બજાર » સમાચાર » બજાર

સ્ટચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો

ના રોજ પ્રકાશિત Wed, 06, 2019 પર 16:55  |  સ્ત્રોત : CNBC-Bajar

નર્મદા જિલ્લાને વિશ્વ ફલક પર દર્શાવનાર વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની ભીડ જામી રહી છે. સ્ટેચ્યુ પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. એક વર્ષમાં 28 લાખ 44 હજાર 767 પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઇ ચુક્યા છે. જેનાથી સ્ટેચ્યુ ઑફ યુનિટી તંત્રને 75 કરોડ 39 લાખ 14 હજાર અને 128 રૂપિયાની આવક થઇ છે.


પહેલા જ વર્ષમાં આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને આટલી મોટી આવક થઇ કે દેશની તમામ વર્ષો જૂની પ્રસિદ્ધ સ્મારકોને પાછળ પાડી દીધી છે. વિશ્વની અજાયબીમાં ગણાતા પ્રેમના પ્રતિક એવા તાજમહલને પણ વાર્ષિક અવાકમાં પાછળ છોડી દીધો છે. તાજમહેલની આવક વાર્ષિક 56 કરોડ રૂપિયા નોંધાઈ છે.