બજાર » સમાચાર » બજાર

રેલવેની કમાણીમાં ઘટાડો, દેખાણી મંદીની અસર!

ના રોજ પ્રકાશિત Mon, 02, 2019 પર 16:24  |  સ્ત્રોત : CNBC-Bajar

આર્થિક મંદીની અસર રેલવેની કમાણી પર પણ જોવા મળી છે. હાલના નાણાંકીય વર્ષમાં એપ્રિલથી ઓક્ટોબરની વચ્ચે માલભાડા અને યાત્રીભાડાથી થનારી આવકમાં મોટો ઘટાડો આવ્યો છે. એપ્રિલથી ઓક્ટોબરની વચ્ચે રેલવેને 1.20 લાખ કરોડની આવકનું લક્ષ્ય હતું.


સૂત્રોનું માનીએ તો આ અનુમનાથી પણ ઓછી આવક થઈ છે અને માત્ર રૂપિયા 99000 કરોડની આવક જ થઈ છે. કુલ કમાણી કરતા 20 હજાર કરોડની ઓછી કમાણી થઈ છે. માલભાડાથી 18 હજાર કરોડની કમાણીની અપેક્ષા હતી જેની સામે સૂત્રોના જણાવ્યા મુજબ 13 હજાર કરોડની જ આવક થઈ છે. રેલવેનો ઓપરેટિંગ રેશિયો પણ 106%થી વધારે રહેવાની આશા છે.