બજાર » સમાચાર » બજાર

ભારતીય નૌસેનાને MH-60 રોમિયો હેલિકૉપ્ટર મળશે

ના રોજ પ્રકાશિત Thu, 20, 2020 પર 13:34  |  સ્ત્રોત : CNBC-Bajar

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલા સુરક્ષા મામલાની કેબિનેટ કમિટીએ નૌસેના માટે અમેરિકા પાસેથી 24 મલ્ટીરોલ હેલિકૉપ્ટર રોમિયો ખરીદવાનો નિર્ણય કર્યો છે. સીસીએએ બુધવારે 2.6 બિલિયન ડૉલરના આ સોદાને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન આ સોદા પર મહોર વાગી શકે છે.


આ હેલિકૉપ્ટર નૌસેનાના જંગી કાફલામાં સામેલ કરવામાં આવશે, જે સબમરીન પર હુમલા માટે હથિયારોથી સજ્જ હશે. અમેરિકાની કંપની લૉકહીડ માર્ટિન દ્વારા તૈયાર MH-60 રોમિયો હેલિકૉપ્ટર એન્ટી-સબમરીન અને એન્ટી સર્ફેસ વૉરફેર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 25 ફેબ્રુઆરીએ પીએમ મોદી અને ટ્રમ્પની ઉપસ્થિતિમાં આ ડીલ પર હસ્તાક્ષર થવાની શક્યતા છે.


ડીલ થયા બાદ તેની પહેલી ખેપ બે વર્ષની અંદર આવશે. ત્યારબાદ 2થી 5 વર્ષની અંદર તમામ હેલિકૉપ્ટર ભારતને મળી જશે. આ ઉપરાંત બંને દેશોની વચ્ચે ઇન્ટીગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ ખરીદવા અંગે પણ ચર્ચા થઈ શકે છે.