બજાર » સમાચાર » બજાર

કાયદામંત્રીએ કર્યો કોંગ્રેસ પર પલટવાર

ના રોજ પ્રકાશિત Thu, 27, 2020 પર 17:19  |  સ્ત્રોત : CNBC-Bajar

દિલ્હી હાઇકોર્ટના જજ જસ્ટિસ એસ, મુરલીધરના ટ્રાન્સફર પર કોંગ્રેસ તરફથી થઇ રહેલા પ્રહારો પર કેન્દ્રિય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે પલટવાર કર્યો છે. રવિશંકરે ટ્વીટ કરીને લખ્યુ કે રૂટીન ટ્રાન્સફરને રાજકારણની સાથે જોડવું યોગ્ય નથી. કોંગ્રેસ ફરી એકવાર ન્યાયપાલિકા માટે પોતાના ઓછા સમ્માનને દર્શાવ્યું છે. દેશની જનતાએ કોંગ્રેસ પાર્ટીને નકારી દીધી છે. એટલા માટે તેઓ દેશની સમ્માનિત સંસ્થા પર હુમલો કરી રહી છે.