બજાર » સમાચાર » બજાર

બજારની ચાલ સપાટ, Realty Index 7% વધ્યા, Tech Mahindra ટૉપ ગેઇનર

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 59,167.67 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 17,601.10 ની ઊપર છે.
ના રોજ પ્રકાશિત Wed, 22, 2021 પર 09:29  |  સ્ત્રોત : CNBC-Bajar

02:50 PM


COAL INDIA। 2024 સુધી કોલ લોડિંગ ક્ષમતા વધીને 400 રેક પ્રતિ દિવસનું અનુમાન છે. હાલમાં સમયમાં કોલ લોડિંગ ક્ષમતા 260 રેક છે. અત્યારે એનએસઈ પર આ શેર 4.15 રૂપિયા એટલે કે 2.79 ટકાના વધારા સાથે 60.75 ના સ્તર પર જોવા મળી રહ્યો છે.


02:40 PM


Axis Securitiesના રાજેશ પાલવિયાનો બજાર પર અભિપ્રાય


Axis Securitiesના રાજેશ પાલવિયાએ બજારના ઉચર-ચઢાવ છતાં નિફ્ટી પર બુલિશ અંદાજ અપનાવ્યો છે. તેમણે કહ્યું કે નિફ્ટીના ઘટાડામાં ખરીદી થવી જોઈએ. એમાં હાલમાં વેચાણનો અભપ્રાય નથી. નિફ્ટીને 17725 ના આસપાસ 17525 ના લક્ષ્યના ખરીદી કરી શકો છો.


બેન્ક નિફ્ટી પર પોતાનો અભિપ્રાય આપતા રાજેશએ કહ્યું કે તે લપસણો દેખાય છે છતાં પણ તેને ઘટાડા પર ખરીદી કરવું જોઈએ. તેમણે કહ્યું કે બેન્ક નિફ્ટીમાં 36900-36800 ના સ્તર પર ખરીદારી કરો. આમાં 37300 ના સ્તર જોવા મળી શકે છે.


02:30 PM


એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB)એ હાલના ફાઇનેન્શિયલ વર્ષ માટે ભારતની ઇકોનૉમીક ગ્રોથના અનુમાન 11 ટકાથી ઘટાડીને 10 ટકા કર્યો છે. ADBનું કહેવું છે કે કોરોનાની બીજી લહેરને કારણે થયેલા નુકસાનનું ગ્રોથ પર અસર પડશે. તેના પહેલા એપ્રિલમાં ADBએ ઇકોનૉમિક ગ્રોથ માટે 11 ટકાનું અનુમાન આપ્યો હતો.


ગ્રોથને લઇને ADBના એશિયન ડિવેલપમેન્ટ આઉટલુક અપડેટમાં કહ્યું કે મહામારીની અસર અપેક્ષા કરતા ઓછી રહી છે અને તેના કારણે ઘણા રાજ્યોમાં લૉકડાઉનમાં છુટ આપવામાં આવી છે અને ટ્રેવલિંગ શરૂ કરી છે. ફાઇનેન્શિયલ વર્ષના બાકીના ત્રણ ક્વાર્ટરમાં ઇકોનૉમીમાં તેજીથી રિકવરી થવાની આશા છે.


02:20 PM


DICGCએ 21 બેન્કોના ગ્રાહકોને આપી મોટી રાહત, 90 દિવસની અંદર મળી જશે 5 લાખ


ડિપૉઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC)એ સંકટમાં ફસાએલા 21 બેન્કોના ગ્રાહકોને મોટી રાહત આપી છે. DICGCએ કહ્યું છે કે તે RBIની ઑલ-ઈન્ક્લુઝિવ ડાયરેક્શન (AID) લિસ્ટમાં નાખ્યા 21 બેન્કોના ગ્રાહકોને 90 દિવસની અંદર તેમની બેન્કમાં જમા રકમ (મહત્તમ 5 લાખ રૂપિયા સુધી) મળશે.


આ સાથે DICGCએ 21 બેન્કોની લિસ્ટ જારી કરે છે. આ બેન્કોમાં મુંબઈના PMC બેન્ક પણ સામેલ થાય છે, જેને RBI દ્વારા AID લિસ્ટમાં મુકવામાં આવ્યા છે. AID લિસ્ટમાં સામેલ બેન્કોની કામગીરી પર રોક લગાવામાં આવે છે. તેના કારણે હજારો ગ્રાહકોના જમા પૈસા આ બેન્કોમાં ફસાએલા છે, જે તેઓ ઉપાડી નથી શકતા.


02:10 PM


Enam Securitiesના ચેરમેન Vallabh Bhanshaliએ Zee Ent-Sony મર્જરને મહાન ગણાવ્યું છે. Vallabh Bhanshaliના મતે Financial Investors & Strategic Investors અલગ રીતે વિચારે છે. ભારતીય બજારમાં સોની લાંબા સમયથી છે. તેથી, તે આ બજારની મુશ્કેલીઓને સારી રીતે સમજે છે.


02:00 PM


ZEE ENTએ SONY INDIAની સાથે NON BINDING MERGER કરાર કર્યો છે. MERGED કંપનીમાં SONY INDIAની નજીક 53 ટકા હિસ્સો રહેશે. આવતા अलग से लिस्टिंग होगी। डील के बाद ZEE ENT 25% तक दौड़ा शेयर है। અલગથી લિસ્ટિંગ થશે. ડીલ પછી ZEE ENT 25 ટકા સુદી ભાગ્યો છે.


01:50 PM


Covishieldને UK સરકારે મંજૂરી આપી છે. Covishieldને Approved Vaccine કેટેગરીમાં નાખવામાં આવ્યું છે. જણાવી દઈએ કે પહેલા Covishield ડોઝ પણ પણ ક્વોરેન્ટાઈન નિયમો હતા.


01:30 PM


Cheviot Companyએ 6 મહિનામાં આપ્યું 70 ટકા રિટર્ન, જાણો શું છે આ સ્ટક પર એક્સપર્ટનો અભિપ્રાય


સ્ટૉક માર્કેટના માહિર ઇનવેસ્ટર્સ ગણાતા વિજય કેડિયાના પોર્ટફોલિયોમાં સામેલ સ્મૉલકેપ સ્ટૉક Cheviot Companyએ છ મહિનમાં ઇનવેસ્ટર્સને લગભગ 70 ટકાનું રિટરિન આપ્યું છે. તેની પ્રાઇસ 736 રૂપિયાથી વધીને 1,265 રૂપિયા પર પહોંચી ગઈ હતી. આ સમયગાળામાં BSE સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ 34 ટકા વધ્યો છે.


માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે આ એગ્રી ઇન્ડસ્ટ્રી સાથે આ સ્ટૉક પ્રૉફિટ બુકિંગને કારણે વેચી રહ્યો છે પરંતુ તે જલ્દી જ 1,100 રૂપિયાના સ્તરથી ફરી વધી શકે છે. ઇનવેસ્ટર્સને પ્રોફિટ બુકિંગ બાદ તેને ખરીદવાની સલાહ આપવામાં આવે છે. આ સ્ટૉક ઘટીને 1,150 રૂપિયાના સ્તર પર આવી જવાનું આનુમાન છે. તેના વર્તમાન માર્કેટ પ્રાઇસ પર ખરીદીથી બચવું જોઇએ. આ કંપની જ્યુટથી બનેલા પ્રોડક્ટના બિઝનેસ કરે છે. દેશમાં વેચાણની સાથે સાથે આ પ્રોડક્ટ્સના એક્સપર્ટ પણ થાય છે. કંપની પર ઘણું ઓછું દેવું છે અને તે સારું ડિવિડન્ડ પણ આપી રહી છે.


01:20 PM


બજારની મોટી વાતો


US Fedના નિર્ણય પહેલા બજારો સાવધ છે. નિફ્ટી 80 અંકોની રેન્જમાં કારોબાર કરી રહ્યા છે અને તે 17550 ની નજીક જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી બેન્કમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યું છે પરંતુ તેણે 37000 નું સ્તરને હોલ્ડ કર્યા છે. મિડકેપમાં મજબૂત તેજી જોવા મળી રહી છે અને મિડકેપ ઈન્ડેક્સ 400 અંક ઉપર કારોબાર કરી રહ્યા છે. જ્યારે બાજુ અને રિયલ્ટી, મીડિયા, IT શેર્સ ફુલ જોશમાં જોવા મળી રહ્યા છે.


01:12 PM


રિયલ્ટી કંપનીઓમાં મજબૂત તેજી જોવા મળી રહી છે. 11 ટકા તેજી સાથે DLF, GODREJ PROPERTY RECORD HIGH પર કારોબાર કરી રહ્યા છે. INDIABULLS REAL, SOBHA, PRESIGE પણ 5 થી 8 ટકા ઉપર કારોબાર કરી રહ્યા છે.


01:04 PM


APOLLO TYRES, CEAT, JK TYREએ રફ્તાર પકડી છે. ત્રણેય શેરો 3 થી 5 ટકા ઉપર કારોબાર કરી રહ્યા છે. રબરના ભાવ 1 વર્ષની નીચલા સ્તર પર રહોવાથી ટાયર શેરોમાં જોશ મળ્યો છે.


12:50 PM


Mega Textile Parks પર ટેકેસટાઇલ સચિવનું નિવેદન આવ્યું છે. ટેક્સટાઇલ સેક્રેટરીએ કહ્યું કે Mega Textile Parksને કેબિનેટની મંજૂરી જલ્દી મળી શકે છે. આગામી 15 દિવસમાં કેબિનેટ મંજૂરી મળી શકે છે.


12:50 PM


IDBI BANK। ડિસઇન્વેસ્ટમેન્ટના સમાચારો પર IDBI Bank દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે. બેન્કે કહ્યું છે કે સરકારની તરફથી વિનિવેશને લઇને કોઈ માહિતી નથી મળી. બેન્ક વિનિવેશના સમાચારોની પુષ્ટિ કરવાની સ્થિતિમાં નથી. હાલમાં એનએસઈ પર આ સ્ટૉક 0.55 રૂપિયા એટલે કે 1.40 ટકાના ઘટાડા સાથે 38.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે હિસ્સો ખરીદવા માટે 4 કંપનીઓ પાસેથી EoIના સમાચાર હતા.


12:40 PM


ROUTE MOBILE। ઇક્વિટી દ્વારા 2000 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે બોર્ડની મંજૂરી મળી છે. હાલમાં એનએસઈ પર આ સ્ટૉક 43.60 રૂપિયા એટલે કે 2.24 ટકાના વધારા સાથે 1993.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


12:30 PM


બજારના જાણીતા રોકાણકાર Vijay Kediaએ સુરીલ અંદાજમાં કમાણીનો મંત્ર જણાવતા કહ્યું કે બજારમાં તેજીની નવી લહેર જૂની સરખામણીમાં વધુ શક્તિશાળી છે. રોકાણકારો ખાયદા વાળા શેરોમાં નફો કરવા માટે જલ્દી નથી કરી.


12:17 PM


સોનાની ચાલ પર શું છે એક્સપર્ટનો અભિપ્રાય


ગોલ્ડના પ્રાઇસમાં બુધવારે ડોમેસ્ટિક માર્કેટમાં નબળાઈ રહી. MCX પર ગોલ્ડ ફ્યૂચર્સ નજીવો ઘટીને 46,633 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. ચાંદીના રેટમાં 0.7 ટકાનો વધારો થયો છે. અગાઉના સેશનમાં ગોલ્ડમાં 0.7 ટકા અને ચાંદીમાં 1.2 ટકાની તેજી હતી. આ વર્ષ ડોમેસ્ટિક માર્કેટમાં ગોલ્ડના પ્રાઇસેજમાં ઘણી ઉતાર-ચઢાવ રહ્યા છે.


એનાલિસ્ટનું કહેવું છે કે ફેડરલ રિઝર્વની મીટિંગના નિર્ણય આવવાથી પહેલા ગોલ્ડ પર દબાણ રહી શકે છે. અમેરિકાના ફેડરલ રિઝર્વની બે દિવસીય મીટિંગ બુધવારે સમાપ્ત થઈ રહી છે. આમાં બૉન્ડ્સના ખરીદીમાં ઘટાડાની શરૂઆત પર નિર્ણય થઇ શકે છે. આ ઉપરાંત ઇન્ટરેસ્ટ રેટમાં વધારાને લઇને પણ સંકેત મળવાની સંભાવના છે.


એનાલિસ્ટે કહ્યું કે ડૉલરમાં આવી રહી મજબૂતીની અસર ગોલ્ડ પર પડી રહી છે. ફેડરલ રિઝર્વ તરફથી રિઝર્વની તરફથી બૉન્ડ્સની ખરીદીમાં ઘટાડો કરવાની જલ્દી શરૂઆત થઈ શકે છે. જોકે, અમેરિકી ઈકોનૉમી માટે પડકારો હોવાને કારણે ફેડરલ રિઝર્વ કોઇ મોટો નિર્ણય લેવાનું ટાળી શકે છે.


12:05 PM


રિયલ્ટી શેરોમાં મોટી તેજી જોવા મળી રહી છે. રિયલ્ટી ઇન્ડેક્સ 11 વર્ષની ઉપરી સ્તર પર કારોબાર કરી રહ્યા છે. ડિસેમ્બર 2010 ના ઉપરી સ્તર પર રિયલ્ટી ઇન્ડેક્સ પહોંચ્યો છે.


12:00 PM


કૉટનની નવી આવક 10,000 ગાંઠ પ્રતિ દિવસથી વધારે છે. ઉત્તર ભારતથી નવા પાકનું આગમન શરૂ થયું છે. ક્વાર્લિટીના આધાર પર ભાવ 6400-7000 ની વચ્ચે છે એટલે કે કૉટન MSPથી કરતા વધારે ભાવ પર વેચાય છે. 2021-22 માટે સરકારે 5726 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ MSP નક્કી કર્યા છે. નિષ્ણાતોએ કૉટનના ભાવમાં ઘટવાનો અનુમાન વ્યક્ત કર્યો છે.


11:54 AM


ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ JST ઇન્વેસ્ટમેન્ટ્સના આદિત્ય શાહ પાસેથી.


Can Fin homes: ખરીદો, લક્ષ્યાંક - 1000 (1 વર્ષ માટે).


Lumax Industries: ખરીદો, લક્ષ્યાંક - 2200 (1 વર્ષ માટે).


11:40 AM


સોનામાં કારોબાર


ગઈકાલે 1 ટકાની તેજી પછી સોનું આજે સુસ્તી સાથે કારોબાર કરી રહ્યું છે. US Fedના આઉટકમથી પહેલા સોનામાં સપાટ કારોબાર થઇ રહ્યો છે. ચીન સંકટથી ગોલ્ડને નીચલા સ્તરોથી સપોર્ટ મળી રહ્યા છે. ગયા સપ્તાહ કૉમેક્સ પર 1742 ડૉલરના સ્તર પર લપસી ગયો હતો. 1 મહિનાની નીચલા સ્તરથી લગભગ 35 ડૉલરની રિકવરી આવી છે.


11:30 AM


મેટલ્સમાં કારોબાર


મેટલ્સમાં નીચલા સ્તરથી મજબૂત રિકવરી જોવા મળી રહી છે. કેટલાક સપ્તાહ બાદ ચીનમાં ફરી ખરીદી પરત આવી છે. ચીને સતત 17 મા મહિને બેન્ચમાર્ક રેટ સ્થિર રાખ્યો છે. USમાં મજબૂત હાઉસિંગ આંકડાથી પણ મેટલ્સને સપોર્ટ મળી રહ્યો છે. એપ્રિલ બાદ USમાં સૌથી વધુ બિલ્ડિંગ પરમિટ જોવા મળી રહી છે. બજારે US Fedના આઉટકમની રાહ જોઈ રહ્યું છે.


11:20 AM


KPIT TECH। Future Mobility Solutionsમાં 25 ટકા હિસ્સોનો અધિગ્રહણ કરશે. 1.56 કરોડ યુરોમાં 25 ટકા હિસ્સોનું અધિગ્રહણ કરશે. કંપની આગામી 3 વર્ષમાં Future Mobilityમાં સંપૂર્ણ હિસ્સો ખરીદશે.


11:03 AM


Freshworkની રહેશે Nasadaq પર લિસ્ટિંગ, વેલ્યૂએશન વધીને 10 અરબ ડૉલર


કસ્ટમર એંગેજમેન્ટ સૉફ્ટવેર બનાવા વાળી Freshworksએ તેની ઇનિશિયલ પબ્લિક ઑફર (IPO)ના પ્રાઇસ 36 ડૉલર પ્રતિ શેર નક્કી કર્યા છે. કંપનીએ આ પ્રાઈસ એક સપ્તાહમાં બીજી વખત વધારો કર્યો છે. Freshworksનું વેલ્યૂએશન 10 અરબ ડૉલરથી વધારાનું થઇ ગયું છે.


તેના શેરના Nasdaq Global Select Market પર લિસ્ટ થશે. આ પહેલા કંપનીએ IPO માં 32-34 ડૉલર પ્રતિ શેરની પ્રાઇસ રાખી હતી. વર્તમાન શેર પ્રાઇસ પર કંપની પબ્લિક ઑફરથી 1.03 અરબ ડોલર પ્રાપ્ત કરશે.


10:53 AM


Puranik Builders IPO: આ રિયલ એસ્ટેટ કંપનીએ ત્રીજી વખત SEBIની પાસે જમા કર્યા ડૉક્યૂમેન્ટ


રિયલ એસ્ટેટ કંપની પુરાણિક બિલ્ડર્સે એકવાર ફરી ઇનિશિયલ પબ્લિક ઑફર (IPO) માટે સેબીની નજીક પ્રારંભિક ડૉક્યૂમેન્ટ જમા કર્યા છે. આ આઈપીઓ હેઠળ 510 કરોડ રૂપિયાના નવા શેરો જારી કરવામાં આવશે અને કંપનીનો પ્રમોટર ગ્રુપ લગભગ 9.45 લાખ ઇક્વિટી શેરની ઑફર ફૉર સેલ (OFS) લાવશે.


OFS હેઠળ રવિન્દ્ર પુરાણિક અને ગોપાલ પુરાણિક બન્ને 4,75,500 ઇક્વિટી શેર વેચાણ માટે ઑફર કરશે. મુંબઈ મુખ્યાલય વાળી પુરાણિક બિલ્ડર્સ આઈપીઓ પહેલા પ્રી-પ્લેસમેન્ટ ઑફર લાવવા પરા પણ વિચારી કરી રહ્યા છે. જો આ રકમ એકત્ર કરી લીધી છે, તો નવા શેરોમાંથી એકત્ર કરવાની રકમ ઘટાડી શકાય છે.


10:46 AM


REUTERSના હવાલાથી સમાચાર છે કે ભારતમાં 12-18 વર્ષનાં બાળકો માટે વેક્સીન જલ્દી શરૂ થશે. આવતા મહિના 12-18 વર્ષના બાળકોનું વેક્સિનેશન શરૂ થઈ શકે છે.


10:40 AM


Zee Entertainment Stock Price: સોની પિક્ચર્સ ઈન્ડિયાની સાથે Zee Entertainmentમા મર્જરના સમાચાર આવતા જ તેના શેરોમાં મજબૂત તેજી આવી. બુધવારે બજાર ખુલતા જ Zee Entertainmentના શેરોમાં 20 ટકાના અપર સર્કિટ લાગી. ઇન્ટ્રા ડે કારોબારમાં Zee Entertainmentના શેરોએ તેમના 52 સપ્તાહના હાઇએસ્ટ લેવલ પણ સ્પર્શી ગયો. કંપનીના શેરની 52 સપ્તાહના હાઇએસ્ટ લેવલ 319.60 રૂપિયા છે. જો કે, આ પછી થોડી નરમાઈ સાથે Zee Entertainmentના શેરો સવારે 10.20 પર 321 રૂપિયાની નજીક ટ્રેડ કરી રહ્યા હતા.


જણાવી દઇએ કે Zee Entertainmentના બોર્ડ ઑફ ડિરેક્ટર્સએ 22 સપ્ટેમ્બર 2021 ના સોની ફિક્ચર્સ ઇન્ડિયાની સાથે નૉન-બાઇન્ડિંગ ટર્મ શીટ લાગૂ કરવાની મંજૂરી આપી દીધી. આ ડીલ અનુસાર, સોની પિક્ચર્સ ઇન્ડિયા 1.575 અરબ ડૉલરનું રોકાણ કરશે. આ ફંડનો ઉપયોગ કંપનીના ગ્રોથમાં કરવામાં આવશે. મર્જર પછી નવી કંપનીમાં Zee Entertainmentના શેરહોલ્ડર્સની પાસે 47.07 ટકા હિસ્સો રહેશે. જ્યારે સોની પિક્ચર્સ નેટવર્ક્સ પાસે 52.93 ટકા સ્ટેક રહેશે.


10:37 AM


આવો જાણીએ આનંદ રાઠી શૅર્સના મેહુલ કોઠારી પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.


Canara Bank: ખરીદો લક્ષ્યાંક - 168 રૂપિયા, સ્ટોપલૉસ - 152 રૂપિયા.


Power Finance: ખરીદો લક્ષ્યાંક - 144 રૂપિયા, સ્ટોપલૉસ - 130 રૂપિયા.


10:30 AM


ફેડના નિર્ણય પહેલા બજારમાં નિફ્ટી અને નિફ્ટી બેન્કમાં સુસ્ત કારોબાર જોવા મળી રહ્યો છે, પરંતુ મિડકેપ ધ્રૂજી રહ્યું છે. મિડકેપ ઇન્ડેક્સ પર એક ટકાથી વધુ વધ્યો છે. રિયલ્ટી, ઑ, IT સરકારી બેન્ક અને મીડિયા શેરોમાં સૌથી મોટી તેજી જોવા મળી રહી છે.


10:20 AM


આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલી ચીનની મુખ્ય રિયલ્ટી કંપની Evergrandeએ કહ્યું છે કે તે 23 સપ્ટેમ્બરે બૉન્ડ પર ઇન્ટરેસ્ટના પેમેન્ટ કરશે. તેનાથી માર્કેટને થોડી રાહત મળી છે. Evergradeની ડિફૉલ્ટ કરવાથી ગ્લોબલ ફાઇનેન્શિયલ સિસ્ટમ પર અસર થવાની આશંકા હતી.


Evergradeને આ પેમેન્ટ ડૉલર બૉન્ડ પર કરવી છે. આ રકમ લગભગ 3.58 કરોડ ડૉલર રહેવાનું આનુમાન છે. કંપનીના ઑનશોર એક્સચેન્જ ટ્રેડેડ બૉન્ડ્સમાં ટ્રેડિંગ 16 સપ્ટેમ્બરથી રુકી દેવામાં આવ્યું છે જ્યારે Evergradeના માલિક Hengda Real Estate Groupએ એક દિવસ માટે ટ્રેડિંગના રોકવા અરજી કરી હતી. ટ્રેડિંગ 17 સપ્ટેમ્બરે તકનીકી રીતે શરૂ થયો હતો પરંતુ આ બૉન્ડ્સમાં માત્ર મોલભાવ વાળી ટ્રાન્ઝેક્શન્સ થઈ રહ્યા છે. ટ્રેડર્સનું કહેવું છે કે આ વોલેટિલિટીને રોકવા માટે એક પ્રયાસ છે.


10:10 AM


Rupee opening: ડૉલર સામે રૂપિયાની શરૂઆત આજે નબળાઈ સાથે થઈ છે. ડોલર સામે રૂપિયો આજે 9 પૈસા નબળો થઇને 73.70 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે ગઇકાલે એટલે કે મંગળવારના કારોબારમાં ડૉલર સામે રૂપિયો 13 પૈસા મજબૂત થઈને 73.61 ના સ્તર પર બંધ થયો હતો.


10:03 AM


હોટેલ શેરોમાં ઘણી પાર્ટીઓ થઈ રહી છે. આ સપ્તાહ ADVANI HOTELS, TAJ GVK, INDIAN HOTELS અને ROYAL ORCHIDS 10 થી 12 ટકા સુધી ચાલ્યા છે. વાસ્તવમાં વિદેશી પ્રવાસીઓને ભારત યાત્રાની મંજૂરી મળવાની અપેક્ષા છે.


09:56 AM


Petrol Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના નવા દર આજે એટલે કે બુધવારે જાહેર કરવામાં આવ્યા છે. ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 17 માં દિવસે કોઇ ફેરફાર નથી કર્યો. દિલ્હીમાં પેટ્રોલ 101.19 રૂપિયા પ્રતિ લીટર પર અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે. છેલ્લી વખત દર 5 સપ્ટેમ્બરે રેટમાં બદલવામાં આવ્યો હતો, જ્યારે દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ-ડીઝલ 15 પૈસા સુધી સસ્તું થયું હતું.


09:49 AM


AVENUE SUPERMARTS પર બ્રોકરેજનો અભિપ્રાય


GOLDMAN SACHSએ AVENUE SUPERMARTS પર ખરીદીના રેટિંગ આપ્યા છે અને શેરના લક્ષ્ય 4,527 રૂપિયા નક્કી કર્યા છે. તેનું કહેવું છે કે તેણે Conviction લિસ્ટથી શેરને હટાવી દીધો છે. બીજી તરફ ગ્રૉસરી સ્ટોર પર ગ્રાહકોની સંખ્યા વધી છે.


09:41 AM


HUL પર બ્રોકરેજ અભિપ્રાય


Nomuraએ HUL પર ખરીદીના રેટિંગ આપી છે અને સ્ટોકના લક્ષ્ય 2,950 રૂપિયા નક્કી કર્યા છે. તે કહે છે કે અનલૉક સાથે Q2 ની ડિમાન્ડમાં સુધરી છે. જ્યારે જૂનની સરખામણી જુલાઈ-ઓગસ્ટમાં ડિમાન્ડ વધુ સારી દેખાઈ છે. વર્ષના આધાર પર Q2 વૉલ્યુમ ગ્રોથ અનુમાન +5 ટકા રહી છે. તેઓએ આ માટે 2 વર્ષમાં +3 ટકા CAGR વૉલ્યુમ ગ્રોથનો અનુમાન મૂક્યો છે. આ સિવાય ગ્રોથ માટે ડિજિટલ ક્ષમતામાં વિસ્તાર પર કંપનીનું ફોકસ છે.


09:35 AM


સીએનબીસી-બજારના Exclusive સમાચાર અનુસાર, સ્ટેશનો પર IRCTC એરપોર્ટ જેવી સુવિધાઓ આપશે. 12 વધુ શહેરોમાં એક્ઝિક્યુટિવ લાઉન્જ શરૂ કરશે. નવા શહેરોમાં પટના, બનારસ, લખનઉ ચંદીગઢ સામેલ છે. એક્ઝિક્યુટિવ લાઉન્જમાં સ્પા, લાઇબ્રેરી સામેર છે. એક્ઝિક્યુટિવ લાઉન્જમાં multi-Cuisine પણ સામેલ છે. કંપનીને આશા છે કે એક્ઝિક્યુટિવ લાઉન્જથી 60-70 લાખ રૂપિયા કમાશે જ્યારે એક્ઝિક્યુટિવ લાઉન્જ 2-4 કરોડ રૂપિયા ખર્ચ કરશે. 25ની નજીક ફૂડ પ્લાઝા ખોલવાની યોજના છે.


09:24 AM


Dalmia Bharat પર બ્રોકરેજનો અભિપ્રાય


CLSAએ Dalmia Bharat પર outperform રેટિંગ આપ્યું છે અને સ્ટોકના લક્ષ્ય 2,370 રૂપિયા નનક્કી કરી છે. તેમનું કહેવું છે કે કંપનીના વર્ષ 2030 સુધી ક્ષમતા 100-130 mt કરવાનો લક્ષ્ય છે. જ્યારે નાના સમયગાળામાં હાલની ઑપરેશનમાં ગ્રોથના આશા પણ છે.


09:23 AM


સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 59,167.67 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 17,601.10 ની ઊપર છે.


સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.71 ટકાની મજબૂતીની સાથે દેખાય રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.88 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.


હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 8.89 અંક એટલે કે 0.02 ટકાના વધારાની સાથે 59014.16 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 2.60 અંક એટલે કે 0.01 ટકા ઉછળીને 17564.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો અને ઑયલ એન્ડ ગેસ 0.17-0.81% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.29 ટકા ઘટાડાની સાથે 37,128.65 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં ઘટાડો જોવાને મળ્યો.


દિગ્ગજ શેરોમાં ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, બીપીસીએલ, એનટીપીસી, ટાઈટન, એચસીએલ ટેક અને એસબીઆઈ લાઈફ 0.74-2.02 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એચડીએફસી, એક્સિસ બેન્ક, નેસ્લે ઈન્ડિયા, હિરો મોટોકૉર્પ, એચડીએફસી બેન્ક અને શ્રી સિમેન્ટ 0.57-0.96 ટકા સુધી ઘટ્યા છે.


મિડકેપ શેરોમાં ઝી એન્ટરટેનમેન્ટ, સન ટીવી નેટવર્ક, અદાણી પાવર, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ અને હનીવેલ ઓટોમોટિવ 1.75-9.99 ટકા સુધી ઉછળા છે. જ્યારે સેલ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, આઈડીબીઆઈ બેન્ક, ક્રિસિલ અને બજાજ હોલ્ડિંગ્સ 0.39-1.48 ટકા ઘટ્યો છે.


સ્મૉલકેપ શેરોમાં ન્યુક્લિસ સોફ્ટવેર, જીએફએલ, ડિશ ટીવી, બીએલએસ ઈન્ટરનેશન અને હાથવે કેબલ 6.29-12.62 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં એજીસી નેટવર્ક્સ, કિર્તિ ઈન્ડસ્ટ્રીઝ, ગેરવરસી ટેક, એચએલઈ ગ્લાસકોટ અને શ્રીરામ સિટી 4.99-2.37 ટકા સુધી તૂટ્યા છે.