બજાર » સમાચાર » બજાર

કાશમીર પર જયશંકરનો જવાબ

એક લોકશાહી આ મુદ્દાનો સમાધાન કરશે. અને યુ.એસ. સેનેટર જાણે છે કે આ કરવા માટે કોણ સમર્થ છે.
ના રોજ પ્રકાશિત Sat, 15, 2020 પર 12:39  |  સ્ત્રોત : CNBC-Bajar

મ્યુનિચ સુરક્ષા પરિષદ દરમિયાનની પેનલ ચર્ચામાં. યુ.એસ.ના સેનેટર લિન્ડસે ગ્રેહમે કાશ્મીરના મામલે વિદેશ પ્રધાન - એસ જયશંકરને એક પ્રશ્ન ઉભો કર્યો ગ્રેહમે કહ્યું કે તેમને આશા છે કે બે લોકશાહીઓ કાશ્મીર મુદ્દાનો સમાધાન કરવામાં સમર્થ રહેશે. તો આ તરફ, જયશંકરે કડક પ્રતિસાદ આપ્તા કહ્યું કે એક લોકશાહી આ મુદ્દાનો સમાધાન કરશે. અને યુ.એસ. સેનેટર જાણે છે કે આ કરવા માટે કોણ સમર્થ છે.


આ જ કોન્ફોરન્સમાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્રની પણ ઝાટકણી કાઢી. તેમણે કહ્યું કે સંસ્થાની વિશ્વનિયતા હવે પહેલા જેવા નથી રહી. તેણે કહ્યું કે આ મુદ્દે UNએ કંઈક કરવું જોઈએ.