બજાર » સમાચાર » બજાર

Market Live: બજાર દિવસના નિચલા સ્તરની નજીક, મેટલ-બેંક શેરોએ બનાવ્યુ સૌથી વધારે દબાણ

ના રોજ પ્રકાશિત Fri, 10, 2020 પર 09:31  |  સ્ત્રોત : Moneycontrol.com

12:45 PM

TATA MOTORS: Q1 JLR ગ્રુપની ગ્લોબલ હોલસેલ વેચાણ વર્ષના આધાર પર 64 ટકા ઘટી છે.


12:15 PM


Yes Bankના FPO માટેનો પ્રાઇસ બેન્ડ 12-13 રૂપિયા પ્રતિ શૅર નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રાઇસ બેન્ડ હાલના ભાવથી 50 ટકા ડિસ્કાઉન્ટ પર છે.


12:00 PM


સપ્તાહના અંતિમ દિવસે, બજારમાં ફાયદાવસૂલી જોવા મળી રહી છે. નિફ્ટી 10750 ની નજીક જોઈ રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં પણ 300 અંકનો ઘટાડો જોવા મળી રહ્યા છે. HDFC Twins, ICICI Bank અને AXIS બેન્કે સૌથી વધુ દબાણ બનાવ્યું છે.


11:30 AM


બજારમાં દબાણ જોવાને મળી રહ્યુ છે. સેન્સેક્સ 213 અંક અને નિફ્ટી 62 અંક તૂટીને કારોબાર કરી રહ્યા છે. બેન્કિંગ શેરોમાં પણ દબાણના ચાલતા બેન્ક નિફ્ટી 1.34 ટકાનો ઘટાડાની સાથે કામકાજ કરી રહ્યા છે.

11:00 AM

અમારી સહયોગી સીએનબીસી-આવાઝના સૂત્રોથી મળેલી જાણકારીના મુજબ IRCTC ની વાધારે પ્રાઈવેટ ટ્રેન લાવવાની તૈયારી કરી રહી છે. IRCTC પ્રી બિડ કૉન્ફ્રેંસમાં શામિલ હશે. તમને જણાવી દઈએ કે પ્રી બિડ કૉન્ફ્રેંસ 21 જુલાઈના થવા વાળી છે. IRCTC લીલામી પ્રક્રિયામાં પણ ભાગ લેસે. 30,000 કરોડ રૂપિયાનો પૂરો પ્રોજેક્ટ રહેશે. તેના માટે રેલ મંત્રાલય દસ્તાવેજ તૈયાર કરી રહી છે. IRCTC ના પ્રાઈવેટ ટ્રેન ચલાવાનો અનુભવ છે. દિલ્હી-લખનઉ, મુંબઈ-અમદાવાદની વચ્ચે ટ્રેન ચાલશે.


10:15 AM

નબળી શરૂઆતની બાદ બજારમાં નિચલા સ્તરોથી સારી રિકવરી જોવાને મળી છે. નિફ્ટી 10800 ની ઊપર આવી છે. બજારને સ્ટૉંગ સપોર્ટ રિલાયન્સ થી મળી રહ્યો છે, પરંતુ બેન્કિંગ શેર બજારમાં દબાણ બનાવાનું કામ કરી રહ્યા છે.

10:00 AM

અમારી સહયોગી ચેનલ આવાઝની એક્સક્લૂઝિવ વાતચીતમાં બોલી TCS નું મેનેજમેન્ટ બીજા ક્વાર્ટરથી માર્જિન અને ગ્રોથમાં સુધારો દેખાશે. પહેલા ક્વાર્ટરમાં અનુમાનથી આવક અને નફો ઓછો રહ્યો છે.

09:50 AM

રિલાયન્સ અને BP એ મળીને નવુ ફ્યુલ JV શરૂ કર્યુ. જોઈન્ટ વેન્ચરમાં રિલાયન્સની 51 ટકા તો BP ની 49 ટકા ભાગીદારી રહેશે. Jio-BP બ્રાંડની હેઠળ ફ્યુલનું વેચાણ થશે. રિલાયન્સ ના શેરમાં 1 ટકા વધારે મજબૂતી છે.

09:45 AM

ફાર્મા શેરોમાં ખરીદારીનો મુડ જોવાને મળી રહ્યો છે. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ બીજા દિવસે વધ્યો છે. SUN PHARMA, BIOCON, DIVIS LAB અને AURO PHARMA માં 2 થી 3 ટકાની મજબૂતી જોવાને મળી રહી છે.

09:35 AM

ફિનાઈલ પર એન્ટી ડંપિંગ ડ્યુટી 6 મહીના સુધી વધારી દેવામાં આવી છે. તેના પર નાણાં મંત્રાલયે નોટિફિકેશન રજુ કરી દીધુ છે. Hindustan Organics Chem, Deepak Phenolics,SI, Group India એ તેની માંગ કરી હતી.

09:24 AM


આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 36,526.22 સુધી લપસ્યા જ્યારે નિફ્ટીએ 10,757.80 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.

સ્મૉલકેપ શેરોમાં મજબૂતી અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.16 ટકાની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.19 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.07 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 110.72 અંક એટલે કે 0.30 ટકાના ઘટાડાની સાથે 36626.97 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 30.20 અંક એટલે કે 0.28 ટકા ઘટીને 10783.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, પીએસયુ બેન્ક, ઑટો, રિયલ્ટી, આઈટી, એફએમસીજી અને  ફાઈનાન્સ સર્વિસિઝ શેરોમાં 0.66-0.15 ટકા વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.78 ટકા ઘટાડાની સાથે 22727.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ફાર્મા શેરોમાં મજબૂતી દેખાય રહી છે.


દિગ્ગજ શેરોમાં અદાણી પોર્ટ્સ, ભારતી ઈન્ફ્રાટેલ, ઈન્ડસઈન્ડ બેન્ક, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા, એચડીએફસી અને ટાઈટન 1.43-3.09 ટકા સુધી ઘટ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં સન ફાર્મા, એસબીઆઈ, યુપીએલ, રિલાયન્સ, ભારતી એરટેલ અને સિપ્લા 0.88-1.89 ટકા સુધી વધ્યા છે.

મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, આઈડીબીઆઈ બેન્ક, ટાટા પાવર, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ અને પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ 4.99-1.97 ટકા સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં મેક્સ ફાઈનાન્શિયલ, વેરેક એન્જિનયર્સ, કેસ્ટ્રોલ, એલએન્ડટી ઈન્ફોટેક અને પેજ ઈન્ડસ્ટ્રીઝ 2.69-1.20 ટકા સુધી ઉછળા છે.

સ્મૉલકેપ શેરોમાં એમએસટીસી, પોકરણા, ફ્યુચર લાઈફ, વાલચંદનગર અને સ્ટરલિંગ એન્ડ વિલ્સ 5.35-4.98 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં સિમેક, કારબોરડંમ, ગુલિફ બાયો, શ્રદ્ઘા નિટ્રો અને એફેલ ઈન્ડિયા 11.29-5.00 ટકા સુધી મજબૂત થયા છે.