બજાર » સમાચાર » બજાર

અમૂક પાછલી હકીકતને સામે લાવવી પણ જરૂરી: નાણાં મંત્રી

ના રોજ પ્રકાશિત Fri, 18, 2019 પર 16:55  |  સ્ત્રોત : CNBC-Bajar

સ્લોડાઉન પર રાજકીય ઘમાસાણ ચાલુ થયું છે. આ વખતે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને હાલના નાણાં મંત્રી નિર્મળા સીતારામન વચ્ચે વાદ-વિવાદ સર્જાયું છે. ગઇકાલે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે નિર્મળા સીતારામનની ટિપ્પણી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે સરકાર નિર્ણય લેવામાં નિષ્ફળ જઇ રહી છે જેના કારણે તેઓ વિપક્ષને જવાબદાર ગણાવે છે.


BJP અંદાજે 6 વર્ષથી સત્તામાં છે જેથી હવે સરકારે વિપક્ષને બધી વાત માટે જવાબદાર ગણાવવાનું બંધ કરવું જોઇએ. આના જવાબમાં આજે નાણાં મંત્રી નિર્મળા સીતારામને જવાબ આપતા કહ્યું કે તેઓ પૂર્વ વડાપ્રધાનનો આદર કરે છે પરંતુ અમૂક પાછલી હકીકતને સામે લાવવી પણ જરૂરી છે.