બજાર » સમાચાર » બજાર

બજારમાં નબળાઇ કાયમ, Nifty 15850ની નીચે લપસી ગયો, Adani Ports અને tata Steel ટૉપ લૂઝર

સેન્સેક્સ 0.05 ટકા અને નિફ્ટીમાં 0.04 ટકાથી ઘટાડાની નબળાઈ જોવામાં આવી રહી છે.
ના રોજ પ્રકાશિત Wed, 16, 2021 પર 09:34  |  સ્ત્રોત : Moneycontrol.com

03:08 PM


P&K ફર્ટિલાઇઝર પર વધારાની સબસિડીને મંજૂરી મળી છે. કેબિનેટે વધારાની સબસિડીને મંજૂરી આપી છે. Deep Ocean Mission પ્રસ્તાવને મંજૂરી મળી છે.


02:45 PM


બજારમાં નબળાઇ ચાલુ છે. હાલમાં સેન્સેક્સ 147.38 પોઇન્ટ અથવા 0.28 ટકાની નબળાઈ સાથે 52,625.67 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી 59.50 પોઇન્ટ અથવા 0.37 ટકાના ઘટાડા સાથે 15,809.75 ના સ્તર પર જોવા મળી રહ્યો છે.


02:35 PM


RITES Q4: ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો 144 કરોડ રૂપિયાથી ઘટીને 141.5 કરોડ રૂપિયા પર રહ્યો છે. જ્યારે કંસોની આવક 571 કરોડ રૂપિયાથી વધીને 636 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કન્સો Ebitda 163 કરોડ રૂપિયાથી વધારીને 185 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કન્સો Ebitda માર્જિન 28.6 ટકાથી વધીને 29.1 ટકા રહી છે. કંપનીએ 4 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડના પણ જાહેર કર્યું છે.


02:07 PM


સરકારની તરફથી ડિમાન્ડ ઇન્સેન્ટિવ વધાર્યા બાદ, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદકોએ બનાવા વાળી કંપનીયોને નવી સબસિડી હેઠળ આવરી તમામ મૉડલ્સના ભાવમાં ઘટાડો કર્યો છે. આ બેટરીથી ચાલતા આ ટુ-વ્હીલર્સની કિંમતમાં સૌથી મોટો ઘટાડો 14,500 રૂપિયા છે. હવે આમાંના ઘણા મૉડેલો પેટ્રોલથી ચાલતા ટુ-વ્હીલર્સની કિંમતની નજીક પહોંચી ગયા છે અને કેટલાક તેના કરતા પણ સસ્તા છે.


01:56 PM


Power Gridના ચોથા ક્વાર્ટર પરિણામ આવતીકાલે આવશે. Revenue 6 ટકા તો પછી નફામાં 17 ટકાનો વધારો થઈ શકે છે. Marginમાં પણ સુધારો જોવા મળી શકે છે. શેરનો ભાવ All time Highની નજીક ચાલી રહ્યો છે.


01:45 PM


FMCG શેરોથી બજારને સપોર્ટ મળી રહ્યો છે. All Time પર Nifty FMCG Index કારોબાર કરી રહ્યા છે. BROKERAGEના THUMBSથી JUBILANT FOOD 3 ટકા ઉપર છે. HUL, TATA CONSUMER, ITCમાં પણ વધી એક્સન દેખાય છે.


01:30 PM


Insecticides India આજે બજારના ફોકસમાં છે. હકીકતમાં કંપનીને સરકાર તરફથી 20 વર્ષનું પેટન્ટ મળ્યું છે. આ પેટન્ટ કંપનીના Sofia trademarkને મળ્યો છે. આ બ્રૉન્ડ દ્વારા કંપની fungicidal composition Hexaconazole અને Carbendazim આખા દેશમાં વેચે છે. તેનો ઉપયોગ પાકમાં જંતુનાશક દવા તરીકે થાય છે.


01:10 PM


સીએનબીસી-બજારના સૂત્રોના હવાલેથી પ્રાપ્ત માહિતી અનુસાર P&K ફર્ટિલાઇઝર પર વધારાની સબસિડીને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કંપનીઓને 14775 કરોડની વધારાની સબસિડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોટાશ પર વધારાની સબસિડીને મંજૂરી આપવામાં આવી છે. DAP માટે 9125 કરોડ રૂપિયાના વધારા ફાળવવામાં આવશે. NPK ફર્ટિલાઇઝર માટે 5650 કરોડની વધારાની ફાળવણી કરવામાં આવશે.


12:52 PM


BEMLના Q4 પરિણામો મિશ્ર કરવામાં આવ્યા છે. પરિણામો પછી કંપનીના અધ્યક્ષ અને MD,M V RAJASEKHARએ CNBC બજાર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે કંપનીની ઑર્ડર બુક ખૂબ જ મજબૂત છે. FY22માં 2000 કરોડના નવા ઑર્ડર મળવાની આશા છે આ વાતચીતમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે કંપનીની હાલની કુલ ઑર્ડર બુક 11300 કરોડ રૂપિયા છે. કંપનીના પાસે ડિફેન્સ સેક્ટરથી 4000 કરોડ રૂપિયા છે. રેલ-મેટ્રો રેલ સેક્ટરના 5000 કરોડ રૂપિયા અને માઇનિંગ-કન્સ્ટ્રક્શન સેક્ટરના 1700 કરોડ રૂપિયાના ઓર્ડર છે.


12:40 PM


SHYAM METALICSનો IPOનો આજે છેલ્લો દિવસ છે અને આ આઈપીઓ બપોરે 12.15 વાગ્યા પર 6.6 ગુણો ભરાયો છે. SONA BLWનો આઈપીઓ 63 ટકા ભરાયો છે જ્યારે Dodla Dairyનો આઈપીઓ પહેલા દિવસે 12.15 વાગ્યા પર 46 ટકા ભરાયો છે.


12:33 PM


ASAHI INDIA Q4 (YoY)। ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 52.5 કરોડ રૂપિયાથી વધીને 84.6 કરોડ રૂપિયા રહ્યા છે, જ્યારે આવક 599.8 કરોડ રૂપિયાથી વધીને 814.9 કરોડ રૂપિયા રહી છે.


12:23 PM


ફ્રેન્કલિન ટેમ્પલટોનના અધિકારીઓ પર લગાવ્યું ભારે દંડ, પગારના 16-75 ટકા સુધી આપવી પડશે પેનાલ્ટી


કેપિટલ માર્કેટ રેગુલેટર SEBIએ ફ્રેન્કલિન ટેમ્પલટન અને તેની ટ્રસ્ટી કંપનીના આઠ કર્મચારીઓ સામે કુલ 15 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડેટ સ્કીમ્સને સંભાવનામાં ભૂલોને કારણે આ દંડ દેવામાં આવ્યું છે. આ યોજનાઓ પછીથી કાઢી નાખવી પડી હતી. ફંડ હાઉસના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સંજય સપ્રે અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઑફિસર કામતને પ્રત્યેક પર 3 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય SEBIએ પાંચ ડેટ ફંડ મેનેજરો પર પ્રત્યેક 1.50 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ટ્રસ્ટી કંપની અને કંપ્લાયન્સ ઑફિસરને પણ દંડ ભરવો પડશે.


12:13 PM


KIMS Hospitals IPO: જનરલ એટલાન્ટિક ઇન્વેસ્ટમેન્ટ્સ ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસનો આઈપીઓ આજથી એટલે કે 16 જૂનથી ખુલી ગયો છે. આ આઈપીઓની પ્રાઇસ બેન્ડ 815-825 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓ 18 જૂને બંધ થશે.


શું છે રોકાણ રણનીતિ


આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટરે આ આઈપીઓમાં લિસ્ટિંગ ગેઇન માટે ખરીદારીની સલાહ આપી છે. જો કે, icici ડાયરેક્ટ પણ માને છે કે ભારી હરીફાઈને કારણે દેશના બીજા હિસ્સામાં હોસ્પિટલ ચેઇનના વિસ્તારમાં પડકારનો સમનો કરવો પડી શકે છે.


આનંદ રાઠીએ પણ આ આઈપીઓમાં સબ્સ્ક્રાઇબ કરવાની સલાહ આપી છે. આનંદ રાઠીનું માનવું છે કે કંપનીની બેલેન્સ સીટ ઘણી મજબૂત છે. આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં કંપનીની ખૂબ સારી પકડ છે. આને ધ્યાનમાં રાખીને આગળ તેને ગ્રોથની ઘણી સંભાવના જોવા મળી રહી છે.


12:00 PM


મેટલ્સ પર દબાણ કાયમ


કોપર 7 સપ્તાહના નીચા સ્તર પર કારોબાર કરી રહ્યો છે. ચીનની કઠિનતાને લીધે મેટલ્સ નબળી પડી છે. ચાઇના સ્ટેટ રિઝર્વ માંથી કૉપર, એલ્યુમિનિયમ, ઝિંક વેચાણ કરશે. ડૉલરને મજબૂતીને કારણે મેટલ્સ પર દબાણ બન્યો છે. US-Fedની બેઠક પર બજાર નજર રાખશે.


11:30 AM


Gold Price Today: બુધવારે એમસીએક્સ ગોલ્ડનો ઓગસ્ટ ફ્યૂચર્સ ફ્લેટ જોવા મળી રહ્યો છે. રાયટર્સના એક રિપોર્ટ મુજબ આખા દુનિયાના રોકાણકારોની નજર હવે યુએસ ફેડની બેઠકના નિર્ણય પર છે. જો ઇકોનૉમીને પ્રોત્સાહન આપવા માટેના ઉપાયોમાં કોઇ ઘટાડાના સંકેત મળ્યો છે તો આગળ આપણે ઉચ્ચ સ્તર પર સોનાના ભાવ પર દબાણ જોશું. એમસીએક્સ પર ઑગસ્ટ ગોલ્ડ કરાર 0.13 ટકાના વધારા સાથે 48,488 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળી રહ્યું છે. જ્યારે જુલાઈ ચાંદીના વાયદા 0.40 ટકાના વધારા સાથે 71,535 રીપિયા પ્રતિ કિલોની આસપાસ જોવા મળી રહ્યું છે.


11:10 AM


સંજીવ ભસીને રોકાણકારોને Sun Pharmaceuticalsમાં ખરીદવાની સલાહ આપી છે. તેમણે કહ્યું હતું કે તેનો બાયોસમિલર અને જેનરિક બિઝનેસ રિરેટ થઇ શકે છે. તેમણે કહ્યું કે આ સ્ટૉક 675 થી 676 ના સ્તર પર ખરીદવો જોઈએ. આમાં 695 નું લક્ષ્ય જોવામાં આવશે. આ સાથે, સુરક્ષિત રોકાણની બાબતમાં 665 નો સ્ટોપલોસ લાગુ કરવો જોઈએ.


11:00 AM


સંજીવ ભસીને રોકાણકારોને માટે Bhartiમાં ખરીદી કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે આ કંપની એક્સેપ્શનલ બિઝનેસ કરશે આ વખતે પણ તેનો કારોબાર જિઓ કરતા વધુ સારો રહેશે. તેનું સ્ટ્રક્ચર ખૂબ જ સારું છે, આ વર્ષમાં 650 ભાવ પણ જોઇ શકાય છે. તેમણે કહ્યું કે આ સ્ટોક 541 થી 542 ના સ્તર પર ખરીદવો જોઈએ. જેમાં 550 નું લક્ષ્યાંક જોવામાં આવશે. આ સાથે સુરક્ષિત રોકાણ માટે તેમાં 532 નો સ્ટોપલોસ મૂકવો જોઈએ.


10:50 AM


Shipping Ratesમાં ઉછાળાએ શિપિંગ શેરોનો જોશ વધાર્યો છે. SCI, GE Shipping જેવા શેર 2 થી 3 ટકા સુધી દેડ્યો છે. Baltic INDEX એક મહિનાની ઉચાઇ પર છે.


10:42 AM


FMCG શેરોથી બજારને સપોર્ટ મળી રહ્યો છે. All time પર NIFTY FMCG INDEX, BROKERAGEના THUMBSથી JUBILANT FOOD 5 ઉછળ્યો છે. HUL, Tata Consumer, ITCમાં પણ વધ્યા એક્શન જોવા મળી રહી છે.


10:32 AM


રેકૉર્ડ બ્રેક રેલી બાદ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. નિફ્ટી 15850 ની નીચે લપસી ગયો છે. RIL, HDFC Twins અને Adani Portsએ દબાણ બન્વાયો છે. મિડકેપ ઈન્ડેક્સમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે.


10:25 AM


સિમેન્ટ શેરોમાં તોફાની રેલી ચાલુ છે. આ સપ્તાહ Sagar Cement 30 ટકાથી વધારે ભગ્યો છે. RAIN INDUSTRIES, NCL INDUSTRIES જેવા શેર 5 થી 15 ટકા સુધી ઉછાળો આવ્યો છે.


10:22 AM


ઇમ્પોર્ટ પર નિયંત્રણમાં રાખવા માટે ચીન COPPER, ALUMINIUM, ZINCનો રિઝર્વ જારી કરશે. સમાચાર પછી મેટલ ઇન્ડેક્સ 1 ટકા કરતા વધુ ઘટ્યો છે. VEDANTA, HINDALCO, HIND ZINCના શેરમાં 2 થી 3 ટકાનો ઘટાડો થયો છે.


10:15 AM


FPIsના મુદ્દા પર મેનેજમેન્ટની સ્પષ્ટતા પછી પણ Adani Groupના શેરમાં ઘટાડો થવાનું વલણ ચાલુ છે. Adani Trans અને Adani Gas 5 ટકા સુધી લપસી ગયા છે. આ સપ્તાહ Adani Port 10 ટકાથી વધારે તૂટી ગઈ છે.


10:00 AM


આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત મજબૂતીની સાથે થતી જોવા મળી રહી છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 3 પૈસા વધીને 73.29 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે મંગળવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 73.31 ના સ્તર પર બંધ થયો હતો.


09:50 AM


CLSAના LIC Housing Finance પર અભિપ્રાય


CLSAના LIC Housing Finance પર ખરીદીની રેટિંગ આપ્યું છે અને સ્ટોક માટે લક્ષ્યાંક 700 રૂપિયા નક્કી કર્યું છે. તેમનું કહેવું છે કે તેની અસેટ ક્વાલિટી નિરાશ થઈ ગઈ છે. પરંતુ સસ્તા મૂલ્યાંકનને લીધે ખરીદવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે LICને પ્રેફેન્શિયલ અલૉટમેન્ટથી દેવામાં ઘટાડો થશે.


09:31 AM


MACQUARIEના LIC Housing Finance પર અભિપ્રાય


MACQUARIEના LIC Housing Finance પર આઉટપર્ફોમ રેટિંગ આપી છે અને સ્ટોક માટે લક્ષ્યાંક 600 રૂપિયા નક્કી કરી છે. તેમનું કહેવું છે કે તેનું ડિસ્બર્સમેન્ટ અત્યાર સુધીમાં સૌથી વધુ રહ્યું છે. LICને 2300 કરોડ શેરની પ્રેફરન્શિયલ અલૉટમેન્ટ થયુ છે. કંપની દ્વારા મૂડી વધારવાનો નિર્ણય પૉઝિટીવ સંકેતો આપી રહ્યો છે. આ સાથે કંપનીનો ગ્રોથમાં તેજી પાછી આવે તેવી સંભાવના છે.


09:31 AM


Shitij Gandhiની 3 ટૂંકા ગાળા માટે 3 પિક્સ જેમાં થઇ શકે છે મજબૂત કમાણી


Mahanagar Gas | LTP: Rs 1,267.45: આ સ્ટૉકમાં 1430 રૂપિયાના લક્ષ્યાંક 1150 રૂપિયાના સ્ટોપલોસ સાથે ખરીદી કરવી જોઈએ. 2-3 સપ્તાહમાં આ સ્ટોક 13 ટકા સુધીનું રિટર્ન આપી શકે છે.


Hindustan Unilever | LTP: Rs 2,393.90| આ સ્ટૉકમાં 2600 રૂપિયાના લક્ષ્યાંક 2250 રૂપિયાના સ્ટોપલોસ સાથે ખરીદી કરવી જોઈએ. 2-3 સપ્તાહમાં આ સ્ટોક 3 ટકા સુધીનું રિટર્ન આપી શકે છે.


HDFC Life Insurance Company | LTP: Rs 693.85| આ સ્ટૉકમાં 750 રૂપિયાના લક્ષ્યાંક 650 રૂપિયાના સ્ટોપલોસ સાથે ખરીદી કરવી જોઈએ. 2-3 સપ્તાહમાં આ સ્ટોક 8 ટકા સુધીનું રિટર્ન આપી શકે છે.


09:24 AM


આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં શરૂઆત ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 52745.72 પર જ્યારે નિફ્ટીએ 15,815 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ 0.05 ટકા અને નિફ્ટીમાં 0.04 ટકાથી ઘટાડાની નબળાઈ જોવામાં આવી રહી છે.


સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.12 ટકાની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.10 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.28 ટકાના વધીને કારોબાર થઈ રહ્યો છે.


હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 27.33 અંક એટલે કે 0.05 ટકાના ઘટાડાની સાથે 52745.72 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 6.10 અંક એટલે કે 0.04 ટકા ઘટીને 15863.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


એનએસઈના સેક્ટરોયિલ ઈન્ડેક્સમાં જોઈએ તો ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક અને રિયલ્ટી 0.07-0.43 શેરોમાં ખરીદારી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.04% ઘટાડાની સાથે 35,235.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં ઘટાડો જોવાને મળ્યો છે.


દિગ્ગજ શેરોમાં અદાણી પોર્ટ્સ, પાવર ગ્રિડ, હિંડાલ્કો, બજાજ ફાઈનાન્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને એચસીએલ ટેક 0.57-1.90 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટાટા કંઝ્યુમર, યુપીએલ, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, આઈટીસી અને એચયુએલ 0.84-1.78 ટકા સુધી વધ્યો છે.


મિડકેપ શેરોમાં અદાણી ટ્રાન્સફર, અદાણી પાવર, અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ અને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ 1.43-5 ટકા સુધી લપસ્યા છે. જ્યારે ફ્યુચર રિટેલ, ન્યુ ઈન્ડિયા એસ્યોર, જુબિલન્ટ ફૂડ્ઝ, ક્રિસિલ અને પાવર ફાઈનાન્સ 1.88-4.96 ટકા વધ્યો છે.


સ્મૉલકેપ શેરોમાં અદાણી ટોટલ ગેસ, મેજેસ્કો, એક્શન કંસ્ટ્રક્શન, એફડીસી અને ગ્રીનપ્લાય ઈન્ડસ્ટ્રીઝ 1.76-5 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં સાગર સિમેન્ટ, એસ એચ કેલ્કર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઈન્ફ્રા, રેમ્કીઝ ઈન્ફ્રા અને રિલાયન્સ કેપિટલ 5-6.95 ટકા સુધી મજબૂત થયા છે.