બજાર » સમાચાર » બજાર

Market live: Sensex 275 અંક ઉપર, Nifty 10,700ને પાર

ના રોજ પ્રકાશિત Mon, 06, 2020 પર 09:27  |  સ્ત્રોત : CNBC-Bajar

સારા વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં આશરે 250 અંકની તેજી જોવા મળી રહી છે. દિગ્ગજ શૅરની સાથે જ મિડકેપ શૅરમાં પમ તેજી જોવા મળી રહી છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.62 ટકાના તેજી સાથે કારોબાર કરી રહી છે. ત્યારે જ સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. બીએસઈનો સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.73 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. ઓઇલ-ગેસમાં પણ આજે તેજી જોવા મળી રહી છે. બીએસઈના ઓઇલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.36 ટકાના તેજી સાથે કારોબાર કરી રહ્યો છે.


હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 275 અંક એટલે કે 0.80 ટકાના વધારાની સાથે 36310 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 95 અંક એટલે કે 0.88 ટકાની મજબૂતીની સાથે 10700 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.