બજાર » સમાચાર » બજાર

બજારમાં કોહરામ સેન્સેક્સ 1550 અંક નીચે, બેન્ક અને ફાઈનાન્શિયલ શેરો પર સૌથી વધારે દબાણ

ના રોજ પ્રકાશિત Fri, 26, 2021 પર 09:21  |  સ્ત્રોત : CNBC-Bajar

02:35 PM

BEML:
BEML માટે બોલી લગાવાની તારીખ વધારવામાં આવી છે. સરકારે શરૂઆતી બિડ માટે ડેડલાઈન વધારી છે. સરકારે 22 માર્ચ સુધી ડેડલાઈન વધારી છે.

02:05 PM

ગ્લોબલ બજારોમાં તેજ વેચવાલી આવી છે. એશિયાઈ બજાર 3 થી 4% નીચે છે. DOW FUTURES 100 અંક નીચે છે યૂરોપીય બજાર પણ નબળા ખુલ્યા છે. અમેરિકામાં 10 વર્ષની બૉન્ડ યીલ્ડ 1 વર્ષની ઊંચાઈ પર પહોંચવાથી ગભરાહટ વધી છે.

02:00 PM

બજારમાં 10 મહીનાનો સૌથી મોટો ઘટાડો જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 500 તો બેન્ક નિફ્ટી 1600 અંકો લપસી ગઈ છે.

01:00 PM

બજારમાં તેજ ઘટાડો દેખાય રહ્યો છે. જાણકારોનું કહેવુ છે કે US માં બૉન્ડ યીલ્ડ વધવાથી ગ્લોબલ બજારોમાં તેજ વેચવાલી આવી છે. US માં 10 વર્ષની બૉન્ડ યીલ્ડ 1 વર્ષના શિખર પર છે. US ના સીરિયા પર એર સ્ટ્રાઈક કરવાથી ડર વધ્યો છે. Hong Kong માં શેર ટ્રેડિંગ પર સ્ટેમ્પ ડ્યૂટી વધી છે. INDIA VIX 25 ટકા વધીને 28 ની પાર ચાલી ગયો છે.


12:35 PM

બજારમાં ઘટાડો વધી રહ્યો છે. સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઘટાડો થયો છે જ્યારે નિફ્ટી 500 પોઇન્ટના ઘટાડા સાથે 14602 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. બજારમાં 9 મહિનાનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. 18 મે 2020 થી નિફ્ટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નિફ્ટીના 50 માંથી 42 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30 માંથી 25 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે નિફ્ટી બેંકના તમામ 12 શેરો ઘટ્યા છે.

12:30 PM

ગ્લોબલ બજારોમાં તેજ વેચવાલી જોવાને મળી રહી છે. એશિયાઈ બજાર 3 થી 4 ટકાની ઘટાડો દેખાયો રહ્યો છે. DOW FUTURES માં 150 અંક નીચે કારોબાર કરી રહ્યા છે. અમેરિકામાં 10 વર્ષની બૉન્ડ યીલ્ડ 1 વર્ષની ઊંચાઈ પર પહોંચવાથી બજારમાં ગભરાહટ છે.

12:20 PM

JUST DIAL: HDFC MF એ JUST DIAL માં ભાગીદારી વેચી છે. HDFC MF એ 2.73 ટકા હિસ્સો વેચ્યા છે. HDFC MF એ બુધવારના ઓપન માર્કેટમાં 2.73 ટકા હિસ્સો વેચ્યો છે.

12:00 PM
 
NATCO PHARMA: ભારતમાં Brivaracetam Tablets લૉન્ચ કર્યા છે. કંપનીએ BRECITA બ્રાંડની હેઠળ ભારતમાં Brivaracetam Tablets લૉન્ચ કર્યા છે. આ દવા મિરગી બીમારી માટે ઉપયોગની આવશે.

11:30 AM

બજાર એક દિવસના નીચા સ્તરે કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ 1440 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીના 50 માંથી 42 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. તે જ સમયે, સેન્સેક્સના 30 માંથી 25 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી બેન્કના તમામ 12 શેરો ઘટ્યા છે. 


11:07 AM

બજારમાં ઘટાડો વધતો જોવા મળી રહ્યો છે. સેસેન્ક્સ 1270 અંક એટલે કે 2.50 ટકા તોડી 50,000 ની નીચે ગયો છે. તે જ સમયે, નિફ્ટી 358 અંક એટલે કે 2.37 ટકા ઘટીને 14732.40 ની સ્તર પર પહોંચી ગઈ છે.

10:50 AM

સૂત્રોના અનુસાર દક્ષિણ ભારતમાં સિમેન્ટના ભાવ વધી શકે છે. સિમેન્ટના ભાવ 25-40 રૂપિયા પ્રતિ BAG સુધી વધી શકે છે. ઈનપુટ ખર્ચ વધવાને કારણે ભાવ વધી શકે છે. મજબૂત માંગના કારણે ભાવ વધવાનો નિર્ણય સંભવ છે.

10:40 AM

ત્રણ દિવસના તેજીની બાદ બજારમાં ભારે નબળાઇ છે. નિફ્ટી 14800 ની નીચે લપસી ગયો છે. બેન્ક નિફ્ટી લગભગ 1300 પોઇન્ટ તૂટ્યો છે. જાયન્ટ ખાનગી બેંકો દબાણ હેઠળ છે. સેન્સેક્સ લગભગ 1100 પોઇન્ટની નીચે છે અને 49,970 ની આસપાસ જોવાઈ રહ્યો છે.

10:35 AM

ચારોતરફ દબાણની વચ્ચે ફાર્મા શેરોમાં જોશ જોવા મળ્યુ છે. નિફ્ટી ફાર્મા ઈંડેક્સમાં લગાતાર ત્રીજા દિવસે તેજી જોવાને મળી રહી છે. DR REDDYS, SUN PHARMA, LUPIN અને ALKEM માં હરિયાળી છવાયેલી છે.

10:30 AM

મેટલમાં શાનદાર રિકવરી જોવાને મળી રહી છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ દિવસની ઊંચાઈની નજીક કારોબાર કરી રહ્યા છે. બેઝ મેટલ્સની કિંમતોમાં ઉછાળાથી સપોર્ટ મળ્યો છે. HIND COPPER, SAIL અને NALCO 2 થી 3 ટકા સુધી વધ્યા છે.

10:25 AM

બેન્કિંગ શેરોમાં વેચવાલી વધી છે. નિફ્ટી બેન્ક 1100 અંકથી વધારે ઘટ્યો છે.

10:20 AM

કેમિકલ શેરોમાં એક્શનમાં વધારો થયો છે. હિમાદ્રી કેમિકલ 7 ટકા ચાલ્યો છે. વાયદામાં પ્રવેશ કરી ચૂકેલી દીપક નાઇટરાઈટમાં પણ સારી ખરીદી જોવા મળી રહી છે.

10:05 AM

બજારમાં આજે વધુ એક શેરની લિસ્ટિંગ થઈ છે. NSE પર RailTel ના શેર 15 ટકા પ્રીમિયમની સાથે 109 રૂપિયાના ભાવ પર લિસ્ટ થયા છે. જ્યારે, BSE પર આ શેર 104.60 રૂપિયા પર લિસ્ટ થયો છે.

10:03 AM

સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત ઘટાડાની સાથે થતી દેખાય રહી છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 62 પૈસા નબળાઈની સાથે 73.04 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે ગુરૂવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 72.42 ના સ્તર પર બંધ થયો હતો.


09:17 AM

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં શરૂઆત ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 50100 ની નીચે જ્યારે નિફ્ટીએ 14,777.55 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.9 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.22 ટકાની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.53 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.02 ટકાના ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 917.67 અંક એટલે કે 1.90 ટકાના ઘટાડાની સાથે 50067.64 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 289.40 અંક એટલે કે 1.92 ટકા ઘટીને 14808 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, પીએસયુ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, ઑટો, મેટલ, ફાર્મા, રિયલ્ટી, આઈટી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં 0.55-2.57 ટકા વેચવાલી વાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 2.48 ટકા ઘટાડાની સાથે 35,642.75 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, એચડીએફસી અને એમએન્ડએમ 2.06-3.00 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં કોલ ઈન્ડિયા, નેસ્લે ઈન્ડિયા, મારૂતિ સુઝુકી, એનટીપીસી અને અલ્ટ્રાટેક સિમેન્ટ અને બીપીસીએલ 0.36-3.11 ટકા સુધી વધ્યો છે.

મિડકેપ શેરોમાં આરબીએલ બેન્ક, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, શ્રીરામ ટ્રાન્સફર, એમએન્ડએમ ફાઈનાન્શિયલ અને આરઈસી 2.5-3.17 ટકા સુધી લપસ્યા છે. જ્યારે સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી ટ્રાન્સફર, આઈઆરસીટીસી, ઈન્ડિયન હોટલ્સ અને સેલ 0.96-2.06 ટકા વધ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં વેસુવિસ ઈન્ડિયા, હિંદુસ્તાન ફૂડ્ઝ, બેન્ક ઑફ મહારાષ્ટ્ર, જીએનએ એક્સલ અને એપેક્સ ફ્રોઝોન 3.99-5.99 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં એનએફએલ, રાષ્ટ્રિયા કેમિકલ્સ, રાણે મદ્રાસ, કેનનામેટલ અને ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ 7.26-16.78 ટકા સુધી મજબૂત થયા છે.