બજાર » સમાચાર » બજાર

Market Live: રિઝર્વ બેન્કની ક્રેડિટ પોલિસીએ બજારને આપી નવી શક્તિ, નિફ્ટી અને બેન્ક નિફ્ટી દિવસની ઉચાઇ પ

ના રોજ પ્રકાશિત Thu, 06, 2020 પર 09:28  |  સ્ત્રોત : Moneycontrol.com

02:50 PM


બિરલાસોફ્ટનો શેર આજે સારી રોનક જોવા મળી રહી છે. એક વાસ્તવિક કંપની બાયબેક અથવા ડિવિડન્ડ આપવા પર વિચારી કરી રહી છે. CNBC-TV18ના Exclusive વાતચીતમાં CEO ધર્મેન્દ્ર કપૂરે કહ્યું છે કે કંપની જાન્યુઆરીમાં જ રોકાણકારોને રિવૉર્ડ કરવા જઈ રહી હતી. પરંતુ કોવિડના કારણે કેશ બનાવા પર ફોકસ કરી રહ્યા હતા.


01:45 PM


ગ્રોથ રિકવરીને લઇને RBIના ગવર્નરનો ઝોશ હાઇ છે. વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, પરંતુ MSMEના દેવા રીસ્ટ્રક્ચરિંગનો સમય આવતા વર્ષે 31 માર્ચ સુધી લંબાવવામાં આવ્યું છે. 10,000 કરોડ રૂપિયાની સ્પેશલ લિક્વિડિટીનું પણ જાહેરાત કરવામાં આવી છે.


01:35 PM


પૉલિસીમાં ગોલ્ડ લોન આપવા વાળી બેન્કોને નવી શક્તિ મળી છે. ગોલ્ડ ઝવેરાતને 90 ટકા સુધીની લોન મળશે. ફક્ત બેન્કના નવા નિયમનો લાભ મળશે. NBFCના માટે કોઇ રાહત નથી.


01:35 PM


સોના-ચાંદીના ભાવમાં રિકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે. MCX પર ચાંદીનો ભાવ 74 હજારને પાર કરી ગયો છે. MCX પરનું સોનું પણ નવી ટોચની નજીક છે.


01:27 PM


HDFCના 14,000 કરોડની QIPના બમ્પર રિસ્પોન્સ મળ્યો છે. સૂત્રોના અનુસાર QIPના ચાર ગણી ડિમાન્ડ મળી છે. બીજી તરફ, એક્સિસ બેન્કની QIP પણ સુપરહિટ રહી છે. 10,000 કરોડની QIP માટે 18,000 કરોડની ડિમાન્ડ મળી છે.


01:25 PM


રિઝર્વ બેન્કની ક્રેડિટ પોલિસીએ બજારને નવી શક્તિ આપી છે. નિફ્ટી અને બેન્ક નિફ્ટી દિવસની ઉંચાઇ પર જોવા મળી રહી છે. સેન્સેક્સમાં લગભગ 500 અંકનો ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી પણ 11200 ને પાર કરતા જોવા મળે છે. રિયલ્ટી, ફાર્મા, FMCG, મેટલ ફૂલ જોશમાં દેખાય રહ્યા છે.


01:10 PM


WHIRLPOOL Q1 (YoY): નફો 190 કરોડ રૂપિયા થી ઘટીને 16 કરોડી રૂપિયા અને આવક 1,970 કરોડ રૂપિયાથી ઘટીને 1,030 કરોડ રૂપિયા રહી છે.


12:30 PM


RBIએ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો. RBIએ રેપો રેટ 4 ટકા પર યથાવત રાખ્યો છે. MPCએ સર્વસમ્મતિ આ નિર્ણય લીધો છે. MPCના ACCOMMODATIVE STANCE પર મત આપ્યો છે. MPCએ પૉલિસી પર નરમ વલણ જાળવી રાખ્યું છે. MPCએ પૉલિસી પર નરમ વલણ જાળવી રાખ્યું છે. MSF, બેન્ક રેટ 4.25 ટકા પર યથાવત રહી છે. ત્યારે રિવર્સ રેપો રેટ 3.35 ટકા જાળવી રાખવામાં આવ્યો છે.


12:00 PM


PNC INFRATECH ને NHAI થી 6730 કરોડ રૂપિયાના 5 ઑર્ડર મળ્યા છે.

11:30 AM

સરકારી સૂત્રોથી જાણકારી મળી છે કે PM મોદીએ નાણા મંત્રાલયથી GST કંપન્સેશન પર રિપોર્ટ માંગી છે. રાજ્યો અને કેન્દ્રમાં GST કંપન્સેશન પર વિવાદ છે. GST એક્ટ 2017 માં સંશોધન પર ચર્ચા ચાલુ છે. GST કંપન્સેશન વિવાદ સુલજાવા પર ચર્ચા ચાલુ છે.

11:20 AM

BANK OF ENGLAND એ દરો 0.1% પર અકબંધ રાખ્યો છે. BoE ના MPC ના સર્વસમ્મતિથી આ નિર્ણય લીધો છે.


11:00 AM


રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકિંતા દાસની રાહતની અપેક્ષામાં રિયલ્ટી શેરમાં ચમકે છે. નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સમાં સતત ત્રીજા દિવસે વધ્યો, પરિણામો પછી, DLFમાં 2 ટકાથી વધુનો ઉછાળો.


10:45 AM


આજે 12 વાગ્યે ક્રેડિટ પોલિસીની જાહેર કરવામાં આવશે. આ વખતે રેટ કટની સંભાવના ઓછી છે. પરંતુ બજારને મોરાટોરિયમ વધારવાની અને વન ટાઇમ લોન રીસ્ટ્રક્ચરિંગ પર ફોકસની આશા છે.


10:30 AM


પૉલિસીથી પહેલા બજારનું શક્તિશાળી પ્રદર્શન ચાલુ રહે છે. નિફ્ટી 11200 ની નજીક જોવા મળી રહ્યો છે. મિડકેપ શેરમાં સૌથી વધારે રોનક જોવા મળી રહી છે. નિફ્ટી બેન્ક પણ મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી નવાબ TCS, Hdfc Bank અને Infosysએ બજારને જોરદાર ટેકો આપી રહ્યો છે.


09:45 AM


Indoco Remediesની ડિપ્રેસન દવા OLANZAPINE TABLETS ના US FDAની મંજૂરી મળી છે.


09:28 AM


આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં વધારાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 37,976.72 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 11,186.05 સુધી ઉછળા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાની મજબૂતી જોવામાં આવી રહી છે.


સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં મજબૂતીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.65 ટકાની મજબૂતી દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.62 ટકાનો ઉછાળો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.52 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે.


હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 170.38 અંક એટલે કે 0.45 ટકાના વધારાની સાથે 37833.71 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 56.60 અંક એટલે કે 0.46 ટકા વધીને 11152.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, પીએસયુ બેન્ક, ઑટો, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસિઝ, એફએમસીજી, આઈટી અને ફાર્મા શેરોમાં 1.92-0.46 ટકા ખરીદારી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.53 ટકા વધારાની સાથે 21624.45 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


દિગ્ગજ શેરોમાં ઝિ એન્ટરટેનમેન્ટ, ઓએનજીસી, ટેક મહિન્દ્રા, વિપ્રો, ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા અને ગેલ 1.23-3.06 ટકા સુધી વધ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં મારૂતિ, આઈશર મોટર્સ, એક્સિસ બેન્ક, શ્રી સિમેન્ટ, સન ફાર્મા, એમએન્ડએમ અને રિલાયન્સ 0.28-0.87 ટકા સુધી વધ્યા છે.


મિડકેપ શેરોમાં આલ્કેમ લેબ, સીજી કંઝ્યુમર, ફ્યુચર રિટેલ, બજાજ હોલ્ડિંગ્સ અને ગોદરેજ એગ્રોવેટ 4.30-1.94 ટકા સુધી વધ્યા છે. જો કે મિડકેપ શેરોમાં આરબીએલ બેન્ક, ગોદરેજ પ્રોપર્ટીઝ, એબીબી ઈન્ડિયા, હુડકો અને મુથૂટ ફાઈનાન્સ 1.46-0.7 ટકા સુધી તૂટયા છે.


સ્મૉલકેપ શેરોમાં જમના ઑટો, સ્વાન એનર્જી, કેપ્લિન લેબ્સ, આરતી ડ્રગ્સ અને કેમલિન ફાઈન 10.34-5.00 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં જેબીએમ ઑટો, ઓએમક્સ, કિલીચ ડ્રગ્સ, મેજેસ્કો અને ટેસ્ટી બાઈટ 5.35-3.74 ટકા સુધી નબળાઈ થયા છે.