બજાર » સમાચાર » બજાર

Market Live: બજારમાં વધારો, Sensex 245 અંક, Nifty 11,300ની આસપાસ

ના રોજ પ્રકાશિત Tue, 29, 2020 પર 09:31  |  સ્ત્રોત : CNBC-Bajar

સારા વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં લગભગ 240 અંકનો ઉછાળો જોવા મળી રહ્યો છે. દિગ્ગજ શૅરની સાથે જ મિડકેપ શૅરમાં તેજી જોવા મળી રહી છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.75 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. સ્મૉલકેપ શેર્સ પણ ખરીદી જોવા મળી રહ્યા છે. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ 0.95 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. ઓઇલ-ગેસ શેરોમાં પણ આજે તેજી જોવા મળી રહી છે. બીએસઈ ઑઇલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.47 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.


હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 245 અંક એટલે કે 0.64 ટકાના વધારાની સાથે 38225 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 70 અંક એટલે કે 0.63 ટકા ઉછળીને 11,300 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.