બજાર » સમાચાર » બજાર

Lockdown: ઇકોનૉમિ માટે સરકારે આપવું પડશે 10 લાખ કરોડનું પેકેજ

ના રોજ પ્રકાશિત Fri, 10, 2020 પર 17:06  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોના વાયરસને કારણે ઘણા લોકો બેરોજગાર બન્યા હતા. આવી સ્થિતિમાં અગર આ સંક્રમણ પર કાબુ મેળવવામાં આવે તો પણ એક મોટી સમસ્યા હજારો લોકોની રોજીરોટી પર રહેશે, જેમની નોકરી કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉનને કારણે છુટી ગઇ છે. ઇકોનૉમિસ્ટ અને બિઝનેસ લીડર ચલાવે ચે સરકાર એવા લોકો માટે 10 લાખ કરોડ રૂપિયાનું પેકેજ લાવે.


ફાઇનાન્સ મિનિસ્ટરના પૂર્વ ચીફ ઇકોનૉમિક એડવાઇઝર અરવિંદ સુબ્રમણ્યમે કહ્યું છે કે સરકારે રોગચાળાના આ ડિસરપ્શનથી સાજા થવા માટે 10 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવા પડશે. આ દેશના જીડીપીનો 5 ટકા છે.


સુબ્રમણ્યમે તે તરીકા પર બતાવ્યુ છે કે આવતા એક વર્ષ સુધી સરકાર કેવી રીતે તેના વધારાના ખર્ચના ફંડ એકત્રિત કરી શકે છે. એમાં ડેટ મૉનેટાઇઝ કરવાથી લઈને આરબીઆઈ પાસેથી લોન લેવાય તેવા પગલાં શામેલ છે.


લાઇવ મિન્ટ અનુસાર ઇકોનૉમિક અફેયર્સ ડિપાર્ટમેન્ટના પૂર્વ સચિવ સુભાષ ચંદ્રએ એક ઇન્ટરવૂમાં કહ્યું છે કે લોકડાઉનને કારણે લગભગ 10 કરોડ લોકોની નોકરી છૂટી છે. સરકારે આ લોકોને ત્રણ મહિના માટે દર મહિને 2000 રૂપિયા આપવાના છે.