બજાર » સમાચાર » બજાર

માર્કેટ અને મોસમનો મિજાજ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 13:31  |  સ્ત્રોત : CNBC-Bajar

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ વખતે ગરમી સરેરાશ કરતાં વધુ રહે એવી સંભાવના જોવામાં આવી રહી છે. તો આ ઉનાળામાં સ્વાભાવિક છે કે એસી, કૂલર, ફૅન જેવી ઇલેક્ટ્રિક કંઝ્યુમર આઇટમ્સ, ડેરી પ્રોડક્ટ્સ અને ટુરિઝમ કંપનીઓ ફોકસમાં રહેશે. તો ઑવરઓલ ઉનાળું કેવું રહેશે અને એ આધારે શું રણનીતિ રાખવી જોઈએ એના પર વધુ ચર્ચા કરીશું આ ખાસ રજૂઆતમાં.


આ સ્પેશલ શોમાં આપણી સાથે હવામાન વિભાગનો મત આપવા જોડાશે આઈએમડીના ડીએસ પઈ, કંપનીઓ શું રણનીતિ રાખી રહી છે એના પર ચર્ચા કરવા જોડાશે અંબર એન્ટરપ્રાઇઝીસના ચૅરમૅન અને સીઈઓ જસબીર સિંહ અને માર્કેટમાં રણનીતિની ચર્ચા કરવા જોડાશે અસીમ મહેતા એન્ડ અસોસિએટ્સના ડિરેક્ટર અસીમ મહેતા.


આઈએમડીના ડીએસ પઈનું કહેવુ છે કે આ વખતે સરેરાશ કરતાં વધુ ગરમી પડી શકે છે. વાર્ષિક સમર ફોરકાસ્ટમાં હવામાન વિભાગે આપી જાણકારી મળી રહી છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ 35 ડિગ્રી જોવા મળી રહી છે. ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ભારતમાં વધુ ગરમી પડી શકે છે.


સરેરાશ કરતાં માર્ચ-મે દરમિયાન તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધુ હશે. હિટ વેવનું પણ સામાન્ય થી વધીરે થવાનું અનુમાન છે. આ વર્ષે સામાન્ય ગરમીનું અનુમાન રાખી રહ્યા છે. આ વર્ષ ગરમી 5-6 ડિગ્રી થી વધી શકે છે. નોર્થ વેસ્ટમાં 1 ડિગ્રી થી વધું ગરમી વધવીનું અનુમાન છે. માર્ચ-મે માં વધારે ગરમી થવાનું અનુમાન છે.


અસીમ મહેતા એન્ડ અસોસિએટ્સના ડિરેક્ટર અસીમ મહેતાનું કહેવુ છે કે ભારત દેશમાં પ્રદુલણ વધી રહ્યું એના અનુમાન મુજબ હજી 1-2 ટકા ગરમી વધી શકે છે. ઘણી કંપનીઓનો મુખ્ય કારોબાર ગરમી સાથે સંકળાયેલો છે. એસી, કુલર, ફૅન કારોબારમાં કંપનીઓ માટે પોઝિટિવ જોવા મળી રહી છે. વેચાણ વધતાં વાઇટ ગુડ્સ કંપનીનું પરફોર્મન્સ સુધરી શકે છે.


ડેરી પ્રોડક્ટ્સ સાથે સંકળાયેલી કંપનીઓ માટે પણ પોઝિટિવ જોવા મળી રહ્યા છે. હાલના સમયમાં એસી, કુલર જેવી વસ્તુઓ સામાન્ય થઇ ગઇ છે. ગરમીમાં એસી, કુલરનો વેચાણ વધારે જોવા મળ્યું છે. આ વર્ષે ગરમી એસી, કુલર જેવી કંપનીઓ માટે સારૂ રહી શકે છે.


અંબર એન્ટરપ્રાઇઝીસના ચૅરમૅન અને સીઈઓ જસબીર સિંહનું કહેવુ છે કે ગરમી વધવીથી કંપનીમાં વધારે વેચાણ થશે અવામાં કંપનીનાં સ્ટૉકમાં વધારો જોવા મળી શકે છે. પહેલા 9 મહિનામાં અંબર એન્ટરપ્રાઇઝીસમાં પણ 28 ટકાનું ગ્રોથ થયું છે. આ વર્ષમાં ઇન્ડસ્ટ્રી એસી, કુલર, ફૅન કારોબારમાં કંપનીઓ માટે પોઝિટિવ જોવા મળી રહી છે. આવનારા સમય માટે ગ્રાહકોથી પણ સારા ઑર્ડર બુક થયા છે.


એર કન્ડીશનર ઇન્ડસ્ટ્રીમાં ક્વાર્ટર 3 માં 30 ટકાનું ગ્રોથ જોવા મળે છે. અને એબિટડામાં 54 ટકાનું ગ્રોથ થયું છે. રૂમ એર કન્ડીશનરમાં દેશની અગ્રણી કંપનીઓ માંથી એક છે. દેશભરમાં 10 મૅન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કાર્યરત છે. આઉટસોર્સિંગમાં કંપનીનો માર્કેટ શૅર 55.4 ટકા પર છે.