બજાર » સમાચાર » બજાર

દેશમાં લૉકડાઉન: 3 મહીના સુધી તમારુ PF જમા કરશે કેંદ્ર સરકાર, EPFO થી પૈસા ઉપાડવા સહેલા

ના રોજ પ્રકાશિત Thu, 26, 2020 પર 15:30  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ દેશમાં 21 દિવસનું લૉકડાઉનની જાહેરાત કરી છે. આ દરમ્યાન ગરીબોની જિંદગી બેપટરીના થાય તે માટે ફાઈનાન્સ મિનિસ્ટરે EPFO માં થોડા બદલાવની જાહેરાત કરી છે.

EPFO ના સબ્સક્રાઇબર પોતાના EPFO માં જમા કુલ રકમના 75 ટકા એટલે કે ત્રણ મહીનાની સેલરી, બન્ને માંથી જે ઓછુ હોય તે રકમ ઉપાડી શકે છે.

તેની સાથે જ ફાઈનાન્સ મિનિસ્ટરે ઑર્ગેનાઇઝ્ડ સેક્ટર માટે મહત્વના નિર્ણય લીધા છે. તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકાર આવતા ત્રણ મહીના સુધી કંપની અને કર્મચારીઓની તરફથી 12% + 12% EPFO માં જમા કરશે. પરંતુ તેનો ફાયદો તે કંપનીઓને મળશે જેની પાસે 100 થી ઓછા કર્મચારીઓ અને 90 ટકા કર્મચારીઓની સેલરી 15000 રૂપિયાથી ઓછી હોય. તેમાં સંગઠિત ક્ષેત્રના 80 લાખથી વધારે કર્મચારીઓ અને 4 લાખથી વધારે સંસ્થાઓને તેનો ફાયદો મળશે.

ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મળા સિતારામણે 1.70 લાખ કરોડ રૂપિયાને ગરીબોના કલ્યાણ પેકેજની જાહેરાત કરી છે. તેમનો હેતુ કોરોનાવાયરસના લૉકડાઉનના દરમ્યાન ગરીબોની મદદ કરવાનો છે.

જે મહિલાઓ માટે ખાસ યોજના છે કે જેની પાસે ધન જન ખાતા છે તેને આવતા ત્રણ મહીના સુધી 500-500 રૂપિયા આપવામાં આવશે.

દેશભરમાં મહિલાઓ માટે આશરે 63 લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપ છે. શર્તોમાં છૂટના મુજબ SHGs ને 10 લાખની જગ્યાએ 20 લાખનું collateral free loan મળશે. Organise sector માટે સરકારે જાહેરાત કરી છે.