બજાર » સમાચાર » બજાર

Market Live: બજાર દિવસના ઉપરી સ્તરો પર, નિફ્ટીના 50 માંથી 41 શેરોમાં તેજી

સેન્સેક્સ 0.5 અને નિફ્ટીમાં 0.6 ટકાની ઊપર મજબૂતી સાથે જોવામાં આવી રહ્યા છે.
ના રોજ પ્રકાશિત Mon, 02, 2021 પર 09:22  |  સ્ત્રોત : CNBC-Bajar

03:05 PM


ભારત બાયોટેકના Covaxinના વેચાણ પર ICMRને મળશે 5 ટકા રૉયલ્ટી


ભારત બાયોટેક (Bharat biotech) તેની કોરોના વાયરસ વેક્સીન કોવાક્સિન (Covaxin)ના કુલ વેચાણ પર ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ને 5 ટકા રૉયલ્ટી ચૂકવવી પડશે. અંગ્રેજી અખબાર ધ હિન્દુના એક રિપોર્ટ મુજબ, ભારત બાયોટેક અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા સંયુક્ત રીતે વિકસિત કોવાસીનનો ઉપયોગ બૌદ્ધિક સંપદા હેઠળ નિયંત્રિત થાય છે. આ જ કારણ છે કે આઈસીએમઆરને રૉયલ્ટીને ચૂકવવી કરવું છે.


02:52 PM


Avadh Sugar Q1 (YoY)। પહેલા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સો નફો 10 કરોડ રૂપિયાથી વધીને 18 કરોડ રૂપિયા પર રહી છે. કન્સો આવક 563 કરોડથી વધીને 618 કરોડ રૂપિયા પર રહી છે.


02:45 PM


Emami Q1 ( YoY)। પહેલા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સો નફો 39.6 કરોડ રૂપિયાથી વધીને 78 કરોડ રૂપિયા પર આવી ગઇ છે. કોન્સો આવક 481 કરોડથી વધીને 661 કરોડ રૂપિયા રહી છે. કંપનીનો ઘરેલૂ વૉલ્યુમ ગ્રોથ 38 ટકા રહી છે.


02:19 PM


 


Carborundum Q1: પહેલા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સો નફો 20 કરોડ રૂપિયાથી વધીને 77 કરોડ રૂપિયા પર આવી ગઇ છે. કોન્સોની આવક 443 કરોડથી વધીને 705 કરોડ પર રહી છે. કોન્સો EBITDA 37 કરોડથી વધીને 112 કરોડ રહી છે. કોન્સો EBITDA માર્જિન 8.4 ટકાથી વધીને 15.9 ટકા પર આવી ગઇ છે.


02:19 PM


બજાર દિવસના ઉપરી સ્તર પર કારોબાર કરી રહ્યું છે. નિફ્ટીના 50 માંથી 41 શેરોમાં તેજી જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના 30 માંથી 22 શેરોમાં તેજી આવી છે. બેન્ક નિફ્ટીના 12 માંથી 8 શેરો તેજી પર હાવી છે.


02:15 PM


સપ્તાહના પહેલા દિવસે Bullsએ મજબૂતી દર્શાવી છે. નિફ્ટી 15900 ની નજીક પહોંચી ગયો છે. RIL, INOSYS, TCS અને AXIS Bank જોશ ભર્યા છે. Bank નિફ્ટી પણ તેજ થઈ રહી છે. MIDCAP INDEX આઉટપરફૉર્મ કરી રહ્યા છે.


02:05 PM


લૉન્ચ થઇ IDFC Mutual Fundનું નવું US-focused ફંડ


IDFC Mutual Fund (MF)એ તેની પહેલા ઇન્ટરનેશનલ સ્કીમ લૉન્ચ કર્યા છે. તેનું નામ IDFC US Equity Fund of Fund (IDFCUS FoF). આ ફંડ જેપી મૉર્ગન યુએસ ગ્રોથ ફંડ (JPMUSG)માં રોકાણ કરશે. જે લગભગ 1.8 અરબ ડૉલરનું ફંડનું મેનેજમેન્ટ કરે છે.


01:50 PM


ABB INDIA। કંપનીએ Audi India સાથે કરાર કર્યું છે. Audi Indiaની સાથે ચાર્જિંગ સૉલ્યુશન્સ માટે કરાર કર્યું છે. કંપની Audi Indiaને ચાર્જિંગ સૉલ્યુશન્સ આપશે.


01:40 PM


Kalyani Steels Q1: પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો 8.6 કરોડથી વધીને 69.8 કરોડ પર આવી ગઇ છે. જ્યારે આવક 121 કરોડથી વધીને 390 કરોડ થઈ છે. EBITDA 15 કરોડથી વધીને 95.7 કરોડ રૂપિયા પર અને EBITDA માર્જિન 12.3 ટકાથી વધીને 24.6 ટકા પર આવી ગઇ છે.


01:27 PM


ઇટાલિયન લક્ઝરી બ્રાન્ડ બલ્ગારી (Bvlgari)એ સોમવારે કહ્યું કે તેણે અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ (Priyanka Chopra Jonas)ને તેની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી છે.


01:25 PM


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે e-RUPIને લૉન્ચ કરશે. સરકારી યોજનાઓ હેઠળ, જરૂરિયાતમંદોને સીધા પૈસા પહોંચાડવાના હેતુથી નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે, QR કોડ પ્રી પેડ વાઉચર e-RUPIથી નાણાં મેળવવા માટે કોઇ કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ્પા અથવા ઇન્ટરનેટ બેન્કિંગની જરૂર નહીં રહેશે.


01:11 PM


VODAFONE IDEA। કુમાર મંગલમ બિરલાએ સરકારને પત્ર લખી છે અને કહ્યું છે કે સરકારને VI માં કંપનીનો હિસ્સો લેવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે જો સરકાર તરફથી તાત્કાલિક મદદ નહીં મળે તો VI સમાપ્ત થવાની આરે છે. KM Birlaએ AGR પર સરકારને પરિસ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું છે. તેઓએ બાકી પર પૂરતી Moratorium અને ફ્લોર પ્રાઇસની પણ માંગ કરી છે. તેમણે પત્રમાં કહ્યું છે કે રોકાણકારો ટેલિકૉમ બજારમાં 3 પ્લેરને લઇને સરકાર પાસેથી સ્પષ્ટતા ઈચ્છે છે. તેમજ રોકાણકારો AGR પર સ્પષ્ટતા ઈચ્છે છે. શક્ય વિકલ્પો પર સરકાર સાથે કામ કરવા માટે તૈયાર.


12:58 PM


Airtel- મે મહિનામાં દરેક સર્કિટમાં 1.3 ટકા ગ્રાહકો ઘટાડ્યા


મે મહિનામાં ભારતી એરટેલે 46 લાખ સબ્સક્રાઇહર ઓછી થઇ છે. TRAI ડેટામાં ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે. કંપનીના દરેક સર્કિલમાં 1.3 ટકા ગ્રાહકોનો ઘટાડો થયો છે. નાના અને મોટા તમામ સર્કિલમાં ગ્રાહકોની સંખ્યામાં સમાન એક સમાન ઘટાડો થયો છે.


12:58 PM


IRCTC Stock Price: ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કૉરપોરેશન (IRCTC)ના શેર આજે BSE પર 7 ટકાથી વધીને 2490 રૂપિયાની નવી હાઇ પર પહોંચી ગઇ છે. કંપનીના બોર્ડે સ્ટૉક સ્પિલ્ટ (Share Spliti) કરવાની જાહેરાત કરી હતી ત્યારબાદ કંપનીના શેરમાં વધારો થયો છે. IRCTCના શેર તેમના જૂના હાઇ લેવલ 2479.45ને પાર કરી ગયા છે. કંપનીએ આ લેવલ 20 જુલાઈ 2021એ પ્રાપ્ત કર્યું હતું.


IRCTCએ શુક્રવારે સ્ટૉક એક્સચેન્જને આપેલી જાણકારીમાં જણાવ્યું કે, કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે 12 ઑગસ્ટ 2021 મળનારી બેઠકમાં 10 રૂપિયાની ફેસ વેલ્યુ સાથે સ્ટૉકને સ્પિલ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, હજી આ મામલે સરકાર અને શેરધારકોની મંજૂરી લેવાની બાકી છે.


12:47 PM


સીએનબીસી-બજાર દ્વારા સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલા Exclusive સમાચાર અનુસાર, સરકાર ખાનગી ટ્રેન પૉલિસીમાં મોટા ફેરફારની તૈયારી કરી રહી છે. રેલવે ઇન્ડસ્ટ્રી ફ્રેડસ્ટ્રી શર્તો પર ભાર આપી રહ્યા છે. પ્રાઇવેટ રોકાણ વધારવા માટે પૉલિસીમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. રેવેન્યૂ શેયરિંગની શર્તોમાં ઢીલ પર વિચાર થઇ રહ્યું છે.


12:45 PM


સોનામાં સુસ્તી


સોનું 2 સપ્તાહના ઉપરી સ્તરથી લપસી ગયું છે. ડૉલરમાં રિકવરીને કારણે સોનામાં નબળાઈ જોવા મળી રહી છે. બીજા છ મહિનામાં ભારતની માંગ વધવાની ધારણા છે. H1 માં ભારતની માંગ 5 વર્ષની સરેરાશ કરતાં 35 ટકા ઓછી રહી છે.


12:23 PM


સોયાબીનની ઝડપથી વધી રહ્યું છે. NCDEX પર સોયાબીનમાં આજે સતત ત્રીજા દિવસે ઉપલી સર્કિટ છે. 1 મહિનામાં કિંમતોમાં 40 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. હાજર બજારમાં સપ્લાઇ ઘણી ઓછી છે જ્યારે નવા પાક આવવામાં હજુ 2 મહિના બાકી છે, તેથી સોયાબીનમાં સતત ઉપલી રેન્જ જોવા મળી રહી છે. સોયાબીનની આ તેજીમાં હજી કેટલું દમ બાકી છે.


12:09 PM


સંજીવ ભસીને રોકાણકારોને Bioconમાં ખરીદવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે તેમને આ સ્ટોક એમાં સારો લાગે છે અને તેના કારોબારમાં તેજીની સંભાવના છે. તેમણે કહ્યું કે આ સ્ટૉક 387 થી 389 ના સ્તર પર ખરીદવો જોઈએ. તેમાં 400 નો ટાર્ગેટ જોવા મળશે. આ સાથે સુરક્ષિત રોકાણની દ્રષ્ટિએથી તેમાં 381.70 રૂપિયા પર સ્ટૉપલોસ લાગવું જોઇએ.


12:05 PM


સંજીવ ભસીને બજાર પર અભિપ્રાય આપતા સીએનબીસી-બજારથી કહ્યું હતું કે બજારમાં ખરીદીનું વાતાવરણ જોવા મળે છે. એટલા માટે તમારે સારા શેરો ખરીદવા જોઈએ. આ સિવાય કોટક બેન્કમાં પણ તેજી જોવા મળશે. આ તેવા સ્ટૉક્સ માંથી એક છે જે તેની તેજીને કારણે નિફ્ટી 16000ની લેવલ પણ લઇ જઇ શકે છે. ફાઇનાન્સ અને કેટલાક ફાર્મા સેક્ટરના શેરોમાં તેજી બની રહી છે તેથી તેને ખરીદો.


11:55 AM


Policybazaar IPO: દેશની સૌથી મોટી ઑનલાઈન ઈન્સ્યોરન્સ એગ્રીગેટર પૉલિસી બજારે 6017 કરોડ રૂપિયાના IPO માટે સેબીને અરજી સબમિટ કરી છે. કંપનીએ 5.5 અરબ ડૉલર-6 અરબ ડૉલરની વચ્ચે વેલ્યૂએશનનું લક્ષ્ય નક્કી કર્યું છે. policybazaarમાં ઘણા મોટા રોકાણકારોના પૈસા રોક્યા છે. તેમાં સૉફ્ટબેન્ક, ટેમાસેક, ઇન્ફોએજ, ટાઇગર ગ્લોબલ અને પ્રેમજી ઇન્વેસ્ટમેન્ટનું ઇનવેસ્ટમેન્ટ છે.


1 જુલાઈ મનીકન્ટ્રોલે આ સમાચાર આપ્યો હતો કે Policybazaar તેના IPO માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રૉસ્પેક્ટસ (DRHP) સબમિટ કરવાની પ્રક્રિયામાં છે. એના પહેલા મનીકન્ટ્રોલએ પણ અહેવાલ આપ્યો હતો કે policybazaarનો IPO માટે કોટક મહિન્દ્રા કેપિટલ, મૉર્ગન સ્ટેનલી, icici સિક્યોરિટીઝ અને સિટીની લિસ્ટિંગ એડવાઇઝર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.


11:45 AM


HDFC Q1નો નફો 3000 કરોડ રૂપિયા પર રહ્યા છે. તેના 2856 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન હતો. જુલાઈમાં Disbursementમાં સારી તેજી જોવા મળી છે. Net Intrest Margin 3.5 ટકાથી વધીને 3.7 ટકા પર રહી છે. નફો 3051 કરોડ રૂપિયાથી ઘટીને 3000 કરોડ રૂપિયા પર રહી છે. NII 4,146.7 કરોડ રૂપિયા રહ્યા છે. તે માટે 4,137.3 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતો. ગ્રૉસ NPA 1.98 ટકાથી વધીને 2.24 ટકા (QoQ) પર રહી છે.


11:27 AM


બેન્ક ઑફ ઇન્ડિયાએ MCLRમાં 0.05 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. બીજી બાજુ, Bandhan Bankએ પણ MCLRમાં 0.26 ટકા સુધીનો ઘટાડો કર્યો છે.


11:17 AM


TVS Motor (YoY)। વર્ષના આધાર પર કંપનીનું કુલ વેચાણ 10 ટકા વધીને 2.78 લાખ યુનિટ રહી છે જ્યારે 2 વ્હીલરનું વેચાણ 8 ટકા વધીને 2.62 લાખ યુનિટ રહી છે. વર્ષના આધાર પર કંપનીનું એક્સપર્ટ 65 ટકા વધીને 1.03 લાખ યુનિટ રહી છે. 3 વ્હીલરનું વેચાણ 80 ટકા વધીને 16127 યુનિટ રહી છે.


11:03 AM


અનિલ અગ્રવાલની કંપની નહીં કરી શકે વીડિયોકૉન ગ્રુપનો ટેકઓવર, આ અરજી લઇને ધૂત પહોંચ્યા NCLAT


વીડિયોકોન ગ્રુપ (videocon)ના પૂર્વ પ્રમોટર વેણુગોપાલ ધૂત (Venugopal Dhoot)એ ઇન્સૉલ્વન્સી કોર્ટ NCLAT (National Company Law Appellate Tribunal)ના નિર્ણયને પડકાર્યો છે. NCLTએ અનિલ અગ્રવાલની ટ્વીન સ્ટાર ટેક્નોલોજીસ (Twin star Tech)ને આ અનુમાન આપી હતી કે તે 2962 કરોડ રૂપિયામાં વીડિયોકૉન ગ્રુપની 13 કંપનીઓને અધિગ્રહણ કરી લો. NCLT ના આ નિર્ણય સામે ધૂત NCLAT માં ગયો છે.


ધૂતની અરજી એવી છે કે કોર્ટે NCLT ની મુંબઈ બેન્ચ પર રોક લગાવવી જોઈએ. ધૂત એ પણ ઈચ્છે છે કે NCLAT બેન્કોને આ નિર્દેશ આપી છે કે પ્રમોટરે IBC (Insolvency & Bankruptcy Code)ના હેઠળ 31789 કરોડ રૂપિયાને જે સેટલમેન્ટ પ્લાન જમા કર્યા છે તેના પર બેન્ક વિચાર કરે છે.


10:53 AM


Angel Brokingના Sameet chavanના 2 કૉલ આપી રહ્યા છે જે 2-3 સપ્તાહમાં કમાઈ શકે છે.


Bharti Airtel | LTP: Rs 561.65| આ શેરમાં 592 રૂપિયાના લક્ષ્ય માટે 540 રૂપિયાના સ્ટોપલોસ સાથે ખરીદીની સલાહ રહેશે. આ શેરમાં 2-3 સપ્તાહમાં 5 ટકાનું અપસાઇડ જોવા મળી શકે છે.


Southern Petrochemical Industries Corporation (SPIC) | LTP: Rs 63.90| આ શેરમાં 70 રૂપિયાના લક્ષ્ય માટે 61.80 રૂપિયાના સ્ટોપલોસ સાથે ખરીદીની સલાહ રહેશે. આ શેરમાં 2-3 સપ્તાહમાં 10 ટકાનું અપસાઇડ જોવા મળી શકે છે.


10:31 AM


રિયલ્ટી શેરોમાં મકર ખરીદી થઈ રહી છે. સતત ત્રણ દિવસની તેજીમાં નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 5 ટકા ઉછળ્યો છે. એક મહિનામાં DLF, SOBHA અને INDIABULLS REAL એ 20 થી 30 ટકાનું મજબૂત રિટર્ન આપ્યું છે.


10:18 AM


M&M (YoY)। વર્ષના આધાર પર કંપનીનું કુલ ટ્રેક્ટર વેચાણ 7 ટકા વધીને 27229 યુનિટ રહી છે જ્યારે ટ્રેક્ટર એક્સપોર્ટ 55 ટકા વધીને 1460 યૂનિટ રહી છે. જ્યારે કંપનીનું કુલ PV વેચાણ 91 ટકા વધીને 21046 યુનિટ અને કુલ UV વેચાણ 91 ટકાથી વધીને 20797 યુનિટ રહી છે. જ્યારે કંપનીના 3 વ્હીલરના વેચાણમાં વર્ષના આધાર પર મજબૂત વધારો જોવા મળી રહ્યો છે.


10:18 AM


જુલાઈમાં સારા વેચાણના આંકડા ઑટો શેરની પકડ વધી છે. MATURI, TATA MOTORS, EICHER અને ASHOK LEYLAND માં સારી ખરીદી જોવા મળી રહી છે. ઑટો નિફ્ટી ઈન્ડેક્સ લગભગ 1 ટકા સુધી કારોબાર કરી રહ્યા છે.


10:02 AM


Rupee opening: ઇક્વિટી માર્કેટની જેમ રૂપિયાની શરૂઆત મજબૂતી સાથે થઇ છે. ડૉલર સામે રૂપિયો 3 પૈસા મજબૂત થઇને ખુલ્યો છે. ડૉલર સામે રૂપિયો આજે 74.38 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે શુક્રવાર એટલે કે 30 જુલાઈના કારોબારમાં ડૉલર સામે રૂપિયો 12 પૈસા ઘટીને બંધ થયો હતો. ડૉલર સામે રૂપિયો 74.41ના સ્તર પર બંધ થયો હતો.


09:57 AM


stock Splitના સમાચારથી IRCTCમાં જોશ આવી ગયું છે. 6 ટકાના GAP UP ઓપનિંગની સાથે રેકોર્ડ ઉચાઇ પર શેર પહોંચી ગયો છે. 12 ઑગસ્ટ બોર્ડની બેઠકમાં નિર્ણય શક્ય છે.


09:40 AM


Man Industries। કંપનીને 200 કરોડ રૂપિયાના ઑર્ડર મળ્યા છે. અત્યારે એનએસઈ પર આ શેર 4.65 રૂપિયા અથવા 3.49 ટકાના વધારા સાથે 138.25 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે બીએસઈ પર આ શેર 4.95 રૂપિયા અથવા 3.72 ટકાના વધારા સાથે 138.20 ના સ્તર પર જોવા મળી રહ્યો છે.


09:40 AM


આવતીકાલે Bharti Airtelના પરિણામ આવશે. નફામાં 54 ટકા ઘટાડો સંભવ છે. આવક અને માર્જિન ફ્ટેલ રહેવાની ધારણા છે. ARPU વિના કોઇ પણ ગ્રોથના 144 રૂપિયા 50 પૈસા રહી શકે છે.


09:30 AM


સીએનબીસી-બજાર દ્વારા સૂત્રો પાસેથી પ્રાપ્ત Exclusive સમાચાર અનુસાર સરકાર જલ્દીથી ટેલિકૉમ કંપનીઓને બીજું રાહત પેકેજ આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી કાર્યાલયે શનિવારે ટેલિકોમ વિભાગ સાથે ટેલિકોમ સેક્ટરના સ્વાસ્થ્ય પર બેઠક યોજી હતી. રાહત પેકેજ માટે વડાપ્રધાન કાર્યાલયે દરમિયાનગીરી કરી હતી. સરકાર અનેક વિકલ્પો પર વિચાર કરી રહી છે. આ બેઠકમાં ટેલિકૉમ સેક્ટરના સ્વાસ્થ્ય પર ચર્ચા કરવામાં આવી છે. સ્પેક્ટ્રમ હપ્તા 2-3 વર્ષ સુધી ઢીલ સંભાવના છે. સાથે જ AGR નવી પરિભાષાને પણ મંજૂરી સંભાવના છે.


09:22 AM


UPL પર બોક્રરેજનો અભિપ્રાય


CLSA એ UPL પર ખરીદીની રેટિંગ આપી છે અને સ્ટોકનું લક્ષ્યાંક 1000 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવું છે કે ખર્ચનું દબાણ હોવા છતાં પરિણામો સારા આવ્યા છે. કંપનીએ FY22 માટે માર્ગદર્શન જાળવી રાખ્યું છે.


JP MORGANએ UPL પર ઓવરવેઇટ રેટિંગ આપી છે અને શેરનું લક્ષ્યાંક 880 રૂપિયા નક્કી કર્યું છે. તેઓ કહે છે કે એગ્રી અને બાયો સૉલ્યુશન્સની ગ્રોથ લાંબા ગાળા માટે પૉઝિટીવી છે. કોમોડિટી ભાવોમાં મજબૂતી દ્વારા વેલ્યૂએસનને સપોર્ટ મળે છે.


KOTAK INSTL EQ UPL પર વેચાણ રેટિંગ આપે છી અને શેરનું લક્ષ્યાંક 760 રૂપિયા નક્કી કર્યું છે. તેમનું કહેવું છે કે Q1 Adj EBITDA અનુમાન કરતાં 5 ટકા ઓછું રહ્યું છે. જ્યારે કોમોડિટી ભાવ વધવાથી પ્રાઇસ વધવાની સંભાવના છે.


09:15 AM


સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 52,956.39 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 15,850 ની પાર છે. સેન્સેક્સ 0.5 અને નિફ્ટીમાં 0.6 ટકાની ઊપર મજબૂતી સાથે જોવામાં આવી રહ્યા છે.


સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.76 ટકાની મજબૂતીની સાથે દેખાય રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.88 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.


હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 268.31 અંક એટલે કે 0.51 ટકાના વધારાની સાથે 52855.15 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 100 અંક એટલે કે 0.63 ટકા ઉછળીને 15863 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


ફાર્મા 0.52%, એફએમસીજી 0.78%, ફાઈનાન્શિયલ સર્વિસ 0.63%, પ્રાઈવેટ બેન્ક 0.54%, રિયલ્ટી 1.37%, મેટલ 0.61%, ઑટો 1.17%, આઈટી 0.46% અને પીએસયુ બેન્ક 0.97% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.57 ટકા વધારાની સાથે 34,780.65 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


દિગ્ગજ શેરોમાં બ્રિટાનિયા, એસબીઆઈ લાઈફ, ટાટા કંઝ્યુમર, ટાઈટન, ગ્રાસિમ, ટાટા મોટર્સ, એક્સિસ બેન્ક અને એચડીએફસી 1.10-2.76 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં યુપીએલ, ટેક મહિન્દ્રા, એનટીપીસી, વિપ્રો અને ટાટા સ્ટીલ 0.33-1.12 ટકા સુધી ઘટ્યા છે.


મિડકેપ શેરોમાં આઈઆરસીટીસી, ક્રિસિલ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, એન્ડયોરન્સ ટેક્નોલોજી અને અશોક લેલેન્ડ 2.75-4.75 ટકા સુધી ઉછળા છે. જ્યારે આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, શ્રીરામ ટ્રાન્સફર, બીએચઈએલ, જુબિલન્ટ ફુડ્ઝ અને જેએસડબ્લ્યુ એનર્જી 0.4-5.67 ટકા ઘટ્યો છે.


સ્મૉલકેપ શેરોમાં બિલ્સ જીવીએસ, ફેરકેમિકલ, કેપેસાઈટ ઈન્ફ્રા, યુએફઓ મુવિઝ અને ડૉ. લાલ પેથલેબ 5.83-10.13 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ડીસીડબ્લ્યૂ, ઈક્વિટાસ બેન્ક, યુનિકેમ લેબ્સ, ઈક્વિટાસ હોલ્ડિંગ અને એક્શન કંસ્ટ્રક્શન 3.47-4.18 ટકા સુધી તૂટ્યા છે.