બજાર » સમાચાર » બજાર

રોકાણના સૈથી જુના અને અસરકારક રોકાણ મંત્ર

ના રોજ પ્રકાશિત Fri, 24, 2019 પર 14:11  |  સ્ત્રોત : CNBC-Bajar

એનડીએની સરકાર બની અને માર્કેટે તેને પણ ગઈકાલે ચિયર અપ કરી લીધું હતું. સેન્સેક્સ ઐતિહાસિક 40 હજારના સ્તરને પાર કર્યા હતા. 1 લી જાન્યુઆરી 1986ના રોજ જ્યારે સેન્સેક્સને જાહેર કરવામાં આવ્યો ત્યારે 1લી એપ્રિલ 1979 મુજબ તેની 100 અંકનો બેઝ નક્કી કરવામાં આવ્યો હતો.


આજે એ સેન્સેક્સ 40 હજારનો થયો છે ત્યારે માર્કેટના સૌથી જુના અને દિગ્ગજ ચહેરા કિશન રતિલાલ ચોક્સી સાથે સીએનબીસી-બજારે ખાસ વાત કરી હતી. તેમણે અમારી સાથેની આ વાતમાં આટલા વર્ષોની સેન્સેક્સની યાત્રાની સાથે જોડાયેલી પોતાની યાદોને વાગોળી હતી.


કિશન રતિલાલ ચોક્સીનું કહેવુ છે કે 1987માં વિદેશી કંપનીઓએ રોકાણકારોને સબસ્ક્રીપ્શનની તક આપી હતી. આ તકને કારણે ઘણા લોકો શેર બજાર તરફ આકર્ષાયા હતા. લોકોએ વધુ રોકાણ કરવાનું શરૂ કર્યું જેને લીધે માર્કેટમાં તેજી જોવા મળી છે. જેને ફન્ડામેન્ટલ નૉલેજ હતું તેઓએ ઘણી સસ્તી કિંમતે શેર ખરીદ્યા હતા. આ શેરહોલ્ડર્સને આજે 40 વર્ષ બાદ આ રોકાણકારોને ઘણા સારા રિટર્ન્સ મળ્યા છે. પહેલાની રિસર્ચ પ્રોસેસ કરતા હાલની પ્રોસેસ ઘણી સરળ બની છે.


કિશન રતિલાલ ચોક્સીના મતે પહેલા લોકોને ઇકોનોમી કે ઇન્ડસ્ટ્રીઝ વિશે ઓછી માહિતી હતી. શરૂઆતમાં ટ્રેડીંગ રિંગ હતી જ્યાં બધા બ્રોકર્સ ભેગા થતા હતા. કમ્યુનિકેશનની અછતને કારે ભેગા થઇને એકબીજાને માહિતી આપવામાં આવતી છે. પહેલા એકબીજાને મળીને ટ્રેડિંગ કરાતું જ્યારે આજે કોઇની કંઇ જ ખબર હોતી નથી. વોલ્યુમ અને ડિલીવરી બેઝથી કેટલું ટ્રેડિંગ કર્યું તેની જાણ થાય છે.


કિશન રતિલાલ ચોક્સીના મુજબે આઠ વર્ષ સુધી બીએસઈનું ડિરેક્ટર પદ સંભાળ્યું છે. એક વર્ષ બીએસઈનું વાઇસ ચેરમેનનું પદ સંભાળ્યું છે. ત્યાર બાદ ટ્રસ્ટી પદે કાર્યરત છે. કોમ્યુટર બેઝ ટ્રેડિંગ આવ્યા બાદ વોલ્યુમ્સ ઘણા વધ્યા છે. પહેલા કરતા પાર્ટીસિપેશન વધ્યું છે. હાલની સિસ્ટમ ઘણી સારી છે. શેર બજારમાં જો પારદર્શકતા હશે તો લોકો વધું રોકાણ કરવા પ્રેરાશે.


કિશન રતિલાલ ચોક્સીનું કહેવુ છે કે અર્થતંત્રમી પ્રગતિ સાથે શેર બજારની પ્રગતિ પણ સારી થશે તેવી આશા છે. મોદી સરકારનું ફોકસ આગળ પણ વિકાસલક્ષી રહેશે. તો શેર બજારમાં તેજી જોવા મળશે. જે લોકો રોકાણ કરે છે તે જ લોકો વધું પૈસા કમાય છે. ટ્રેડર્સ શરૂઆતમાં પૈસા કમાય છે પણ એકાદ આંચકો આવતા પૈસા ગુમાવે છે. રોકામકારોએ કંપનીને પારખીને યોગ્ય જગ્યાએ રોકાણ કરવું જોઇએ.