બજાર » સમાચાર » બજાર

એક્સપાયરીના દિવસે બજારમાં ઉતાર-ચઢાવ, નિફ્ટી 10,630 ની ઉપર રહેવામાં સફળ

ના રોજ પ્રકાશિત Thu, 16, 2020 પર 09:35  |  સ્ત્રોત : Moneycontrol.com

02:30 PM


બેન્ક નિફ્ટી દિવસના ઉચ્ચ સ્તર પર કારોબાર કરી રહ્યો છે. બેન્ક નિફ્ટી નીચેથી લગભગ 400 અંક સુધર્યા છે. બેન્ક નિફ્ટીના 12 માંથી 7 શેરોમાં ખરીદી જોવા મળી છે.


02:20 PM


Vodafone RedX પ્લાન પર TDSATએ નિર્ણય સુરક્ષિત રાખ્યું છે.


02:10 PM


DILIP Buildcon| JVને નવા EPC પ્રોજેક્ટ માટે LoA 1900 કરોડ રૂપિયાના નવા EPC પ્રોજેક્ટ માટે LoA પ્રાપ્ત થયો છે.


02:00 PM


નીચા સ્તરોથી સુધરીને Niftyમાં 10650 ને પાર કારોબાર કરી રહ્યો છે. Infosys, M&M, Cipla બજારને ટેકો આપી રહ્યા છે. Nifty Bankમાં પણ દિવસના Lowsથી 200 અંકની રિકવરી જોવા મળી છે. ડૉલર સામે રૂપિયો દિવસના highs પર જોવા મળી રહ્યો છે.


01:30 PM


TDSATમાં Voda ideaની અરજી પર સુનાવણી શરૂ થઈ છે. Vodafone RedX પ્લાન પર સુનાવણી શરૂ થઈ છે. TRAIએ TDSATમાં જવાબ દાખલ કર્યો છે. TRAIના મુજબ ટેલીકોમ કંપનીથી 2017 માં કન્સલ્ટેશન કર્યા હતા. TRAIએ બ્રોડબેન્ડની ન્યૂનતમ સ્પીડ પર કન્સલ્ટેશન ક્યું છે. કંપનીએ કહ્યું હતું કે ન્યૂનતમ સ્પીડની ગેરેન્ટી નહીં આપી શકાતા.


01:10 PM


AB MOney Q1| વાર્ષિક આધાર પર પહેલા ક્વાર્ટરમાં કંપનીને નફો 3.5 કરોડથી વધીને 3.54 કરોડ રૂપિયા રહ્યા છે જ્યારે આવક 44.7 કરો રૂપિયાથી ઘટીને 43.8 કરોડ રૂપિયા થઈ ગઇ છે.


01:05 PM


GET&D INDIA। Nippon India MFએ મંગળવારે 2.4 ટકા હિસ્સા વેચશે.


01:00 PM


એક્સપાયરીના દિવસે બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. બજારમાં નીચલા સ્તરે રિકવરી જોવા મળી રહી છે. નિફ્ટી 10650 ની ઉપર રહેવામાં સફળ રહ્યા છે. સિમેન્ટ, FMCG, ટેલિકોમ શેરોમાં દબાણ જોવા મળી રહ્યું છે. અહીં, મેટલ, NBFC, રિયાલિટી શેરોમાં ખરીદી જોવા મળી રહી છે.


12:40 PM


RBIએ ARCs (Asset Reconstruction Companies)માટે ફેર પ્રેક્ટિસ કોડ જારી કર્યો છે. જણાવી દઇએ કે સંપત્તિના અધિગાહણમાં ARCsના માટે પ્રાદર્શિતા જરૂરી હોય છે. ખરીદદારો સાથે ડીલિંગમાં IBCના સેક્શન 29A લાગુ થશે.


12:30 PM


રેલવે, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે પોતાના અધિકારીક નિવેદનમાં કહ્યું છે કે રેલવેના મોટા પાયે સોલાર પ્રોજેક્ટ લગાવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રેલ્વે 2030 સુધીમાં 20 GW ક્ષમતાના સોલર પ્રોજેક્ટ્સ લગાવશે. રેલ્વે સોલર પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે દેશ ઇક્વિપમેન્ટનું ઉપયોગ થશે. રિન્યૂએબલ દેશી ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરે છે.


12:20 PM


કાચ્ચા તેલમાં ઉપરના સ્તરથી દબાણ જોવા મળી રહ્યું છે. ઓપેક ઓગસ્ટથી સપ્લાય વધારવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે કિંમતો પર દબાણ છે. પરંતુ અમેરિકામાં ઇન્વેન્ટરી ઘટવાથી કિમતોમાં ટેકો મળી રહી છે. બેઝ મેટલ્સ આજે ચારે બજુ નફાવસૂલી હાવી છે. બેઝ મેટલ્સ ઉપરના સ્તરે પ્રોફિટ બુકિંગના દબાણ હેઠળ છે. જો કે સપ્લાઇમાં રોકાવતને કારણે કીમતોને સપોર્ટ મળી રહ્યો છે. MCX પર કૉપરના ભાવ 500ની નીચે છે.


12:15 PM


સોનામાં આજે નાની રેન્જમાં કારોબાર કરી રહ્યું છે, પરંતુ MCX પર સોનું રિકોર્ડ સ્તરના ખૂબ નજીક ટ્રેડ કરી રહ્યું છે. કોરોના વેક્સીનને લઇને સારા સમાચાર આવ્યા છે પરંતુ સોનામાં સેફ હેવન ડિમાન્ડ બની છે. સોનાના ઝવેલરી ડિમાન્ડ તો સુસ્ત છે પરંતુ રોકાણની માંગ મજબૂત છે. ચાંદીમાં આજે વધારાની સાથે 53 હજારની ઉપર કારોબાર થઇ રહ્યું છે. ગોલ્ડ ETFમાં રોકાણ વધ્યું છે. 2020 ના પહેલા છ મહિનામાં 3,500 કરોડનું રોકાણ થયું છે જ્યારે 2019 ના પહેલા છ મહિનામાં 160 કરોડ રૂપિયા બહાર આવ્યા છે.


12:05 PM


Tata Power| કંપનીને હાઇબ્રિડ રિન્યૂએબલ પાવર પ્રોજેક્ટ માટેનો ઓર્ડર મળ્યો છે. આ ઑર્ડર 225 MWના પાવર પ્રોજેક્ટનો મળ્યો છે.


12:00 PM


DMC Shriram| 21 જુલાઈએ બોર્ડની બેઠક મળશે. બોર્ડની બેઠકમાં રકમ ભેગી કરવા પર વિચાર થઇ શકે છે.


11:57 AM


આઇટી અને ઑટો શેરો સિવાય નિફ્ટીના તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં કામકાજ કરી રહ્યા છે. નિફ્ટીનો આઇટી ઇન્ડેક્સ 5.68 ટકા અને ઓટો શેરમાં 0.70 ટકાના વધારા સાથે કામકાજ કરી રહ્યો છે.


11:45 AM


સુગર મિલો માટે રાહતના સમાચાર છે. ગ્રુપ ઑફ મિનિસ્ટરએ ખાંડના મિનિમમ સેલિંગ પ્રઇઝ વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. GoMએ આવતા સીજનના માટે ખાંડના ભાવ 2 રૂપિયા પ્રતિ કિલો વધારો કરવા માટે મંજૂરી આપી દીધી છે, ત્યારબાદ તેને ખાંડનો MSP 31 રૂપિયાથી વધારીને 33 રૂપિયા પ્રતિ કિલો કરવાની મંજૂરી આપવામાં આવી છે. ખાંડનો નવો MSP 1 ઓક્ટોબરથી અમલમાં આવશે.


11:35 AM


MoS Financeએ કહ્યું છે કે આત્મનિર્ભર ભારત માટે ઘરેલું મેન્યુફેક્ચરિંગ પર ભાર મૂકવામાં આવશે. દેશમાં એનર્જી ઇંમોર્ટ બિલ ખૂબ વધારે છે. રિન્યૂએબલ ઇક્વિપમેન્ટ પ્રોડક્શને વધારો મળી રહ્યા છે. સોલર ઇન્વર્ટર, મોડ્યુલ પર બેસિક કસ્ટમ ડ્યુટી કરવાનું નક્કી કર્યું છે. ઘરેલું ઇક્વિપમેન્ટને પ્રોત્સાહન આપતી કંપનીઓનો માટે સસ્તા લોન આપશે.


11:25 AM


Cadila Health। Doxycycline ઇન્જેક્શનને USFDA થી મંજૂરી મળી રહી છે.


11:25 AM


બજાકમાં ઉપરી સ્તરેથી લાઇટ પ્રોફિટ બુકિંગમાં બજારમાં હાવી થતી જોવા મળી રહી છે. સેન્સેક્સ હાલમાં 203.55 અંક અથવા 0.56 ટકાના વધારા સાથે 36,255 ના સ્તર પર કારોબાર કરી રહી છે. તો નિફ્ટી 37.10 અંક એટલે કે 0.35 ટકાના વધારા સાથે 10650 ની ઉપર જોવા મળી રહ્યો છે.


10:45 AM


અપેક્ષા કરતા સારા પરિણામ પછી માર્કેટ લીડર infosysમાં 12 ટકાનો તેજી જોવા મળી રહી છે. અન્ય IT શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે. ALL Time High પર HCL Tech, TCS અને infosys દેખાય રહ્યા છે. નિફ્ટી IT ઇન્ડેક્સ 6 ટકા ચાલ્યો છે. નિફ્ટી IT ઇન્ડેક્સ અતિયાર સુધી સૌથી ઉપરી સ્તર પર પહોંચી ગયો છે.


10:30 AM


માર્કેટમાં નીચા સ્તરે સારી રિકવરી જોવા મળી રહી છે. આજના Lowથી નિફ્ટી 80 એ નિફ્ટી બેન્કમાં 200 અંકની સુધારા છે. માર્કેટમાં સંભાળવા INFOSYS, TCS અને RELIANCEના સૌથી વધારે યોગદાન રહ્યા છે.


10:23 AM


ખેતીમાં વપરાતા power Tiller ઇંપોર્ટ પર સ્ક્રૂ કડક કરો. હવે આયાત માટે સરકારની મંજૂરી જરૂરી રહેશે. વાણિજ્ય મંત્રાલયે આ માટે નોટિફિકેસન રજૂ કરી છે. Power Tillerથી સંકળાયેલ GREAVES COTTON, VST TILLER TRACTORSના શેરમાં 5 થી 7 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.


10:20 AM


દિગ્ગજની સાથે નાના-મધ્યમ IT શેર પણ ચમક્યા છે. પરિણામ પછી L&T INFOTECH લગભગ 5 ટકા ચાલ્યું છે. MPHASIS, NUCLEUS SOFT, MINDTREE જેવા શેર્સમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે.


10:10 AM


પરિણામો પછી, Federal Bankમાં શાનદાર રેલી જોવા મળી રહી છે. આ શેર 6 ટકાથી વધુ ચાલ્યા છે. અન્ય બેન્કિંગ શેરમાં પણ સુધારો થયો છે.


09:55 AM


સીએનબીસી-બજારના એક્સક્લૂસિવ સમાચાર અનુસાર Shipping Freight ચાર્જમાં વધારો થવાથી SCI સહેત અન્ય શિપિંગ શેરોમાં એક્શન વધતો જોવા મળી રહ્યો છે. શિપિંગ લાઇને 2 હજાર ડોલર પ્રતિ કન્ટેનર સુધી ચાર્જ વધાર્યા છે.


09:40 AM


Bajaj Fin| 1.73 લાખ શેરના 3 મોટા સોદા થયા છે. 3169-3182 રૂપિયા પ્રતિ શેર પર 3 મોટા સોદા થયા છે.


09:35 AM


આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 10600 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 61 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ 0.17 ટકા અને નિફ્ટી 0.01 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.


જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલી દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.60 ટકા વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.98 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.97 ટકાની નબળાઈ દેખાય રહી છે.


હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 61.58 અંક એટલે કે 0.17 ટકાના વધારાની સાથે 36113.39 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 0.90 અંક એટલે કે 0.01 ટકાની મજબૂતીની સાથે 10617.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, પીએસયુ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, રિયલ્ટી, ઑટો, ફાર્મા, મેટલ અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં 1.67-0.18 ટકા ની નબળાઈ જોવાને મળી રહી છે. જ્યારે બેન્ક નિફ્ટી 1.24 ટકા વધારાની સાથે 21,076.90 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બજારમાં કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક, એમએન્ડએમ અને વિપ્રો 0.93-10.29 ટકા સુધી ઉછળા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ભારતી ઈન્ફ્રાટેલ, આઈઓસી, યુપીએલ, આઈટીસી, ઝિ એન્ટરટેનમેન્ટ, ટાઈટન અને શ્રી સિમેન્ટ 1.94-3.16 ટકા ઘટ્યો છે.


મિડકેપ શેરોમાં ફેડરલ બેન્ક, એલએન્ડટી ઈન્ફોટેક, એમફેસિસ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને કેઆઈઓસીએલ 6.62-2.27 ટકા સુધી વધ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, એડલવાઈઝ, રેમકો સિમેન્ટ્સ, વરોક એન્જીનિયર્સ અને એલએન્ડટી ફાઈનાન્સ 4.97-2.96 ટકા સુધી લપસ્યા છે.


સ્મૉલકેપ શેરોમાં ટ્રિજેન ટેક, બોરોસિલ, ડેટામેટિક્સ ગ્લોબલ, ઝેનસાર ટેક અને કેટી 4.98-4.57 ટકા સુધી મજબૂત થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં આઈઓએલ કેમિકલ્સ, ફિનોલેક્સ કેમિકલ્સ, અપોલો માઇક્રો સિસ્ટમ, મિંડા કૉર્પ અને હાથવે કેબલ 6.9-5.71 ટકા સુધી તૂટ્યા છે.