બજાર » સમાચાર » બજાર

મણિશંકર ઐયરનો પાકિસ્તાન પ્રેમ છલકાયો

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 14:09  |  સ્ત્રોત : CNBC-Bajar

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદીત ટિપ્પણી પછી કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા મણિશંકર ઐયરે ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યું છે. પાકિસ્તાનના કરાંચીમાં ઐયરે કહ્યું કે પાકિસ્તાન તો સંબંધો સુધારવા માટે ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે પરંતુ ભારત જ વાતચીત નથી કરતું. ઐયરે કહ્યું કે જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે સંબંધ સામાન્ય કરવાની વાત આવે છે ત્યારે પાડોશી દેશ માટે પાકિસ્તાનના દ્રષ્ટિકોણમાં સુધાર આવ્યો છે.


ભારતમાં પણ ફેરફાર આવ્યો છે પરંતુ આ બદલાવ અવગણી શકાય તેમ છે. ઐયર કરાંચીના સાહિત્ય સમારોહમાં હાજરી આપવા માટે ગયા હતા. પોતાના પાકિસ્તાન પ્રેમ દર્શાવતા મણિશંકર ઐયરે કહ્યું કે હું પાકિસ્તાનને પ્રેમ કરુ છું, અને સાથે જ ઐયરે ભારતને સલાહ આપી કે ભારતે પણ પાકિસ્તાનને પ્રેમ કરવો જોઈએ જેમ ભારત પોતાને કરે છે.