બજાર » સમાચાર » બજાર

Market Live: બજારમાં વધારો યથાવત, Bajaj Financeમાં, ઓટો શેરોની ચમક વધી

ના રોજ પ્રકાશિત Fri, 03, 2020 પર 09:24  |  સ્ત્રોત : CNBC-Bajar

02:45 PM


બજારમાં સતત ત્રીજા દિવસે પણ બજારમાં ખરીદીનો મૂડ બન્યો છે. નિફ્ટી 10600 ની નજીક જોઈ રહ્યો છે. RIL, Bharti Airtel, TCS અને HUL બજારમાં જોશ ભરી રહ્યા છે. પરંતુ બેન્ક નિફ્ટી દબાણ હેઠળ જોવા મળી રહ્યું છે.


02:30 PM


ભારતીના ઉદ્યમી મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી (RIL)એ એકમાત્ર ભારતીય કંપની છે કે જે Financial Times દ્વારા તૈયાર કરવામાં આવેલી ટોપ 100 લિસ્ટમાં શામિલ છે. આ લિસ્ટમાં તે કંપનીયોને રાખવામાં આવ્યા છે જેમણે કોરોના સાથે સામનો કરવા માટે જાહેરાત કરેલા લોકડાઉન દરમિયાન પણ મજબૂત પ્રદર્શન કર્યું છે, અને આ સંકટકાલમાં આ કારોબારમાં વધારો જોવા મળ્યો છે. Financial Times દ્વારા તૈયાર કરવામાં આવેલી ટોપ 100 લિસ્ટમાં મુંબઈ સ્થિત RIL 89મી ક્રમે છે. Financial Timesએ કંપનીની આ સૂચિ કોરોના રોગચાળા દરમિયાન તેમના કારોબાર મજબૂત અને રિકવરીની ક્ષમતાને ઘ્યાનમાં રાખીને તૈયાર કરી છે.


01:30 PM


NLC India કમર્શિયલ પેપરના દ્વારા 500 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.


01:15 PM


સૂત્રોના અનુસાર, કોરોનાને જોતા Axis Bankમાં Suuti હિસ્સો વેચાણ ડિસેમ્બર સુધી ટલી શકે છે.


01:05 PM


દીપમના સેક્રેટરીએ કહ્યું છે કે સ્ટેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ પર સરકારનું વદારે ફોકસ રહેશે. શેર બાયબેક્સ નાના હિસ્સેદારીનું વેચાણને ચાલુ રાખશે.


01:00 PM


સોનાના ભાવ પર દબાણ છે. અમેરિકાના સારા રોજગાર આંકડાથી રિસ્ક સેન્ટિમેન્ટ મજબૂત થઇ છે જેમાં કિમતોને સપોર્ટ મળ્યો છે. MCX પર સોનાના ભાવ 48 હજારની નજીક છે. ચાંદીમાં પણ આજે નબળાઇ જોવા મળે છે. ઉપરી સ્તર પર નફા બુકિંગથી કિંમતો પર દબાણ છે.


12:45 PM


ક્રૂડ ઓઇલના ભાવમાં આજે નબળાઇ જોવા મળી રહી છે. કોરોનાના વધતા જતા કેસોથી બજારમાં ચિંતા છે. પરંતુ અમેરિકાના રોજગારના સારા આંકડા અને ઇન્વેન્ટ્રી ઘટીને ઘટાડાને મર્યાદિત કરી દીધા છે. બેઝ મેટલ્સ વિશે વાત કરીએ તો કૉપરમાં આજે પણ નપાવસૂલીને કારણે દબાણ જોવા મળી રહ્યા છે પરંતુ નિકલમાં મજબૂતી જોવા મળી રહી છે.


12:15 PM


RILએ એક વધુ મોટી ડીલથી Relianceના શૅરમાં વધારો થયો છે. સતત ત્રણ દિવસમાં તેજીમાં આ શૅર 4 ટકાથી વદારે વધ્યા છે.


11:55 AM


બજારમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી રહી છે. નિફ્ટી 10600 ની પાર જોવા મળે છે. બેન્ક નિફ્ટીમાં પણ મજબૂત જોવા મળી રહી છે. IT, ઑટો અને FMCG શૅરમાં જાણી જોઇને ખરીદારી જોવા મળી રહી છે.


11:50 AM


રૂપિયો 3 મહિનાની ઉચાઇ પર પહોંચી ગયો છે. 2 દિવસમાં 1 રૂપિયાથી વધુ મજબૂત થયા છે. ડૉલર સામે 74.70 ની કિંમતે જુવા મળી રહી છે.


11:45 AM


INDIA JUNE PMI DATA (MoM)| જૂનમાં કંપોઝિટ PMI 14.8 થી વધીને 37.8 રહ્યા છે. જૂનમાં સર્વિસેઝ PMI 12.6 થી વધીને 33.7 થઈ ગઈ છે.


11:20 AM


પીએમ મોદી લેહમાં છે તો બીજી તરફ વીજ મંત્રી આર કે સિંઘે મોટું નિવેદન આપ્યું છે. આર કે સિંહે સ્પષ્ટ કર્યું છે કે ચીન, પાકિસ્તાનથી પાવર ઇક્વિપમેન્ટની ઇમ્પોર્ટની મંજૂરી નહીં આવશે. પાવર મંત્રી ચીનને સખત સંદેશ આપ્યો છે કે તે ચીન, પાકિસ્તાનથી પાવર ઇક્વિપમેન્ટના ઇમ્પોર્ટની મંજૂરી નહીં આપે. ચીન, પાકિસ્તાનથી પાવર ઇક્વિપમેન્ટના ઇમ્પોર્ટની મંજૂરી આપવામાં નહીં આવશે. જણાવી દઇએ કે 71000 કરોડના પવર ઇક્વિપમેન્ટ ઇમ્પોર્ટ માંથી 21,000 કરોડના ઇક્વિપમેન્ટ ચીનમાંથી આવે છે.


10:35 AM


ત્રણ દિવસના લાભ પછી માર્કેટમાં ઉપરી સ્તરો પર લાઇટ પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. નિફ્ટી ફરી 10600 પર આવી ગયો છે. દિવસની ઉચાઇથી નિફ્ટી બેન્ક 300 અંક લપસી ગઈ છે. RELIANCE, TCS, INFOSYS અને HUL થી બજારને સપોર્ટ મળી રહ્યું છે.


09:50 AM


આવાઝના એક્સક્લૂસિવ સમાચારો પછી Dredging Corpમાં 6 ટકાનો ઉછાળો આવ્યો છે. ડ્રેજિંગ સેક્ટરમાં પ્રાઇવેટ ભાગીદારી વધારવા માટે સરકારે વર્કિંગ ગ્રુપની રચના કરી છે. જલ્દી નવી મોનેજમેન્ટ પૉલિસી આવશે.


09:35 AM


મોટી રક્ષા ખરીદીની મંજૂરી મળવાથી HAL અને Bharat Dynamicsમાં 5 થી 6 ટકાનો મજબૂત ઉછાળો જોવા મળી રહ્યો છે. અન્ય ડિફેન્સ શેરો પણ જોરદાર ચાલ્યા છે. ચીન સાથેના તનાવ વચ્ચે રક્ષા મંત્રાલયે 38,900 કરોડ રૂપિયાનો પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.


09:25 AM


આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 10,600 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 176 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.5 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.


જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.74 ટકા વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.55 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.62 ટકાની મજબૂતી દેખાય રહી છે.


હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 176.68 અંક એટલે કે 0.49 ટકાના વધારાની સાથે 36020.38 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 56.50 અંક એટલે કે 0.54 ટકાની મજબૂતીની સાથે 10608.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, પ્રાઇવેટ બેન્ક, ફાઈનાન્સ સર્વિસ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, ફાર્મા, મેટલ, આઈટી અને ઑટો શેરોમાં 0.82-0.14 ટકા ની તેજી જોવાને મળી રહી છે. જ્યારે બેન્ક નિફ્ટી 0.50 ટકા વધારાની સાથે 22,062.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બજારમાં કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ટાટા મોટર્સ, યુપીએલ, એક્સિસ બેન્ક, એલટી, બીપીસીએલ અને પાવર ગ્રિડ 1.23-2.17 ટકા સુધી ઉછળા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટાટા સ્ટીલ, મારૂતિ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઈન્ફોસિસ અને એમએન્ડએમ 0.01-0.33 ટકા ઘટ્યો છે.


મિડકેપ શેરોમાં હિંદુસ્તાન એરોન, આઈડીબીઆઈ બેન્ક, ટાટા કંઝ્યુમર, એડલવાઈઝ અને સિન્જિન 6.86-2.38 ટકા સુધી વધ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ક્વેસ કૉર્પ, ઈન્ડિયન બેન્ક, ડાલમિયા ભારત, ગુજરાત સ્ટેટ પેટ્રો અને જેએસડબ્લ્યુ એનર્જી 3.49-0.89 ટકા સુધી લપસ્યા છે.


સ્મૉલકેપ શેરોમાં આરપીપી ઈન્ફ્રા, વાલચંદનગર, જીપીટી ઈન્ફ્રા, ફિલિપ્સ કાર્બન અને કોનફિડેન્સ પેટ્રો 14.21-7.05 ટકા સુધી મજબૂત થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ઓમેક્સ, ઈન્ડિયન મેટલ્સ, રૂચિ સોયા, અબાન ઑફશોર અને રૂચિરા પેપર્સ 9.97-4.99 ટકા સુધી તૂટ્યા છે.