તાહમાં ટ્રાયલ શરૂ થશે. ત્યારે યુએસએફડીએનું કહેવુ છે કે દવાની સપ્લાઈ પર અમારી નજર છે. WHO નું કહેવુ છે કે સમગ્ર દુનિયાના દેશ વાયરસને લઇને એલર્ટ રહે. 2020 Tokyo ગેમ્સ રદ્દ થવાનો ભય. પ્રથમ ઓળખ ચીનના હુબેઇની રાજધાની વુહાનમાં થઈ હતી.