બજાર » સમાચાર » બજાર

આવનાર વર્ષોમાં ધંધો અને ગુજરાત બન્નેની થશે વૃધ્દ્રિ

ના રોજ પ્રકાશિત Tue, 25, 2019 પર 13:06  |  સ્ત્રોત : CNBC-Bajar

ગુજરાતના એવા ઇન્ડસ્ટ્રીના જાણકાર લોકો આજે આપણા સાથે જોડાયા છે. કે જેમણે ગુજરાતમાં ફક્ત પોતાનો વિકાસ નથી કર્યો પરંતુ ગુજરાતને પણ પોતાના સાથે વિકસતા જોયુ છે. સાથે સાથે ગુજરાતના વિકાસમાં એમનું પણ મોટુ યોગદાન રહ્યું છે. આગળ જાણીશું જેડ બ્લુના જીતેન્દ્ર ચૌહાણ, ફાઈનક્યોરના વિશાલ રાજહરિયા, અને બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણી પાસેથી.


જેડ બ્લુના જીતેન્દ્ર ચૌહાણનું કહેવુ છે કે છેલ્લા 20 વર્ષથી લોકો બહાર ફરતા થયા છે જેથી તેમની ડિમાન્ડ વધી છે. ફેશન ઈન્ડસ્ટ્રીમાં સતત ઈનોવેશન જરૂરી છે. નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ગુજરાતનો ઘણો વિકાસ થયો છે. આજે લોન મળવી સરળ છે, પરંતુ ચોપડા પર બિઝનેસ કરો છે.


ઈમાનદારીથી ટેક્સ ભરો તો દેશ માટે પણ સારુ છે. ગુજરાતમાં બ્રાન્ડ ઘણી આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી અમે વિવિધ બ્રાન્ડ રાખી છે. વિકેન્ડમાં લોકો ખરીદી કરતા થયા છે. ભારતભરમાં 5 વર્ષમાં રિટેલ ઈન્ડસ્ટ્રી વધી ગઈ છે. યુવાનો વધારે ફેશનેબલ બન્યા છે.


આવનારા 5 વર્ષમાં પણ વેપારમાં વૃદ્ધિ થવાની છે. ગુજરાતમાં નવી કાર કંપનીઓ આવી છે. નવી કંપનીઓ સાથે રોડ તેમજ બાંધકામ સરસ છે. ગુજરાતી વેપારીઓ હંમેશા ગણતરી સાથે સાહસ લે છે. ગણતરી સાથે કામ કરતા તેઓ પ્રગતિ કરે છે.


ફાઈનક્યોરના વિશાલ રાજહરિયાનું કહેવુ છે કે ફાર્મા ઈન્ડસ્ટ્રી 33 બિલિયન ડોલરની ઈન્ડસ્ટ્રી છે. ફાર્મા કંપનીમાં ગુજરાતીઓની બોલબાલા છે. ફાર્મા ક્ષેત્રમાં સરકારે એસએમઈ ને પણ પ્રોત્સાહન આપ્યું છે. નાના ઉદ્યોગપતિઓ પણ ફાર્મા ક્ષેત્રમાં જોડાયા છે. ગુજરાતમાં ભણતર, રિસોર્સ, તેમજ સ્કીલ ઘણી સારી છે.


પહેલા કરતા બિઝનેસ કરવું સરળ થઈ ગયું છે. ફાર્મામાં ગુજરાતનું યોગદાન 30 ટકા કરતા વધારે છે. નાની કંપનીઓ એમએનસી બની ગઈ છે. ઘણા સ્ટાર્ટઅપ પણ રિસર્ચ કરી રહ્યાં છે. ટેકનોલોજી થકી ફાર્મામાં કામ સરળ થયું છે. આજે ભારત વિશ્વની તોલે પ્રોડક્ટ આપે છે. આજે 10માંથી 3 દવાઓ ભારતમાં બને છે.


ગ્રાહકોની માગ વધી છે જેથી વેપાર વધ્યો છે. ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારૂ છે. પ્રોડક્ટમાં સતત ઈનોવેશન થઈ રહ્યું છે. ગુજરાત આવનારા 5 વર્ષમાં ફાર્મામાં 45 ટકા યોગદાન આપશે. લોકો ગુજરાત તરફ આકર્ષિત થયા છે. લોકોને વિઝન સાથે જોડયા જેથી પ્રગતિ ઘણી સારી થાય છે.


બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણીનું કહેવુ છે કે ગુજરાતીઓ સંઘર્ષ કરી શકે છે અને વેપારીવૃત્તી ધરાવતી પ્રજા છે. રાજકોટ નમકિન ક્ષેત્રનું હબ બની ગયું છે. નાનામાં નાનો નમકિનનો વેપાર પણ કરોડોમાં વેચાય છે. સરકાર સપોર્ટ કરે છે પરંતુ આપણે પણ મહેનત કરવી જોઈએ. સરકાર નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપે છે. બાલાજી વેફર્સને 45 વર્ષ થયા છે.


વ્યવહારું જ્ઞાન થકી કામ થાય છે. સમયાંતરે વસ્તુમાં બદલાવ લાવ્યા અને સ્પર્ધા સાથે કામ કર્યું માટે સફળતા મળી છે. માર્કેટિંગ પર પણ કામ કર્યું જેથી પ્રચલિત બની છે. ગુજરાતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઘણુ સારુ અને મજબુત છે.