બજાર » સમાચાર » બજાર

Lockdownમાં રાહત, મુંબઇ-અમદાવાદ હાઈવે પર 8 કિ.મી. સુધી વાહનોની લાંબી લાઇન

ના રોજ પ્રકાશિત Tue, 05, 2020 પર 16:19  |  સ્ત્રોત : Moneycontrol.com

ઘણા દિવસોથી મુંબઇ અને ઠાણે વિસ્તારમાં ફસાએલા અન્ય રાજ્યોના મજુરો અને નાગરિકોને લોકડાઉનમાં લક્ષ્ય આપતા તેમને તેમના ગામ જવાની મંજૂરી આપવાથી સંજીવની પ્રાપ્ત થઇ હોય. સરકારની પરવાનગી મળતાં જ લોકો તાત્કાલિક તેમના ગામ તરફ આગળ વધી રહ્યા છે. નાગરિકો ટ્રેનો સિવાય તેમના પ્રાઇવેટ વાહનોથી તેમના ગામ તરફ નીકળી રહ્યા છે.


આ શ્રેણીમાં, મુંબઇથી ગુજરાત અને રાજસ્થાન જવા વાળા લોકોએ તેમના પ્રાઇવેટ વાહનોથી જવાનું વિકલ્પ પસંદ કર્યું છે. તેના કારણે લૉકડાઉન પછી સૂનસાન દેખાય રહેલા મુંબઇ-અમદાવાદ હાઈવે પર આજે 7 થી 8 કિલોમીટર સુધી વહાનોની લાઇન લાગી છે અને લોકોને આ ઉનાળામાં તેમની કારમાં બેસીને જામ ખુલવાની રાહ જોવી પડે છે.


મહારાષ્ટ્ર ટાઇમ્સમાં છુપાયા સમાચાર મુજબ, લોકડાઉન દરમિયાન અટલા લોકોને સરકાર દ્વારા ગામ જવાની મંજૂરી આપતા મુંબઇ, ઠાણે, ભાઈંડર, મીરા રોડ, વસઈના નાગરિકો તેમની ખીનગી વહાનોથી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાણા, દિલ્હી, પંજાબ જાવા માટે એજે સવારથી જ મુંબઇ-અમદાવાદ હાઈવે પર નિકળી પડ્યા છે. જેના પગલે મુંબઇ-અમદાવાદ હાઈવે પર ભારે ભીડ થઇ ગઇ છે.


એના કારણે આ હાઇવે પર વાહનોની લાંબી લાઇન દેખાવા લાગી છે. આ માર્ગ પર લગભગ 7 થી 8 કિલોમીટર સુધી ગાડીઓ જ દેખાય રહી છે. એના કારણે તેમના પરિવાર અને બાળકો સાથે નીકળી ગયેલા લોકો હાઈવેના જામમાં ફસી ગયા છે. ભારી તડકો, નિર્જન રાસ્તા પર કોઇ હોટલ અથવા અન્ય ખાણી-પીણીની વ્યવસ્થા ન હોવાના કારણે તેઓ ભયંકર પરિસ્થિતિમાં ફસી ગયા છે.


એના વચ્ચે ન્યુઝ ચેનલો પર આ વિશે સમાચાર પ્રકાશિત થતા જ ટ્રાફિક વિભાગના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને ટ્રાફિક જામને દૂર કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમ છતાં, આ જામને દૂર કરવા માટે ટ્રાફિક વિભાગને ખૂબ જ મહેનત કરવી પડશે.