બજાર » સમાચાર » બજાર

ભારતમાં લૉકડાઉનથી માલ્યા નારાજ, સરકારથી મદદની માંગ

ના રોજ પ્રકાશિત Tue, 31, 2020 પર 10:51  |  સ્ત્રોત : Moneycontrol.com

ભારતથી ભાગીને લંડન જવા વાળા વિજય માલ્યા દેશ પરત આવવા ઈચ્છે છે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ છે કે તે પોતાનો બધો કરજો આપીને ભારત આવવા ઈચ્છે છે પરંતુ પ્રવર્તન નિદેશાલય (ED) તેમાં તેની મદદ નથી કરતી. રસપ્રદ વાત તો એ છે કે વિજય માલ્યાએ લોકડાઉનને લઈને પણ ફરિયાદ કરી છે.

વિજ્ય માલ્યાએ બે અલગ-અલગ ટ્વિટ કર્યા છે. તેમણે પોતે બીજા ટ્વિટમાં લખ્યુ છે કે ભારત સરકારે સમગ્ર દેશને લૉકડાઉન કરી દીધો છે જેના વિશે કોઈ વિચાર્યુ ન હતુ. પરંતુ તેના લીધે થી મારી બધી કંપનીઓનું કામકાજ અટકી ગયુ છે. કંપનીઓ બંધ થવાની બાવજુદ અને કર્મચારીઓને સેલેરી આપી રહ્યા છે. એવામાં સરકારે અમારી મદદ માટે આગળ આવવુ જોઈએ.

એવુ પહેલી વાર નથી કે જ્યારે વિજ્ય માલ્યા એ બેંકના સંપૂર્ણ પૈસા પરત કરવાની વાત કરી છે. પરંતુ હવે ના તો બેન્ક પૈસા લેવા તૈયાર છ અને ના તો ED તેમાં કોઈ મદદ કરી રહી છે.


શું છે કેસ?

વિજ્ય માલ્યા પર 9000 કરોડ રૂપિયાનો કરજો છે. પરંતુ તે કરજો ચુકાવ્યા વગર 2016 માં ભારતથી ભાગીને લંડન ચાલ્યો ગયો. ગત 4 વર્ષથી માલ્યા લંડનમાં જ છે. લંડનમાં માલ્યા પર કેસ ચાલી રહ્યો છે અને હાલમાં તે જમાનત પર છે.