બજાર » સમાચાર » બજાર

Lockdown: દૂર થઈ રહી છે ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા, ટ્રક ડ્રાઈવરોના વીમો પર થઇ રહી વિચારણા

ના રોજ પ્રકાશિત Tue, 31, 2020 પર 17:31  |  સ્ત્રોત : CNBC-Bajar

લોકડાઉનના 7 દિવસ પછી જરૂરી વસ્તુઓના ટ્રાન્સપોર્ટેશનમાં આવી સમસ્યાઓ ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. સરકારી આદેશ બાદ ટ્રકોની મૂવમેન્ટમાં આશરે 20 ટકાનો સુધારો થયો છે અને એક થી બે દિવસમાં આશરે 40 ટકાનો સુધારો થવાની આશા છે.


ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના જણાવ્યા અનુસાર સરકારના આદેશ બાદ હવે 20 ટકા ટ્રકોમાં મૂવમેન્ટ જોવા મળી રહી છે અને 1-2 દિવસમાં ટ્રકોની મૂવમેન્ટ વધીને 40 ટકા થવાની આશા છે. સરકારે ટ્રાન્સપોર્ટેશનમાં આવનારી સમસ્યાઓના નિવારણ કરવા માટે ઇન્ટર-મિનિસ્ટ્રિયલ કમેટીનો ગઠન કરવામાં આવ્યો છે. 7 દિવસ પછી પરિસ્થિતિ સામાન્ય થવાની આશા છે.


ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના જણાવ્યા અનુસાર કેટલાક ડ્રાઇવરો અફવાને કારણે ટ્રક છોડી ઘરે ગયા છે. સરકાર ટ્રક ડ્રાઈવરો માટે વીમા પર વિચારણા કરી રહી છે. માત્ર આટલુ જ નહિં પરમિટ,પૉલ્યૂશન દસ્તાવેજોની ડેડલાઇન આગળ વધી છે. ટ્રકો માટે તમામ પ્રકારના ટોલ પણ માફ કરાયા છે. ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અનુસાર ટ્રક ડ્રાઇવરોના માટે હેલ્પલાઈન પમ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે.