બજાર » સમાચાર » બજાર

મગફલી ખરીદીના મુદ્દતમાં કરાયો વધારો

ના રોજ પ્રકાશિત Tue, 19, 2019 પર 17:01  |  સ્ત્રોત : CNBC-Bajar

કમોસમી વરસાદમાં મગફળી પલળવાથી ભેજ હોય તો ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીની મુદતમા વધારો કર્યો છે. નાફેડના નિયમ મુજબ 8 ટકાથી વધારે ભેજ હોયતો મગફળીની ખરીદી નહીં થાય. જેથી સરકારે ભેજયુક્ત મગફળીને સુકવવા અને તેના વેચાણ માટે વધુ 15 દિવસનો સમય આપ્યો છે.


કૃષિ મંત્રી આર. સી. ફળદુએ આશ્વાસન આપ્યું છે કે ખેડૂતોને ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. સેંપલ રિઝેક્ટ થાય તો પણ બીજી વખત કેંદ્ર પર જઈ શકાશે. ભેજ ઓછો થતા ખેડૂત ફરીથી કેંદ્ર પર જઈને મગફળી વેચી શકશે. અને નાફેડ તેની ખરીદી કરશે. રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી આજથી ફરી શરૂ કરાઈ છે. ત્યારે મગફળીની ખરીદીની પ્રક્રિયા અને તેની મુદ્દતમાં વધારો કરવા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં આ નિર્ણય કરાયો.