બજાર » સમાચાર » બજાર

ભારતના જીડીપી ગ્રોથમાં ઘટાડો, ગ્રોથમાં સુધારાની પૂરી આશા: IMF

ના રોજ પ્રકાશિત Sat, 25, 2020 પર 15:48  |  સ્ત્રોત : CNBC-Bajar

ભારતની જીડીપી ગ્રોથમાં સુસ્તીમાં આવનાર દિવસોમાં સુધારાની આશા છે, આવું કહેવું છે ઇન્ટરનેશનલ મૉનેટરી ફંડની ચીફ ક્રિસ્ટેલિના જિયોર્જિવાનું. સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં ચાલી રહેલ ગ્લોબલ સમિટ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જિયોર્જિવાએ એમ પણ કહ્યું કે ઓક્ટોમ્બર 2019માં IMFએ જ્યારે વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક રજૂ કર્યું હતું, તે સમયથી હાલ સુધી દુનિયાભરમાં પરિસ્થિતી સારી દેખાઈ રહી છે, જેના કારણો અમેરિકા-ચાઈના વચ્ચે વેપાર વિવાદ શાંત થવા અને ટેક્સ દરોમાં કાપને માનવામાં આવી રહ્યા છે. આ પહેલા 20 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલ આઉટલૂકમાં આઈએમએફએ ભારતની જીડીપી ગ્રોથનું અનુમાન 6.1 ટકાથી ઘટાડીને 4.8 ટકા કરી દીધુ હતું.