બજાર » સમાચાર » બજાર

ભારતીય એક્સચેન્જ વિદેશમાં નહીં આપે ડેટા

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 13:38  |  સ્ત્રોત : CNBC-Bajar

હવે દેશના સ્ટૉક એક્સચેન્જ સિંગાપુરથી ચાલનારા એસજીએક્સ નિફ્ટી માટે ડેટા નહીં આપે. આ જ રીતે દુબઇમાં ચાલનારા સેન્સેક્સ ફ્યુચરને પણ ભારતથી કોઇ ડેટા નહીં મળે. દેશના ત્રણ મોટા સ્ટૉક એક્સચેન્જ એનએસઈ, બીએસઈ અને એમએસઈએ મળીને આ નિર્ણય લીધો છે કે ભારત બહાર કોઇ પણ એક્સચેન્જ પર ભારતીય ડેટા નહીં આપવામાં આવે. ત્રણેય એક્સચેન્જોએ આ માટે મળીને એક પ્રેસ રિલીઝ પણ રજૂ કરી છે.