બજાર » સમાચાર » બજાર

બજારમાં વધારો કાયમ, Nifty 15,600ની આસપાસ, ટૉપ ગેનરમાં સામેલ Titan

સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાની ઊપર મજબૂતી સાથે જોવામાં આવી રહ્યા છે.
ના રોજ પ્રકાશિત Thu, 03, 2021 પર 09:25  |  સ્ત્રોત : CNBC-Bajar

12:18 PM


સ્નોમેન લૉજિસ્ટિક્સ (Snowman logistics)ના શેર પ્રાઇસમાં ગુરૂવારે શરૂઆતી કારોબારમાં 14 ટકાથી વધારાની તેજી આવી છે. કંપનીએ દેશમાં Sputnik વેક્સીનની ડિલીવરી માટે ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટ્રીઝની સાથે પાર્ટેનરશિપની જાહેરાત કરી છે. Snowman Logisticsએ રેગુલેટરી ફાઇલિંગમાં કહ્યું કે કંપની તેના હાઇ કેપેસિટી ટેમ્પરેચર કંટ્રોલ્ડ વેયરહાઇસના દ્વારા ડિલીવરી કરશે.


12:10 PM


સોના નાની રેન્જમાં


કૉમેક્સ પર સોના ફરી 1900 ડૉલરના ઉપર ટક્યો છે. કૉમેક્સ પર સોના 5 મહિના ઉપરથી લગભગ કારોબાર કરી રહ્યું છે. USમાં બૉન્ડ યીલ્ડમાં ઘટાડાથી સોનાને સપોર્ટ મળી રહ્યો છે. મોંઘવારીને લઇને ચિંતાથી નીચલા સ્તર પર સપોર્ટ બન્યો છે. અમેરિકાના રોજગાર આંકડા પર બજારની નજર છે.


12:00 PM


ચાંદીમાં મજબૂતી


USમાં બૉન્ડ યીલ્ડમાં ઘટાડાથી સપોર્ટમળી રહ્યો છે. ડૉલરમાં નબળાઇથી ચાંદીમાં ચમક વધી છે. સારા ઇન્ડસ્ટ્રિયલ ડિમાન્ડથી મજબૂતી જોવા મળી રહી છે.


11:40 AM


ક્રૂડમાં તેજી જારી


WTI ક્રૂડ 3 વર્ષના ઉપરી સ્તર પર કારોબાર કરી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ 16 મહિનાની ઉપરી સ્તર પર કારોબાર કરી રહ્યા છે. ઇકોમૉમી રિકવરીથી ક્રૂડની માંગ વધવાની અપેક્ષા છે. અમેરિકા અને ચીનની માગ ઘણી મજબૂત છે. અમેરિકામાં ઇન્વેન્ટ્રી ઘટવાથી ક્રૂડમાં જોશ જોવા મળી રહ્યું છે. ઇરાન-UN ડીલમાં મોડુ ક્રૂડને સપોર્ટ મળી રહ્યું છે. OPEC+ ઉત્પાદન ધીરે-ધીરે વધશે. OPEC+જુલાઇ સુધી ગ્લોબલ સરપ્લસ થઇ જશે. ઇરાનની સંભાવિત સપ્લાઇ બજારમાં પૂરૂ થઇ જશે. જુલાઇથી 2.1 million પ્રતિ બેરલ ઇત્પાદન વધવાની આશા છે. 1 જુલાઇ OPEC+ દેશોની ફરી બંઠક થશે.


11:40 AM


મેટલ્સમાં વધારો


ચિલીની માઇન્સમાં હડતાલથી કોપરને ટેકો મળે છે. USમાં સરકારી ખર્ચમાં વધારો થવાને કારણે મેટલ્સને ટેકો મળી રહ્યો છે. ચીનની કડકતાને કારણે ઉપરી સ્તર પર દબાણ બન્યું છે. ચીન તરફથી માંગ ઓછી થવાને કારણે લાભ મર્યાદિત છે.


11:30 AM


SPICEJET। હેલ્થકેરને લગતા લોકોને ડિસ્કાઉન્ટ ઑફર આપી રહ્યા છે. હેલ્થકેર પ્રોફેશનલ્સને ભાડામાં 30 ટકા સુધીની છૂટ મળી છે. 30 સપ્ટેમ્બર સુધી હેલ્થકેર વર્કરને 30 ટકા સુધીની છૂટ મળી છે.


11:20 AM


દિગ્ગજ રોકાણકાર આશિષ રમેશ કચોલીયા (Ashish Ramesh Kacholia)એ એક કેમિકલ કંપનીમાં પોશાક (Paushak)માં 2 જૂનને તેનો અડધાથી વધારે હિસ્સો વેચી દીધો છે. BSE પર ઉપલબ્ધ બલ્ક ડીલ ડેટા મુજબ, આશિષ કચોલીયાએ 7402.40 રૂપિયા પ્રતિ શેરના દરથી BSE પર પોશાકના 17461 એટલે કે 0.56 ટકા ઇક્વિટી શેર વેચ્યા છે. માર્ચ 2021 ના ​​ક્વાર્ટરમાં પોશાકમાં આશિષ કચોલીયાનો હિસ્સો 39,497 ઇક્વિટી શેર અથવા 1.28 ટકા હતો. આ સ્ટૉક 2 જૂન BSE પર 7.82 ટકાના વધારા સાથે 7,533.95 ના સ્તર પર બંધ રહ્યો હતો.


11:10 AM


Reliance Securitiesના બિનોદ મોદી કહે છે કે ઘરેલૂ બજાર હાલ સારા મૂડમાં નજર આવી રહ્યો છે. ઇકોનૉમી રિકવરીને લઇને વધતી આશાવાદ, કોવિડ-19 ના ઘટતા કેસો અને કોવિડ-19 માંથી રિકવરીના ઉંચા દર, ઘરેલૂ ઇક્વિટી બજારમાં જોશ ભરી રહી છે. આ સાથે જુદા-જુદા રાજ્યો દ્વારા ધીમે-ધીમે અનલૉકની પ્રક્રિયા શરૂ થવાની સાથે આ મહિનાથી ઇકોનૉમી ઇન્ડેક્ટર્સમાં વધુ સુધારો થવાની ધારણા છે.


10:50 AM


Monsoon 2021: ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે આવેલ એક નિવેદનમાં કહ્યું છે કે ચોમાસું આજે કેરળના કાંઠાને સ્પર્શે છે. તેની IMDએ કહ્યું હતું કે ચોમાસુ 31 મે સુધીમાં કેરળ પહોંચી શકે છે. હવે હવામાન વિભાગે કહ્યું છે કે કેરળમાં ચોમાસા માટે અનુકૂળ વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે અને આજે ચોમાસુ કેરળ પહોંચી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ-પશ્ચિમથી પવન વધુ મજબૂત બની રહ્યો છે જેના કારણે કેરળમાં વરસાદ પડી રહ્યો છે.


10:40 AM


CLSAએ PVR પર ખરીદીની રેટિંગ જાળવી રાખ્યું છે અને શેરના વક્ષ્ય 1600 રૂપિયા નક્કી કરી છે. તેમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 21 ના ​​ચોથા ક્વાર્ટરમાં ટિકિટના વેચાણના આંકડાએ સરપ્રાઇસ કર્યા છે. જ્યારે મેનેજમેન્ટને ઑક્યૂપેન્સીમાં જલ્દી રિકવરીની આશા છે. જો કે નાના સમય ગાળામાં ઑક્યૂપેન્સીને લઇને પડકાર કાયમ છે.


10:30 AM


MOSLએ MUTHOOT FINANCE પર ખરીદીની રેટિંગ બનાવી રાખી છે અને શેરના લક્ષ્ય 1715 રૂપિયા સુધી કર્યા છે. તેમનું કહેવું છે કે ચોથા ક્વાર્ટરમાં કંપનીની ગ્રોથ સારી રહી છે. આગળ પણ લોનની ડિમાન્ડ વધવાની અપેક્ષા છે. તેઓએ કંપનીના નાણાકીય વર્ષ 22/23 માટે EPS અનુમાન 3-4 ટકાનો વધારો કર્યો છે.


10:18 AM


રિયલ્ટી શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ 2 ટકાના ઉછાળા સાથે અઢી મહિનાના ઉચ્ચતમ સ્તર પર કારોબાર કરી રહ્યો છે. DLF, Prestige અને Phoenixમાં 3 થી 7 ટકાની મજબૂતી જોવા મળી રહી છે.


10:08 AM


આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત ઘટાડાની સાથે થતી જોવા મળી રહી છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 7 પૈસા ઘટીને 73.16 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે બુધવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 19 પૈસા તૂટીને 73.09 ના સ્તર પર બંધ થયો હતો.


10:00 AM


PNB Housingની તોફાની રેલી ચાલુ છે. શેરમાં સતત 7 મા દિવસે વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 સીઝનમાં 74 ટકા દોડ્યા છે. Carlyie Group અને HDFC Bankના પૂર્વ MD Aditya puriની કંપનીમાં રોકાણ કર્યા પછી 4 દિવસથી શેરમાં અપર સર્કિટ બતાવી રહ્યો છે.


09:59 AM


આવો જાણીએ એંજલ બ્રોકિંગના રૂચિત જૈનની આ શેરો પર હવે શું છે સલાહ

Motherson Sumi - હોલ્ડ કરો

મધરસન સુમી માં રૂચિત જૈનની બની રહેવાની સલાહ છે. આ શેર હજુ પણ અપટ્રેંડમાં છે. આગળ પણ તેમાં તેજી કાયમ રહેવાના સંકેત છે. આ સ્ટૉક માટે 245 રૂપિયાની આસપાસ નિયર ટર્મ સપોર્ટ છે. જ્યારે, 290-300 ની આસપાસ રેજિસ્ટેંસ છે.

Sumitomo Chemical - હોલ્ડ કરો

આ શેરમાં પણ રૂચિત જૈનની બની રહેવાની સલાહ છે. આ સ્ટૉકમાં સારા વૉલ્યૂમની સાથે કંસોલિડેશન ફેઝથી એક બ્રેકઆઉટ જોવાને મળ્યુ છે. બીજા ટેક્નિકલ ઈંડીકેટર પણ શૉર્ટટર્મમાં તેમાં તેજી કાયમ રહેવાના સંકેત આપી રહ્યા છે. આ શેરમાં ટ્રેલિંગ સ્ટૉપલૉસની સાથે બની રહેવાની સલાહ છે. આ શેર માટે 340 રૂપિયા પ્ર સપોર્ટ જોવામાં આવી રહ્યો છે. આ સ્ટૉકમાં ઘટાડા પર ખરીદીની રણનીતિની સલાહ રહેશે.


09:50 AM


લૉજીસ્ટીક્સ શેરોમાં જોરદાર તેજી સાથે વધારો થયો છે. Dr Reddyની સાથે Sputnik V માટે કરાર પછી Snowman Logisticsએ 12 ટકાથી વધારે વધુ ઉછાળ્યો છે. સાઢા 4 મબિનાની ઉચાઇ પર આ શેર પહોંચી ગયો છે. કંપની વેક્સીન માટે લૉજિસ્ટિક્સ સેવાઓ પ્રદાન કરશે.


09:45 AM

જાણો તમારા શહેરમાં તેલના ભાવ

દિલ્હીમાં આજે 3 જુનના પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નથી થયો. પેટ્રોલના ભાવ 94.49 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 85.38 રૂપિયા પ્રતિ લીટર છે.

મુંબઈમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં બદલાવ નથી થયો. પેટ્રોલના ભાવ 100.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 92.69 રૂપિયા પ્રતિ લીટર છે.

કોલકતામાં પણ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નથી થયો. પેટ્રોલના ભાવ 94.50 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 88.23 રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી વેચાઈ રહ્યા છે.

ચેન્નઈમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. પેટ્રોલના ભાવ 95.99 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 90.12 રૂપિયા પ્રતિ લીટર છે.

આ રીતે બેંગ્લોરમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નથી થયો. પેટ્રોલના ભાવ 97.64 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 90.51 રૂપિયા પ્રતિ લીટર છે.

મધ્ય પ્રદેશના ભોપાલમાં પેટ્રોલ 102.61 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 93.89 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયુ છે. એવી રીતે રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પેટ્રોલના ભાવ 105.52 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 98.32 રૂપિયા પ્રતિ લીટર છે. એવી જ રીતે મધ્ય પ્રદેશમાં અનૂપપુરમાં પેટ્રોલ 105.18 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલ 96.28 રૂપિયા પ્રતિ લીટર છે. Nagarabandh માં પેટ્રોલના ભાવ 105.73 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.78 રૂપિયા પ્રતિ લીટર છે.


09:40 AM

શિપિંગ સેક્ટર માટે સારા સમાચાર છે. શિપિંગ MRO પર GST દર ઘટાડવામાં આવ્યા છે. MRO સર્વસિ પર GST રેટ ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યા છે. સરકારે નોટિફિકેશન રજુ કર્યુ છે. શિપિંગ MRO પર GST દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યા છે. GST કાઉંસિલના નિર્ણયના નોટિફિકેશન રજુ કર્યા છે.

09:35 AM

આવો જાણીએ, આજે ક્યા શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.

મધરસન સુમી પર સીએલએસએ -
સીએલએસએ એ મધરસન સુમી પર આઉટપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹290 નક્કી કર્યા છે.

મધરસન સુમી પર નોમુરા -
નોમુરાએ મધરસન સુમી પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹301 નક્કી કર્યા છે.

મધરસન સુમી પર ગોલ્ડમૅન સૅક્સ -
ગોલ્ડમૅન સૅક્સે મધરસન સુમી પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹236 નક્કી કર્યા છે.

મધરસન સુમી પર જેફરીઝ -
જેફરીઝે મધરસન સુમી પર અંડરપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹205 નક્કી કર્યા છે.

બર્જર પેંટ્સ પર મેક્વાયરી -
મેક્વાયરીએ બર્જર પેંટ્સ પર અંડરપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹600 નક્કી કર્યા છે.

બર્જર પેંટ્સ પર નોમુરા -
નોમુરાએ બર્જર પેંટ્સ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹675 નક્કી કર્યા છે.

બાયોકૉન પર સીએલએસએ -
સીએલએસએ એ બાયોકૉન પર વેચાણના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹260 નક્કી કર્યા છે.


09:30 AM


રોહન પાટિલ એવા 3 કૉલ આપી રહ્યા છે જેમાં 3 સપ્તાહમાં જોરદાર કમાણી થઈ શકે છે.

Indraprastha Gas | LTP: Rs 531 |
આ સ્ટૉકમાં 510 રૂપિયાના સ્ટૉપલોસની સાથે 566 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. 2-3 સપ્તાહમાં તેમાં 7% ની અપસાઈડ જોવાને મળી શકે છે.

ICICI Prudential Life Insurance Company | LTP: Rs 565.65 |
આ સ્ટૉકમાં 549 રૂપિયાના સ્ટૉપલોસની સાથે 598 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. 2-3 સપ્તાહમાં તેમાં 6% ની અપસાઈડ જોવાને મળી શકે છે.

Aditya Birla Fashion and Retail | LTP: Rs 199.20 |
આ સ્ટૉકમાં 192.50 રૂપિયાના સ્ટૉપલોસની સાથે 210 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. 2-3 સપ્તાહમાં તેમાં 5% ની અપસાઈડ જોવાને મળી શકે છે.


09:22 AM

સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 52,240 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 15,693 સુધી ઉછળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાની ઊપર મજબૂતી સાથે જોવામાં આવી રહ્યા છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.76 ટકાની મજબૂતીની સાથે દેખાય રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.93 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 258.22 અંક એટલે કે 0.50 ટકાના વધારાની સાથે 52107.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 83 અંક એટલે કે 0.53 ટકા ઉછળીને 15659.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


ફાર્મા, ઑટો, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, એફએમસીજી અને મેટલ શેરોમાં 0.05-1.22 ટકા વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.37 ટકા ઉછાળાની સાથે 35,505.85 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં ટાઈટન, રિલાયન્સ, પાવરગ્રિડ, કોટક મહિન્દ્રા બેન્ક, ટાટા મોટર્સ અને ઓએનજીસી 1.10-4.20 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં બજાજ ઑટો, યુપીએલ, સિપ્લા, નેસ્લે ઈન્ડિયા, ટેક મહિન્દ્રા અને ઈન્ડસઈન્ડ બેન્ક 0.22-0.60 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરોમાં મુથૂટ ફાઈનાન્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ટ્રાન્સફર, ક્રિસિલ અને જેએસડબ્લ્યુ એનર્જી 2.41-4.73 ટકા સુધી ઉછળા છે. જ્યારે બાયોકૉન, ભારત ફોર્જ, બર્જર પેંટ્સ, આલ્કેમ લેબ અને એબીબી ઈન્ડિયા 0.06-0.66 ટકા ઘટ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં સ્નોમેન લૉજીસ્ટિક્સ, બ્લેક રોઝ ઈન્ડસ્ટ્રીઝ, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, કીરી ઈન્ડસ્ટ્રીઝ અને વેસ્કોન એન્જીનિયર 7.04-9.54 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં પેનેસિયા બાયોટેક, સાલસર ટેક્નો, આઈઆરબી ઈન્ફ્રા, સેન્ચ્યુરી એન્કા અને પ્રિવી સ્પેશલ 1.9-3.88 ટકા સુધી તૂટ્યા છે.