બજાર » સમાચાર » બજાર

Market Live: નિફ્ટી 11200 ની નજીક, મિડકેપ ઈન્ડેક્સ વગભગ 200 અંક તૂટ્યો

ના રોજ પ્રકાશિત Tue, 22, 2020 પર 09:28  |  સ્ત્રોત : Moneycontrol.com

12:56 PM


નબળા વૈશ્વિક સંકેતો સતત બજાર પર ચોથા દિવસે ફટકાર્યા છે. ભારી ઉઠાપટકની વચ્ચે નિફ્ટી હવે 11,200 ની નજીક કારોબાર કરી રહ્યો છે. મિડકેપ ઈન્ડેક્સથી વધારે પછાડવામાં આવ્યો છે, તે આજે લગભગ 200 અંક તૂટી ગયો છે અને નિફ્ટી બેન્ક પણ નબળાઇ સાથે કારોબાર કરી રહી છે.


12:26 PM


બજારમાં સતત ચોથા દિવસે નબળાઇ જોવા મળી છે. નિફ્ટી 11,200 ની નીચે આવી ગયો છે. મેટલ, ઑટો, રિયલ્ટી, ઓઇલ એન્ડ ગેસ શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ પસંદગીના મિડકેપ અને બેન્કિંગ શેરોમાં નીચા સ્તરથી સુધારો જોવા મળ્યો છે.


ત્યારે AMB UP મલ્ટિ-કેપ ફંડ્સ પર SEBI અધ્યક્ષ સ્પષ્ટતા દ્વારા કરવામાં આવી છે કે તેઓ સ્મૉલકેપમાં રોકાણ માટે દબાણ નથી કરી રહ્યા, પરંતુ બેન્ચમાર્ક અનુસાર રોકાણ કરવું જોઈએ.


11:50 AM


CHEMCON SPECIALITYનો IPO બીજા દિવસે સવારે 11:30 વાગ્યા સુધી 6.8 ગણું ભરાયો છે. ત્યારે CAM SERVICES LTDનો IPO બીજા દિવસે સવારે 11:30 વાગ્યા સુધી 1.05 ગણું ભરાયો છે.


11:32 AM


ફાર્મા શેરોમાં રિકવરી જોવા મળી રહી છે. ડિવીસ, સન ફાર્મા, ડોક્ટર રેડ્ડીઝ, સિપ્લા જેવા શેર્સમાં નીચલા સ્તરથી સારી સુધારો જોવા મળ્યો છે. પરંતુ આજે ફોકસમાં અરવિંદો ફાર્માના શૅર છે. હકીકતમાં, અરવિંદો ફાર્મામાં આ દિવસોમાં બ્રોકરેજ ખૂબ તેજી છે.


11:14 AM


GMM PFAUDLERની OFS નૉન રિટેલના માટે ખુલે છે. આમાં પ્રમોટર 25 લાખ 71 હજાર શેર વેચશે. આ સમયે લગભગ 33 ટકા ડિસ્તાઉન્ટ પર 3500 રૂપિયા ફ્લોર પ્રાઇઝ છે. આ શેરમાં 10 ટકા લોઅર સર્કિટ લગ્યા છે.


10:40 AM


બજારમાં સતત ચોથા દિવસે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 11 હજાર 200 ની નીચે લપસી ગયો છે. મિડકેપમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી છે અને મિડકેપ 100 ઈન્ડેક્સ 2 ટકા ઘટીને 5 સપ્તાહના નીચા સ્તર પર પહેચ્યો છે.


10:15 AM


નિફ્ટી બેન્કમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી છે. ડાઓ વાયદામાં નીચલા સ્તરથી સુધારો જોવા મળ્યો છે. ડાઉ ફ્યુચર્સ નીચેથી 70 પોઇન્ટ સુધર્યો હતો, જે અહીંના બજારોમાં પણ એક ઉછાળો જોવા મળ્યો છે.


09:47 AM


SBIએ મોરટોરિયમ 2 વર્ષ માટે વધાર્યું. SBIએ રિટેલ લોન માટે મોરેટોરિયમ વધાર્યો છે.


09:24 AM


મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક ઘટાડો દર્શાવે છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 37,978.77 સુધી ઘટ્યા જ્યારે નિફ્ટીએ 11,226.95 સુધી તૂટ્યા છે. સેન્સેક્સ 0.11 અને નિફ્ટીમાં 0.23 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.39 ટકાની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.94 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.29 ટકાના ઘટીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 41.75 અંક એટલે કે 0.11 ટકાના ઘટાડાની સાથે 37992.39 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 25.90 અંક એટલે કે 0.23 ટકા તૂટીને 11224.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, એફએમસીજી, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં 0.98-0.26 ટકા ખરીદારી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.40 ટકા નબળાઈની સાથે 21,280.65 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે આઈટી અને ફાર્મા શેરોમાં મજબૂતી છે.


દિગ્ગજ શેરોમાં અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ, ઝિ એન્ટરટેનમેન્ટ, બીપીસીએલ, હિંડાલ્કો, ગેલ અને ટાટા સ્ટીલ 2.61-5.58 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચયુએલ અને બ્રિટાનિયા 0.46-1.41 ટકા સુધી વધ્યો છે.

મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, અદાણી ગ્રીન, કેનેરા બેન્ક, જિંદાલ સ્ટીલ અને એન્ડ્યુરન્સ ટેક્નોલૉજી 4.98-3.71 ટકા સુધી લપસ્યા છે. જ્યારે રાજેશ એક્સપોર્ટ્સ, 3એમ ઈન્ડિયા, મોતિલાલ ઓસવાલ, હનીવેલ ઑટો અને કેસ્ટ્રોલ 1.13-0.39 ટકા વધ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં જીએમએમ પફ્ડલર, જમના ઑટો, લિનકોલ ફાર્મા, ન્યુલેન્ડ લેબ અને પોલિ મેડિક્યોર 10-5.83 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં કારદા કન્સટ્રક્ટ, સિગનિટી ટેક, એચએસઆઈએલ, આરતી ડ્રગ્સ અને મેજેસ્કો 4.90-2.32 ટકા સુધી મજબૂત થયા છે.