બજાર » સમાચાર » બજાર

પીએનબી કૌભાંડમાં બીજી ચાર્જશીટ દાખલ

ના રોજ પ્રકાશિત Wed, 16, 2018 પર 18:44  |  સ્ત્રોત : CNBC-Bajar

PNB કૌભાંડ મામલામાં પહેલી ચાર્જશીટ દાખલ કર્યાના બે દિવસ બાદ CBIએ આજે બીજી ચાર્જશીટ દાખલ કરી છે. મેહુલ ચોકસી અને તેના સાથીઓએ કરેલા 7000 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં શું આરોપો લગાવવામાં આવ્યા છે અને બીજા કોના નામ છે.


12,000 પાનાની બીજી ચાર્જશીટ છે. 18 લોકોના નામ આરોપી તરીકે સામેલ છે. 56 સાક્ષીના નામ સામેલ કરાયા છે. રૂપિયા 7,000 કરોડ કૌભાંડની રકમ છે. મેહુલ ચોકસી, ઉષા અનંથસુબ્રમણ્યન અને ગોકુલનાથ શેટ્ટીનું નામ સામેલ છે.


PNBના ED બ્રહમાજી રાવ અને સાંજીબ શરનના નામ સામેલ છે. PNBના જનરલ મેનેજર નેહલ અહદનું નામ શામેલ છે. PNBના પૂર્વ ડેપ્યુટી GM ગોકુલનાથ શેટ્ટીનું નામ શામેલ છે. PNBના અન્ય બે અધિકારીઓના નામ પણ શામેલ છે. છેતરપિંડી, ષડયંત્ર રચવાના આરોપ લગાવાયા છે.