બજાર » સમાચાર » બજાર

Market live: સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ ખૂબ મર્યાદિત રેન્જમાં બજાર, નિફ્ટી 11200 ની નજીક

ના રોજ પ્રકાશિત Fri, 07, 2020 પર 09:29  |  સ્ત્રોત : CNBC-Bajar

01:40 PM


M&Mના પરિણામો Q1માં અપેક્ષા કરતા નબળા રહ્યા હતા. આવક અને નફો અનુમાનથી ઓછા છે. માર્જિન પર દબાણ પણ છે. પરિણામો પછી, શેરમાં નબળાઇ જોવા મળી રહી છે.


01:25 PM


M&M + MVML Q1| પહેલી ક્વાર્ટરમાં કંપનીનો કન્સો નફો 67.8 કરોડ રૂપિયા હતો. એના 214 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતો. આ સમયગાળા દરમિયાન કંપનીની કન્સોની આવક 5589.4 કરોડ રૂપિયા રહી છે જ્યારે 5472 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતો. પહેલા ક્વાર્ટરમાં કોન્સો EBITDA 573.1 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે 632 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતો. પહેલા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સો EBITDA માર્જિન 10.2 ટકા હતો. એના 11.5 ટકા રહેવાનો અનુમાન હતો.


01:20 PM


બજાર મર્યાદિત રેન્જમાં કારોબાર કરી રહ્યું છે. નિફ્ટી 11180 પર અટક્યો છે. નિફ્ટી બેન્કમાં ફ્લેટ કારોબાર કરી રહ્યા છે. મિડકેપમાં સર્કિટ ફિલ્ટરમાં ફેરફાર થતાં ઝડપથી વધારો થયો છે. ઑટો, પાવર, કેપિટલ ગુડ્ઝ શેરોમાં વધારો છે. ફાર્મા, IT, પ્રાઇવેટ બેન્કમાં પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છે.


01:00 PM


સપાતાહના છેલ્લા કારોબારી દિવસે, બજાર ખૂબ મર્યાદિત રેન્જમાં કારોબાર કરી રહી છે. નિફ્ટી 11200 ની નજીક જોવા મળી રહ્યો છે. મિડકેપ શેરો સારી તેજી જોવા મળે છે. infosys, TCS, HDFCથી દબાણ બની રહ્યું છે.


12:30 PM


આત્મનિર્ભર ભારત પેકેજ દરમિયાન સરકારે જાહેરાત કરી હતી કે સરકાર નૉન સ્ટ્રેટજિક સેક્ટરમાં તમામ સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરશે. જ્યારે સ્ટ્રેટજિક સેક્ટરમાં વધુમાં વધુ 4 કંપનીઓ તમની પાસે ખરીદશે. હવે CNBC-Bajarના સત્રોથી એક્સક્લૂસિવ જાણકારી મળી છે કે Strategic sector માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. Strategic sectorમાં 18 સેક્ટર શામિલ કરવામાં આવશે. કેબિનેટ મંજૂરી પછી, એવી કંપનીઓની ઓળખ કરવામાં આવશે સરકાર તેના પાસે રાખશે અને જેનું ખાનગીકરણ કરવામાં આવશે.


12:00 PM


Mindspace Business Parks REIT ની નજીક 11 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ થઈ છે. તે 275 ના ઈશ્યૂ પ્રાઈઝના મુકાબલે 304 પર લિસ્ટ થઈ છે. આ ઈશ્યુ 13 ગણો ભરેલો હતો.11:55 AM

કાચ તેલમાં 5 મહીનાની ઊપરી સ્તરથી દબાણ જોવાને મળી રહ્યુ છે. કોરોનાના વધતા કેસના કારણે અમેરિકામાં ડિમાંડ રિકવરીને લઈને ચિંતા છે. તેના સિવાય સાઉદી અરબે એશિયા માટે સપ્ટેમ્બર ડિલિવરીના ભાવ ઘટાડ્યા છે જેનાથી કિંમતોમાં નબળાઈ છે. બેઝ મેટલ્સમાં પણ આજે નફાવસૂલી જોવાને મળી રહી છે. ડૉલર નિચલા સ્તરથી થોડુ રિકવર થયુ છે જેનાથી મામૂલી નબળાઈ છે. પરંતુ સપ્લાઓઈને લઈને ચિંતાથી નિચલા સ્તર પર સપોર્ટ છે.

11:50 AM

સોના-ચાંદીનો ક્રેઝ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યુ. તેજી એવી છે કે આકાશ પણ ટૂંકું પડતું દેખાય રહ્યુ છે. સોના-ચાંદીએ આજે ​​એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સોનાના ભાવ ઇન્ટ્રાડેમાં 56 હજારને પાર કરી ગયા છે, જ્યારે ચાંદીમાં આશરે 78 હજાર સુધી પહોંચીને થોડી સુસ્તી જોવા મળી રહી છે.

11:46 AM

કેરલમાં 3 દિવસથી ભારી વરસાદથી ઘણા હિસ્સામાં પૂર જેવા હાલાત ઉભા થઈ ગયા છે. ઈડુક્કી જિલ્લામાં એક મોટુ ભૂસ્ખલન જેમાં ઘણા લોકોની ફંસાવાની આશંકા છે. આ વચ્ચે મૌસમ વિભાગે આવતા 24 કલાકમાં ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં ભારી વરસાદના આસાર જતાવ્યા છે. તેના સિવાય તમિલનાડુ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ અને ઓડિશામાં પણ આવતા 5 દિવસોમાં જોરદાર વરસાદનું અનુમાન છે.

11:30 AM

સારા પરિણામોની બાદ GSPL અને TORRENT POWER માં 5 થી 8 ટકાની તેજી બની છે. બન્નેના માર્જિન સુધર્યા છે. પંરતુ નબળા પરીણામોની બાદ VODAFONE IDEA પર દબાણ વધ્યુ છે.

11:22 AM

PHOSPHORIC ACID પર એન્ટી ડંપિંગ ડ્યૂટી 5 વર્ષ સુધી વધવાની ઉમ્મીદમાં GUJARAT ALKALIES માં સારી તેજી જોવાને મળી છે. GUJARAT ALKALIES અને GRASIM ની ફરીયાદની બાદ DGTR એ ડ્યૂટી લગાવાની ભલામણ કરી છે.


11:00 AM


સર્કિટ ફિલ્ટર બદલવા વાળા શૅર ઝોશમાં આવ્યા છે. Jay Bharat Maruti, Globus spirits, Cineline India, Indotech, Gtpl, Hathway અને Delta copr 10થી 15 ટકા સુધી ચાલ્યો છે.


10:25 AM


નબળી શરૂઆત પછી બજારમાં સારી રિકવરી જોવા મળી રહી છે. નિફ્ટી 11 હજાર 200 થી ઉપર રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મિડકેપમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. નિફ્ટી બેન્કમાં પણ લગભગ 200 અંકનો સુધારો થયો છે. Dr reddys, Asian Paints, TCS જેવા શેરમાં બજારને ટેકો મળી રહ્યો છે.


10:15 AM


સોના અને ચાંદીના ભાવો આકાશમાં ઉંચા દેખાઈ રહ્યા છે. MCX પર સોના નવા રિકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. MCX પર ચાંદીનો ભાવ 77 હજાર રૂપિયાને પાર કરી ગયો છે.


09:29 AM


આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં શરૂઆત ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 37,787.38 ની નીચે જ્યારે નિફ્ટીએ 11,142.05 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.2 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.


સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.74 ટકાની મજબૂતી દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.77 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.60 ટકાના ઉછાળાની સાથે કારોબાર થઈ રહ્યો છે.


હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 102.49 અંક એટલે કે 0.27 ટકાના ઘટાડાની સાથે 37922.96 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 24.20 અંક એટલે કે 0.22 ટકા ઘટીને 11176 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, ઑટો, આઈટી, ફાઈનાન્સ સર્વિસિઝ અને ફાર્મા શેરોમાં 6.31-0.31 ટકા વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.74 ટકા ઘટાડાની સાથે 21,483.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એફએમસીજી અને રિયલ્ટી શેરોમાં વધારો દર્જ કરવામાં આવ્યો છે.


દિગ્ગજ શેરોમાં એચસીએલ ટેક, ઈન્ફોસિસ, એચડીએફસી બેન્ક, ટાટા સ્ટીલ, હિરો મોટોકૉર્પ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને ભારતી ઈન્ફ્રાટેલ 0.89-1.69 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં યુપીએલ, ગેલ, બીપીસીએલ, ડૉ.રેડ્ડીઝ, એચડીએફસી લાઈફ, ઈન્ડસઈન્ડ બેન્ક અને સિપ્લા 0.70-1.52 ટકા સુધી વધ્યો છે.


મિડકેપ શેરોમાં એયુ સ્મૉલ ફાઈનાન્સ, સીજી કંઝ્યુમર, અદાણી એન્ટરપ્રાઈઝ, વર્હ્લપુલ અને બીએચઈલએલ 1.87-1.4 ટકા સુધી લપસ્યા છે. જ્યારે બેયર કૉર્પસાઈન્સ, હનીવેલ ઓટમ, ટોરેન્ટ પાવર, અદાણી ટ્રાન્સફર અને અપોલો હોસ્પિટલ 12.05-2.19 ટકા વધ્યો છે.


સ્મૉલકેપ શેરોમાં દીપક નાઈટરાઈટ, જમના ઑટો, ઓમેક્સ, હાથવે કેબલ અને કામધેનુ 5.61-4.05 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ઈલેક્ટ્રોથર્મ, પ્રિન્સ પાઈપ્સ, ડેટામેટિક્સ ગ્લોબલ, ઉષા માર્ટિન અને આરતી ડ્રગ્સ 12.69-7.23 ટકા સુધી મજબૂત થયા છે.