બજાર » સમાચાર » બજાર

અરબી સમુદ્ર મા ફરી એક વખત લો પ્રેશર

ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 12:54  |  સ્ત્રોત : CNBC-Bajar

અરબી સમુદ્ર મા ફરી એક વખત લો પ્રેશર સર્જાતા ગીર અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસથી ગીરમા કાળા ડિબાંગ વાદળો છવાયા છે. ગીરના અનેક વિસ્તારોમાં કમોસમી ઝાપટા પડતાં ફરી એક વખત ખેડૂતોમા ભય ફેલાયો છે. વરસાદના કારણે ઘઉં, ચણા, બાજરી અને તલ પકાવતા ખેડૂતોમા ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ ની દહેશત ફેલાઈ છે. જયારે વેરાવળ બંદર પર પ્રથમ એક અને પછી બે નંબર નું ભય સૂચક સિગ્નલ લગાવાયું છે. અને માછીમારો ને દરિયો ન ખેડવા ચૂસન કરાયું છે.