બજાર » સમાચાર » બજાર

જમ્મૂ-કાશ્મીર: સેના પર ફરી આતંકી હુમલો

ના રોજ પ્રકાશિત Sat, 10, 2018 પર 12:57  |  સ્ત્રોત : CNBC-Bajar

જમ્મૂ-કાશ્મીરમાં ફરી એક વાર આતંકવાદીઓએ મોટા હુમલો કર્યો છે. આતંકીઓએ જમ્મુ-પઠાણકોટ હાઈવે પર સુંજવાન આર્મી કેમ્પને નિશાન બનાવ્યું. સવારના લગભગ 5 વાગ્યાની આસપાસ થયેલા આ હુમલામાં એક જવાન શહિદ થયા હોવાના સમાચાર છે. હુમલામાં ઘાયલ જવાનની પુત્રીનું મોત થયું છે.


રિપોર્ટ્સ પ્રમાણે 3-4 આતંકવાદીઓ કેમ્પની જાળી તોડીને સેનાના રહેણાંક વિસ્તારમાં અંદર ઘૂસ્યા હતા. અને ત્યારબાદ તેમણે અંધાધૂધ ફાયરિંગ શરૂ કરી દીધું. આ હુમલાનો ક્વિક રિસ્પોન્સ ટીમે પણ જવાબ આપ્યો, અત્યારની માહિતી પ્રમાણે આ તમામ આતંકીઓ આર્મી કેમ્પના રહેણાંક વિસ્તારમાં છુપાયા છે. હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે સ્વિકારી છે.