બજાર » સમાચાર » બજાર

કરતાપુર કોરિડોર આજથી થયો શરૂ

ના રોજ પ્રકાશિત Sat, 09, 2019 પર 15:46  |  સ્ત્રોત : CNBC-Bajar

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના ડેરા બાબા નાનક ખાતે આજે પાકિસ્તાનમાં આવેલા કરતાપુર ગુરુદ્વારા જતા કોરિડરોનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિહં, કેન્દ્રિય મંત્રી હરદીપ સિંહ પૂરી અને હરસિમ્રત કૌર બાદલ ગુરુદાસપુરના સાંસદ શનિ દેઓલ પણ હાજર રહ્યા હતા.


આ સાથે જ કરતાપુર ગુરુદ્વારામાં દર્શન માટે જઈ રહેલા પહેલા યાત્રાળુઓના જથ્થાને વડાપ્રધાને લીલી ઝંડી પણ બતાવી. પાકિસ્તાનમાં જતાં કોરિડોર માટે આ ટર્મિનલ બિલ્ડિંગમાં ભારતીય યાત્રાળુઓને મંજૂરી આપવામાં આવશે.


ગુરુનાનકની 550મી જયંતી પહેલા પાકિસ્તાન દ્વારા આ કોરિડોર શરૂ કરવાની વાત કરવામાં આવી હતી. ત્યાં જતા પહેલા વડાપ્રધાન મોદીએ બેર સાહિબ ગુરુદ્વારા અને સુલતાનપુર લોઢીમાં પણ દર્શન કર્યા હતા.