બજાર » સમાચાર » બજાર

સ્વાઈન ફ્લૂનું જોર વધતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું

ના રોજ પ્રકાશિત Sat, 12, 2019 પર 16:21  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યભરમાં ફરી એકવાર સ્વાઈન ફ્લૂ માથુ માથુ ઉચકી રહ્યું છે. એક બાદ એક અલગ અલગ શહેરોમાંથી સામે આવી રહેલા કેસને પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. જ્યાં વડોદરામાં સ્વાઈન ફ્લૂમાં 8 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. છેલ્લા બે માસમાં સ્વાઈન ફ્લૂથી અહી બે ના મોત નિપજ્યાં છે. આજ પ્રમાણે રાજકોટમાં છેલ્લા 11 દિવસમાં 26 પોઝિટીવ કેસ નોંધાયા છે. જે પૈકી ચાર દર્દીઓના મોત નિપજ્યાં છે.


જ્યારે અન્ય દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. તો મોરબીમાં સ્વાઈન ફ્લૂના બે કેસ નોંધાયા છે. અહી ટંકારામાં એક મહિલાને સ્વાઈન ફ્લૂોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમજ મોરબીના બન્ને દર્દીઓ રાજકોટમાં સારવાર હેઠળ છે. આજ પ્રમાણે આણંદમાં પણ સ્વાઈન ફ્લૂથી 63 વર્ષીય વૃદ્ધાનું મોત નિપજ્યું છે. કચ્છમાં પણ સ્વાઈન ફ્લૂ વકરી રહ્યો છે.


અહી નવેમ્બરમાં સ્વાઈન ફ્લૂના 69 કેસ નોંધાયા છે. જ્યારે ડિસેમ્બરમાં 52 કેસ નોંધાયા. જે પૈકી એકનું મોત નિપજ્યું હતું. તો જાન્યુઆરીમાં અત્યારસુધી 41 કેસો નોંધાયા છે. આમ રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓનો આકડો ચીંતાજનક રીતે વધી રહ્યો છે.