બજાર » સમાચાર » બજાર

ઈન્ડિયાબુલ્સ હાઉસિંગને RBIથી લાગ્યો ઝટકો

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 13:10  |  સ્ત્રોત : CNBC-Bajar

આરબીઆઈએ લક્ષ્મી વિલાસ બેન્ક અને ઈન્ડિયાબુલ્સના મર્જરની મંજૂરી ફગાવી હતી, જ્યાર બાદ બન્ને સ્ટોક ફોકસમાં છે. નેટવર્કે જ્યારે ઇન્ડિયાબુલ્સના વાઈસ ચેરમેન અને એમડી ગગન બંગા સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે હવે મર્જરની પ્રપોઝલ નકારવાથી અસ્પષ્ટતા સમાપ્ત થઈ ગઈ છે અને હવે અમે નવા આયોજન સાથે આગળ વધીશું.


અમે ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટનું દેવું ઘટાડવા માટે કટિબદ્ધ છીએ. રિયલ્ટી બિઝનેસ માટે આવતા અઠવાડિયામાં નવા પ્લાન અને માહિતી બહાર પાડશું. કોમર્શિયલ રિયલ્ટ એસટેટ બુક્સ નોંધપાત્ર રીતે નીચે જઈ રહી છે. ભવિષ્યમાં 20% AUM ગ્રોથની અપેક્ષા છે.