બજાર » સમાચાર » બજાર

લેમ્બોર્ગિનીની સ્પાઇડર કાર લોન્ચ

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 16:45  |  સ્ત્રોત : CNBC-Bajar

લેમ્બોર્ગિનીએ ઉરાકાન EVO સ્પાઇડરને લોન્ચ કરી દીધી છે. આ કાર પહેલાથી જ બજારમાં હાજર ઉરાકાન EVOનું કન્વર્ટીબલ મોડલ છે. આ કારની કિંમત 4 કરોડ 10 લાખ રૂપિયા છે. ઉરાકાન EVO સ્પાઇડરમાં 5.2 લીટરનું V10 એન્જીન લગાવવામાં આવ્યું છે. જે 640bhp પાવર આપે છે.


આ પાવરને કારણે આ ગાડી 3.1 સેકન્ડમાં 100 કિલોમીટરની સ્પીડ પકડી લે છે. તો આ સાથે જ ગાડીની સ્પીડની વાત કરીએ તો ગાડીની ટોપ સ્પીડ 325 કિલોમીટર છે. ઉરાકાન પરફોર્મન્સના મામલે 6 ઘણી વધારે એરોડાઇનેમિક છે. બહારના લુકની સાથે તેમાં ઇંટીરિયર બટનની જગ્યાએ 8.4 ઇંચની ટચ સ્કિન આપવામાં આવી છે.


સારી ઝડપ માટે તેમાં નવા ચેસિસ કંટ્રોલ સિસ્ટમ પણ આપવામાં આવી છે. જે ગાડીની દરેક પ્રકારની મુમેન્ટને મોનિટર કરીને એન્જિનને કમાન્ડ આપે છે. આ ગાડીની હરીફાઇ ફરારીની 488 GTB જેવી ગાડીઓ સાથે છે.