બજાર » સમાચાર » બજાર

બજારમાં વધારો કાયમ, Sensex 60 હજારની આસપાસ, Metal, FMCG, PSU Bank શેરોમાં દબાણ

જ્યારે સેન્સેક્સ 428 અંક ઉછળો અને નિફ્ટી 116 અંકો વધ્યો છે.
ના રોજ પ્રકાશિત Fri, 24, 2021 પર 09:26  |  સ્ત્રોત : CNBC-Bajar

02:40 PM


COGENCIS મુજબ સરકારે અતિરિક્ત શુગર વેચાણ કોટા જારી કર્યા છે. સપ્ટેમ્બર માટે વધારાના શુગર સેલ કોટા શરૂ થશે. 2.5 લાખ ટનનો વધારાનો શુગર સેલ કોટા છે.


02:30 PM


Sensexએ પાર કર્યા 60,000 નું સ્તર, જાણો એક્સપર્ટ ક્યાં જોઈ રહ્યા છે આગળનું સ્તર


સ્ટૉક માર્કેટના એક નિષ્ણાતે કહ્યું કે, અમે અત્યારે બુલ માર્કેટમાં છીએ. આ ઘમી હદ સુધી 2003-2007 બુલ માર્કેટ જેવું જ છે, જે આગામી 2-3 વર્ષ સુધી ચાલુ રહેવાની આશા છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોના ઉચાર-ચઢાવને જોતા થોડી સાવધાની પણ સલાહ બમણી કારમે કે શૉર્ટ-ટર્મમાં માર્કેટમાં કરેક્સનની સંભાવનાથી નકારી નહીં શકાય.


જાણકારોનું કહેવું છે કે અમે હજુ પણ મજબૂત અપટ્રેન્ડમાં છે અને ગ્લોબલ માર્કેટથી સારી પરફૉર્મ કરી રહ્યા છે. જો કે, આગામી દિવસોમાં છોડી વસ્તુઓ બજારને પ્રભાવિત કરી શકે છે, જેમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવો અને યુએસ બૉન્ડ યીલ્ડમાં વધારો સામલે છે. આ કારણથી શૉર્ટ-ટર્મમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.


એક અન્ય જાણકારે જણાવ્યું હતું કે, કુલ મળીને માર્કેટને લઇને બુલિશ આઉટલુક છે. આ બુલ રનમાં સેન્સેક્સ 1 લાખ સુધી ભાગી શકે છે. આ માટે રોકાણકારોને બજારમાં તેમનું રોકાણ જાળવી રાખવા સલાહ આપી શકાય છે. આ સાથે 10 થી 20 ટકાનો કોઈ પણ સુધારો ખરીદીની સારી તક હોઈ શકે છે. એસઆઈપીના દ્વારા રોકાણ કરવું આ હુલ રનમાં સારી સલાહ છે.


02:20 PM


ટાટા અને એરબસને મળી 22000 કરોડ રૂપિયાની ડીલ, મળીને બનાવશે મિલિટ્રી એરક્રાફ્ટ


Tata અને એરબસે 22,000 કરોડ રૂપિયાની એક ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર અંતર્ગત દેશની એરફોર્સ માટે 56 C-295 ટ્રાન્સપોર્ટ એર ક્રાફ્ટ બનાવવામાં આવશે. તે ભારતના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો કોઇ પ્રાઇવેટ કંપનીને મળ્યો મિલિટ્રી મેન્યુફેક્ચરિંગ ઑર્ડર છે.


આ કરાર હેઠળ 56 માંથી 40 એરક્રાફ્ટ ભારતમાં જ એરબસ ડિફેન્સ અને સ્પેસ (Airbus Defence and Space) અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (Tata Advanced Systems Limited (TASL)ની વચ્ચે મળીને બન્યા કન્સોર્ટિયમ દ્વારા બનાવવામાં આવશે. આ એરક્રાફ્ટ્સને કૉન્ટ્રેક્ટ સાઇન કરવાની તારીખથી 10 વર્ષની અંદર બનાવવામાં આવશે. એરબસ તરફથી 16 એરક્રાફ્ટ એકદમ તૈયાર કરીને આપવામાં આવશે


02:10 PM


Evergrandeના interest deadline miss કરવાથી મેટલ શેરોમાં દબાણ બન્યો છે. TATA STEEL, JSW STEEL, JSPL, SAIL સહિત તમામ સ્ટીલ શેર લપસી ગયા છે. NIFTY METAL INDEX આ સપ્તાહ લગભગ 3.5 ટકા લપસી ગયો છે.


02:00 PM


ACCENTUREના મજબૂત પરિણામો સાથે IT શેરોનો જોશ high પર છે. સતત 4 દિવસની મજબૂતાઈ સાથે NIFTY IT ઈન્ડેક્સ નવી ટોચ પર પહોંચી ગયું છે. LTI, MPHASIS અને HCL TECH લગભગ 3 ટકા ઉપર છે.


01:50 PM


GAYATRI PROJECTS। 49.7 કરોડ રૂપિયાનું ઑર્બિટેશન મળ્યો છે. એનએસઈ પર આ શેર 0.35 રૂપિયા એટલે કે 0.67 ટકાના વધારા સાથે 52.45 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે બીએસઈ પર આ શેર 0.20 રૂપિયાના વધારા સાથે 52.50 ના સ્તર પર જોવા મળી રહ્યો છે.


01:40 PM


જો આ 6 સ્મોલકેપ ફંડમાં SIP હોત તો 10 વર્ષમાં ત્રણ ગુણો મળતું રિટર્ન


Nippon India Small Cap Fund 10000 રૂપિયા પ્રતિ મહિનાના એસઆઈપીએ છેલ્લા 10 વર્ષમાં 47 લાખ રૂપિયા બનાવી છે. આ 10-year SIPનું રિટર્ન લગભગ 26 ટકા છે. એ જ રીતે SBI Small Cap fundએ 10 વર્ષની SIP પર 26 ટકા રિટર્ન (XIRR यानी Extended Internal Rate of Return) આપ્યું છે.


Franklin India Smaller Cos Fundએ 10 વર્ષની એસઆઈપી પર 20 ટકા રિટર્ન આપ્યું છે. HDFC Small cap Fundમાં 10 વર્ષની એસઆઈપી પર 20 ટકા XIRR (રિટર્ન) આપ્યું છે.


Kotak Small Cap Fundમાં 10 વર્ષની એસઆઈપીમાં 23 ટકાનો રિટર્ન મળ્યો છે. જ્યારે, વિનીત સામ્બ્રે (Vinit Sambre) દ્વારા મેનેજ્ડ DSP Small cap ફંડે 10 વર્ષની એસઆઈપીમાં 22 ટકાનો રિટર્ન આપ્યું છે.


01:30 PM


બજારમાં રેકોર્ડબ્રેક તેજી ચાલુ છે. સેન્સેક્સે પહેલી વાર 60 હજારને પાર નિકળી ગયો છે પરંતુ ઉપરી સ્તરોથી બજારમાં દબાણ જોવા મળી રહ્યું છે. બજારે તમામ લાભ ગુમાવ્યા છે. નિફ્ટી સપાટ કારોબાર કરી રહી છે.


01:16 PM


બજારમાં વધારાની સાથે કામકાજ થઈ રહ્યું છે. oberoi, mahindra life, dlf, prestige, ghcl , dcw, tata chem જેવા મિડકેપ શેરોમાં સૌથી વધુ હલચલ જોવા મળી રહી છે.


01:00 PM


બજારમાં રેકોર્ડબ્રેક તેજી ચાલુ રાખે છે. સેન્સેક્સ પહેલી વાર 60 હજારને પાર નિકળી ગયો છે અને આ સ્તરને અત્યાર સુધી હોલ્ડ કરવામાં સફળ રહ્યો છે. INFOSYS, Bharti Airtel, ASIAN PAINTS અને HDFC Bank બજારને મજબૂત સપોર્ટ આપી રહ્યા છે.


12:30 PM


બજારમાં વધારાની સાથે કામકાજ થઇ રહ્યું છે. નિફ્ટીના ટૉપ ગેનરમાં ASIANPAINT, BHARTIARTL, BHARTIARTL, GRASIM, M&M જેવા શેરોના નામ સામેલ છે. જ્યારે JSWSTEEL, TATASTEEL, SHREECEM, TATACONSUM, HINDUNILVR નિફ્ટીના ટૉપ લૂઝર છે.


12:20 PM


સોનાની ચાલ પર શું છે એક્સપર્ટનો અભિપ્રાય


ગોલ્ડના પ્રાઇસેજમાં અગાઉના સત્રમાં 1 ટકાથી વધુના ઘટાડા બાદ શુક્રવારે થોડો વધારો થયો. ડૉલરમાં નબળાઈનો આ ફાયદો મળ્યો છે. જોકે, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા બૉન્ડ પરતેઝમાં ઘટાડવાની યોજનાથી સતત ત્રીજા સપ્તાહમાં ઘટાડો ચાલુ રાખી શકે છે. MCX પર ગોલ્ડનો ઑક્ટોબર કૉન્ટ્રાક્ટ શરૂઆતી કારોબારમાં 0.06 ટકા ઘટીને 46,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યા હતો. સિલ્વરનો સપ્ટેમ્બર ફ્યૂટર્સ 0.14 ટકા ઘટીને 60,698 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર હતો.


Prithvifinmart Commodity Researchના હેડ (કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચ), મનોજ કુમાર જૈને કહ્યું, ગોલ્ડ માટે 1,740-1,728 ડૉલર પ્રતિ ઓન્સ પર સપોર્ટ અને 1,762-1,774 ડૉલર પ્રતિ ઓન્સ પર રેજિસ્ટેન્સ છે. સિલ્વરનો સપોર્ટ 22.40-22.20 ડૉલર પ્રતિ ઓન્સ અને રેજિસ્ટેન્સ 22.88-23.32 ડૉલર પ્રતિ ઓન્સ પર છે. MCX પર ગોલ્ડનો સપોર્ટ 45,800-45,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ દીઠ અને રેજિસ્ટેન્સ 46,300-46,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.


કોટક સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ (કોમોડિટી રિસર્ચ) રવિન્દ્ર રાવે કહ્યું કે ઇક્વિટી માર્કેટમાં તેજી ગોલ્ડના પ્રાઇસ પર દબાણ છે. આ સાથે ફેડરલ રિઝર્વના બૉન્ડ ખરીદી ઘટાડવા અને ઇન્ટરેસ્ટ રેટ વધીને સંકેત પર પણ અસર પડી રહી છે.


12:10 PM


PSP PROJECTS। કંપનીને 420 કરોડના ઑર્ડર મળ્યા છે. અત્યારે એનએસઈ પર આ શેર 3.25 રૂપિયા એટલે કે 0.71 ટકાના ઘટાડા સાથે 454 ના સ્તર પર જોવા મળી રહ્યો છે.


12:00 PM


Kotak Securitiesના શ્રીકાંત ચૌહાણની રોકાણની સલાહ-


United Spirits- આ શેરમાં રેંજ બ્રેક આઉટની બાદ જોરદાર તેજી જોવાને મળી છે. 23 સપ્ટેમ્બરના 843.50 રૂપિયાના ફ્રેશ ઑલટાઈમ હાઈ લગાવ્યા. આ મહિને અત્યાર સુધીમાં શેર 23 ટકાથી વધુ ઘટી ગયો છે. ટ્રેન્ડને ફોલો કરતા વેપારીઓ માટે 800 લેવલ ખૂબ મહત્વનું રહેશે. આ ઉપર જાણો, પરંતુ આ સ્ટોક 880-925 ના સ્તર પર જઈ શકે છે. બીજી બાજુ, જો આ સ્ટોક 800 રૂપિયાની નીચે લપસી જાય છે તો તેમાં 750-710 રૂપિયા સુધીનું કરેક્શન જોવા મળી શકે છે.


Bajaj Finserv- ટેક્નિકલી જોઈએ તો આ શેરમાં પણ હજુ વધારે ઊપર જવાના સંકેત બનેલા છે. પોજીશનલ ટ્રેડરો માટે 18,000 અને 17,700 રૂપિયાના સ્તર મહત્વનો સપોર્ટ ઝોન હશે. જ્યાં સુધી આ શેર આ સ્તરોની ઊપર છે તેના 19,000-19,650 રૂપિયાની તરફ જવાની સંભાવના બનેલી છે. પંરતુ જો તે 17,700 રૂપિયાની નીચે લપસે છે તો પછી તેમાં નબળાઈ આવી શકે છે.


Mphasis- આ સ્ટૉકમાં પણ પૉઝિટિવ પેટર્ન કાયમ છે. આવતા થોડા કારોબારી સત્રોમાં આ સ્ટૉક માટે 3,180 રૂપિયાના લેવલ ટ્રેંડ ડિસાઈડરનું કામ કરશે. જો આ શેર આ લેવલની ઊપર ટકી રહે છે તો પછી તેમાં 3,500 રૂપિયાના લેવલ જોવાને મળી શકે છે. પછી આગળ અમે તેમાં 3,750 રૂપિયાના સ્તર પણ શક્ય લાગે છે. જ્યારે બીજી તરફ જો આ સ્ટૉક 3,180 રૂપિયાની નીચે લપસે છે તો પછી તેમાં અમે શૉર્ટ ટર્મમાં વધુ કરેક્શન જોવાને મળી શકે છે.


11:50 AM


સોનામાં કારોબાર


સોનું 6 સપ્તાહની નીચલા સ્તર પર લપસી ગયો છે. કૉમેક્સ પર સોનાના બાવ 1750 ડૉલરના લેવલ પર છે. US Fed 2022 મધ્ય સુધી પેકેજ સમાપ્ત કરી શકે છે. ચીનની Evergrade સંકટ ટલા છે. SPDR Gold ETF હોલ્ડિંગમાં 8.1 ટનનો ઘટાડો થયો છે. ગુરુવારે હોલ્ડિંગ 0.8 ટકા ઘટીને 992.65 ટન પર આવી ગયું છે.


11:40 AM


ક્રૂડમાં કારોબાર


MCX પર 2 મહિનાના હાઇ પર ક્રૂડ ઓઇલ જોવા મળી રહ્યું છે. બ્રેન્ટ 2018 ના હાઇ લેવલની નજીક પહોંચી ગયું છે અને તેનો ભાવ 77 ડૉલર પ્રતિ બેરલને ઉપર નિકળી ગયો છે. ક્રૂડમાં સતત 5 મા સપ્તાહમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પ્રોડક્શન ક્રાઇસેસ અને ગ્લોબલ માંગ વધવાથી ક્રૂડને સપોર્ટ મળી રહ્યો છે. US ગલ્ફમાં હજુ પણ 16 ટકા ઓછું ઉત્પાદન છે. USની સાથે યુરોપમાં પણ ઇન્વેન્ટરી ઘટી છે. ચીન તેના રિઝર્વથી આજે પહેલી હરાજી કરશે. ઈરાકના ઓઈલ મંત્રીએ કહ્યું છે કે OPECની 70 ડૉલરની નજીક ભાવ રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. ડિમાન્ડમાં સુદારથી 2022 ના અંત સુધી ભાવ 100 ડૉલર જઈ શકે છે.


11:30 AM


મેટલ્સમાં કારોબાર


ડોલર ઇન્ડેક્સ એક મહિનાના હાઇ પર પહોંચ્યો છે. ચાઇના Evergrande સંકટ ટાળવાને કારણે મેટલ્સને સપોર્ટ મળી રહ્યો છે. મહિના દર મહિનાના આધાર પર ઑગસ્ટમાં ચીનનું એલ્યુમિનિયમ આઉટપુટ 3.2 ટકા ઘટી રહ્યું છે. શાંઘાઈ નિકલ ઇન્વેન્ટ્રી રેકોર્ડ નીચલા સ્તર પર બની રહ્યું છે. કૉપરમાં એક મહિનાની નીચલા સ્તરથી રિકવરી જોવા મળી રહી છે. EUમાં પાવર ક્રાઇસેસથી ઝિંક પ્રોડક્શન પ્રભાવિત થયું છે. LMEમાં ઈન્વેન્ટ્રી ઘટવાથી TIN રેકોર્ડ હાઇ પર છે.


11:20 AM


IRCON। 500 MWના સોલાર પ્રોજેક્ટ માટે બોલી જીતી છે. સોલાર પ્રોજેક્ટના ખર્ચ 2400 કરોડ રૂપિયા છે. અત્યારે એનએસઈ પર આ શેર 1.45 રૂપિયા એટલે કે 3.37 ટકાના વધારા સાથે 46.05 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યું છે.


11:10 AM


બજારમાં વધારા સાથે કામકાજ થઈ રહ્યું છે. સેન્સેક્સ 370.55 અંક એટલે કે 0.62 ટકાના વધારા સાથે 60,255.91 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી 96.75 અંક એટલે કે 0.57 ટકાના વધારા સાથે 17,924.65 ના સ્તર પર જોવા મળી રહ્યો છે.


10:48 AM


CADILA HEALTH। Apremilast ટેબ્લેટને US FDA દ્વારા મંજૂરી મળી છે. ઑર્થેરાઇટિસની દવાને US FDA તરફથી મંજૂરી મળી છે. એનએસઈ પર આ શેર એટલે કે 0.56 ટકાના ઘટાડા સાથે 564.37 ના સ્તર પર જોવા મળી રહ્યા છે.


10:40 AM


GEPL Capitalના Karan Pai દ્વારા આજના 3 કૉલ જેમાં આગામી ત્રણ 3-4 સપ્તાહામાં થઈ શકે છે મજબૂત કમાણી


Can Fin Homes | LTP: Rs 678.65- આ સ્ટૉકમાં 779 રૂપિયાના લક્ષ્ય માટે, 619 રૂપિયાનો સ્ટૉપલોસ સાથે ખરીદી કરો. 3-4 સપ્તાહમાં આ શેરમાં 15 ટકાનો અપસાઇડ સરળતાથી જોવા મળી શકે છે.


ONGC | LTP: Rs 137.75- આ સ્ટૉકમાં 173 રૂપિયાના લક્ષ્ય માટે, 125 રૂપિયાનો સ્ટૉપલોસ સાથે ખરીદી કરો. 3-4 સપ્તાહમાં આ શેરમાં 26 ટકાનો અપસાઇડ સરળતાથી જોવા મળી શકે છે.


ITC | LTP: Rs 242.50- આ સ્ટૉકમાં 310 રૂપિયાના લક્ષ્ય માટે, 231 રૂપિયાનો સ્ટૉપલોસ સાથે ખરીદી કરો. 3-4 સપ્તાહમાં આ શેરમાં 28 ટકાનો અપસાઇડ સરળતાથી જોવા મળી શકે છે.


10:30 AM


બજારમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સે પહેલી વાર 60 હજારને પાર નિકળી ગયો છે. નિફ્ટીએ પણ 18 હજારની તરફ ઝટપી પગલું ભર્યું છે. INFOSYS, TCS, ASIAN PAINTS અને HDFC મજબૂત સપોર્ટ આપી રહ્યા છે. મજબૂત તેજી પર Wealth Advisorsના Basant Maheshwariએ રોકાણકારોને સાવધાન રહેવાની સલાહ આપી છે.


10:20 AM


સોડા એશ અને અન્ય કેમિકલના ભાવ વધવાના સમાચાર પર કેમિકલ શેરોમાં મજબૂત તેજી જોવા મળી રહી છે. tata Chemical અને DCW 6 થી 7 ટકા ઉછળ્યો છે. GUJRAT ALKALI અને SUDARSHAN CHEM પણ 3 થી 4 ટકા વધ્યો છે.


10:10 AM


Rupee opening: ડૉલર સામે રૂપિયાની શરૂઆત નબળાઈ સાથે થઈ છે. ડૉલર સામે રૂપિયો આજે 13 પૈસા નબળો થઈને ખુલ્યો છે. ડૉલર સામે રૂપિયો 73.77 ના સ્તર પર ખુલ્યો છે.


ગઈકાલે એટલે કે ગુરુવારના કારોબારમાં ડોલર સામે રૂપિયામાં મજબૂત જોવા મળી હતી. ડૉલર સામે રૂપિયો 23 પૈસા મજબૂત થઈને 73.64 ના સ્તર પર બંધ થયો હતો.


10:00 AM


Sansera Enggના શેરની લિસ્ટિંગ 9 ટકા પ્રીમિયમ પર


Sansera Engineeringના શેરનું લિસ્ટિંગ આજે અપેક્ષા કરતાં વધુ સારું રહ્યું છે. ઑટો કમ્પોનન્ટ બનાવા વાળી આ કંપનીના શેરની લિસ્ટિંગ ઇશ્યૂ પ્રાઇસ કરતા 9 ટકા પ્રીમિયમ પર હાઇ છે. BSE પર Sansera Engineeringના શેર 9.05 ટકા ઉપર 811.35 રૂપિયા પર લિસ્ટ થયું છે. જ્યારે NSE પર તેના શેર 9.07 ટકા ઉપર 811.50 રૂપિયા પર લિસ્ટેડ થયો છે.


09:50 AM


રિયાલિટી શેરોમાં સતત ચોથા દિવસે તોફાની વધારો જોવા મળી રહ્યો છે. NIFTY REALTY INDEX 11 વર્ષના ટૉપ પર ટકી રહ્યો છે. આજે OBEROI REALITYમાં 10 ટકાથી વધુનો ઉછાળો છે. DLF, GODREJ PROPERTY, SOBHAમાં રોનક જોવા મળી રહી છે.


09:40 AM


ACCENTUREના મજબૂત પરિણામો પર IT શેરોમાં જોશ હાઈ છે. સતત 4 દિવસોની મજબૂતી સાથે નવી ટૉપ NIFTY IT ઇન્ડેક્સ કારોબાર કરી રહી છે. દિગ્ગજો સાથે મિડકેપ IT શેરોમાં સારી ખરીદી જોવા મળી રહી છે.


09:30 AM


સીએનબીસી-બજાર દ્વારા સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર કમર્શિયલ VSAT લાયસન્સની શર્તોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે લાઇસન્સની શર્તો સરળ બનાવી છે. હવે ટેલિકૉમ કંપનીઓને પણ કનેક્ટિવિટી સંભવ છે. VSAT કંપનીઓ પણ કનેક્ટિવિટી આપી શકશે. નવી શર્તો આજથી લાગુ થશે.


09:25 AM


LIC Housing Financeએ તહેવારો પર ઘર ખરીદનારા ગ્રાહકોને ખાસ ભેટ આપ્યું છે. એના પહેલા કંપનીએ જુલાઇઈમાં 50 લાખ રૂપિયા સુધીની હોમ લોનનો દર ઘટાડીને 6.66 ટકા કર્યો છે. એના પહેલા કંપનીએ જુલાઈમાં 50 લાખ રૂપિયા સુધીની હોમ લોનની 6.66 ટકા કરી દીધી હતી. હવે LIC Housing Financeએ લોનની રકમ 50 લાખથી વધારીને 2 કરોડ રૂપિયા કરી દીધી છે.


LIC Housing Financeએ કહ્યું કે આ દર 700 અથવા તેનાથી વધારે સિબિસ સ્કોર વાળા તમામ લોન લેવા વાળા લોકો આ 6.66 ટકાના દર પર લોન મળી જશે. ગ્રાહકોના કોઇ પણ પેશા હો પરંતુ તેઓ લોન લઈ શકે છે. આ લોન 22 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર દરમિયાન લેવામાં આવેલી હોમ લોન પર જ લાગુ થશે.


09:21 AM


સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 60,288.12 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 17,900 ની ઊપર છે. જ્યારે સેન્સેક્સ 428 અંક ઉછળો અને નિફ્ટી 116 અંકો વધ્યો છે.


સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.46 ટકાની મજબૂતીની સાથે દેખાય રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.65 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.


હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 428.61 અંક એટલે કે 0.72 ટકાના વધારાની સાથે 60313.97 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 116.50 અંક એટલે કે 0.65 ટકા ઉછળીને 17939.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


ઑટો, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો અને ઑયલ એન્ડ ગેસ 0.10-1.84% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.82 ટકા વધારાની સાથે 38,083.25 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે મેટલ શેરોમાં ઘટાડો જોવાને મળ્યો.


દિગ્ગજ શેરોમાં વિપ્રો, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, ગ્રાસિમ, એલએન્ડટી, ટીસીએસ અને ટેક મહિન્દ્રા 1.31-3.01 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં જેએસડબ્લ્યુ સ્ટીલ, હિંડાલ્કો, ટાટા કંઝ્યુમર, ટાટા સ્ટીલ, એનટીપીસી, એચયુએલ અને એસબીઆઈ 0.62-1.59 ટકા સુધી ઘટ્યા છે.


મિડકેપ શેરોમાં એબી કેપિટલ, એમફેસિસ, ઓબરૉય રિયલ્ટી, ઑયલ ઈન્ડિયા અને આદિત્ય બિરલા ફેશન 1.81-3.58 ટકા સુધી ઉછળા છે. જ્યારે ઝિ એન્ટરટેનમેન્ટ, સન ટીવી નેટવર્ક, સીજી કંઝ્યુમર, બેયર કૉર્પસાઈન્સ અને જેએસડબ્લ્યુ એનર્જી 0.6-1.57 ટકા ઘટ્યો છે.


સ્મૉલકેપ શેરોમાં વી2 રિટેલ, દિલિપ બિલ્ડકૉન, બલરામપુર ચિની, મેક્સ વેંચર્સ અને મહિન્દ્રા લાઈફ 5.22-9.97 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં એનએક્સડિજિટલ, ગ્લોબસ સ્પિરિટ્સ, યુનિવર્સલ કેબલ, ગોદાવરી પાવર અને ટેક્સમેકો ઈન્ફ્રા 2.31-3.23 ટકા સુધી તૂટ્યા છે.