બજાર » સમાચાર » બજાર

18થી 20 જાન્યુઆરી વાયબ્રન્ટ સમિટ

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 19:04  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યમાં 18થી 20 જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહ્યું છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે આ સમિટને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમિટમાં 12 કન્ટ્રી પાર્ટનર અને 100થી વધુ દેશોના 2700થી વધુ ડેલીગેશન ભાગ લેશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ સમિટમાં હાજરી આપશે. સમિટના ઉદઘાટન બાદ PM મોદીની ગ્લોબલ વેલ્થ ફંડ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજાશે. સાથે જ આ વખતે આફ્રિકા ડેની ઉજવણીનું પણ આયોજન છે.


તો વર્ષ 2022ના ગુજરાતના ભાવિ વિકાસ દર્શન, મેક ઇન ઇન્ડિયાની સાફલ્ય ગાથા બાબતે પ્રદર્શન, 20 કન્ટ્રી સેમિનાર અને 7 સ્ટેટ સેમિનાર યોજાશે. અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલ યોજાશે જેમાં 20 હજાર વેપારીઓ જોડાય તેવો ટાર્ગેટ છે. સાયન્સ સિટી ખાતે ભવિષ્યની ટેક્નોલોજીનું પ્રદર્શન યોજાશે. નાસાના સહયોગથી સ્પેસ એક્સપ્લોરેશન વિષયક પ્રદર્શન તેમજ રાજ્યના 4 શહેરોમાં યુથ કનેક્ટ ઇવેન્ટનું આયોજન કરાશે.