બજાર » સમાચાર » બજાર

અંતર બનાઓ- કોરોનાને ભગાવો, લૉકડાઉનના સ્ટ્રેસથી દૂર રહેવા માટેની ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 26, 2020 પર 10:58  |  સ્ત્રોત : CNBC-Bajar

સુત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકાર કોરોના અસરગ્રસ્તો માટે 1.5 લાખ કરોડ રૂપિયાના પેકેજની ઓફર કરી શકે છે. 10 કરોડ લોકોના ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવી શકાય છે. સપ્તાહના અંત સુધીમાં તેનો નિર્ણય લેવાની અપેક્ષા છે. દરમિયાન ભારતમાં કોરોના પોઝિટિવની સંખ્યા 600 ને પાર કરી ગઈ છે. દેશમાં કોરોનાથી 11 લોકો મૃત્યુ પામ્યા છે. તે જ સમયે, લગભગ 50 લોકો સ્વસ્થ થયા છે. ઉત્તર પૂર્વના મિઝોરમ, મણિપુરમાં 1-1 દર્દીઓ મળી આવ્યા છે. ICMRએ જણાવ્યું છે કે કોરોનાના કમ્યૂનિટી ટ્રાંસમિશન 20 દિવસથી થોડા મહિનામાં થાય છે.


ગ્લોબલની નજરથી જોઈએ તો ઈટલીમાં 1 દિવસમાં કોરોનાથી 743 લોકોની મૃત્યુ થઈ ગઈ છે. જો કે અહીં તેના સંક્રમણ દર ઘટ્યા છે. સ્પેનમાં મરવા વાળાઓની સંખ્યા ચીનથી વધારે થઈ ગઈ છે. અમેરિકામાં તેનાથી 700 લોકોની મૃત્યુ થઈ ચુકી છે. અમેરિકામાં કુલ સંક્રમણ 74000 પહોંચી ગયા છે. જ્યારે, ચીને બહારથી આવેલા 45 કોરોના મરીઝોની પહેચાન કરી છે. દુનિયામાં કોરોના મરીઝોની સંખ્યા 4.6 લાખની પાર ચાલી ગઈ છે. તેનાથી દુનિયા ભરમાં 21000 થી વધારે લોકોની મોત થઈ ગઈ છે. રૂસ માંથી આવતા સપ્તાહે લૉકડાઉન રહેશે. સ્પેનના ઉપ પ્રધાનમંત્રી પણ કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે. બ્રિટેનના પ્રિંસ ચાર્લ્સ પણ કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે.

આ સ્થિતિને ધ્યાનમાં રાખતા ભારતમાં લૉકડાઉન કરી દીધા છે. આ લૉકડાઉનના પોતાના ફાયદા છે પરંતુ તેનાથી અમારો સ્ટ્રેસ વધી શકે છે. કોરોનાથી અમારા આ મહાભારતમાં સ્ટ્રેસથી લડવા માટે અહીં અમે આપી રહ્યા છે કેટલીક ટિપ્સ જે કોરોનાથી અમારી લડાઈને વધુ સહેલી બનાવી શકે છે.

1. ઘરથી કામ કરવાની ટિપ્સ


- ઘરે ઑફિસ વાળા કપડા પહેરો.
- તેનાથી તમે કામ કરવા માટે દિમાગી રૂપથી તૈયાર થાવ છો.

2. રૂટિન નક્કી કરો

- ઑફિસના સમય મુજબ કામ શરૂ અને પૂરૂ કરો
- રૂટિન સમય પર ઉંધી જવુ તેથી તમારી ઉંઘ પૂરી થઈ શકે
- તમારા વર્કઆઉટનો સમય પણ નક્કી કરો.

3. બેસવાની જગ્યા નક્કી કરો


- ઘરમાં બેસવાની જગ્યા નક્કી કરો
- કામ કરતી વખતે બરાબર બેસવુ
- બરાબર બેઠા હસો તો કમરના દુખાવાથી બચસો.

4. ફોન પર વાત કરો


- થોડો સમય કાઢીને ફોન પર વાત કરો.
- તેનાથી સોશલ કનેક્શન બનેલુ રહેશે.

5. બ્રેક લેતા રહો


- પૂરો દિવસ કંપ્યુટર્સથી ચોટેલા ના રહો.
- સમય સમય પર સ્ક્રીન બ્રેક લેતા રહો.
- પોતાની જગ્યાએથી થોડા ઉભા થાવ અને હાલચાલ કરો.

વજનનું રાખો ધ્યાન


- ઘરમાં જમાવાનું શેડ્યુઅલ બનાવો
- ઘરમાં હેલ્ધી જમવાનું જમો
- વારંવાર નાસ્તો ના કરો.
- તનાવના કારણે વારંવાર ન ખાવું
- વારંવાર ભૂખ લાગે ત્યારે તમારું ધ્યાન હટાવો
- તમારા હોબીનો યોગ્ય રીતે ઉપયોગ કરો
- તમે શું ખાઈ રહ્યા છો તેનું ધ્યાન રાખો
- ઘરે કસરત જરૂરથી કરો
- તમારી ઉંઘ પૂરી કરો

લૉકડાઉનના સ્ટ્રેટથી આ રીતે મળશે રાહત

- સવારે ઘર પર જ કસરક કરો
- મેડિટેશન(ધ્યાન) કરવાથી મન શાંત રહેશે.
- ઘરમાં મ્યુઝિક સાંભળો, તેનાથી શાંતી મળશે.
- પુસ્તકો વાંચી શકો છો.
- પેંટિંગમાં મન પોરવેલુ રહેશે
- ફોન પર ફ્રેંડ્સ જોડે વાત કરો
- વીડિયો કૉલના દ્વારા ફ્રેંડ્સથી જોડાય શકો છો.
- હેલ્ધી જમવાનુ જમો
- ઓછામાં ઓછી 8 કલાક ઊંઘ પૂરી લો.