બજાર » સમાચાર » બજાર

મે આઈઆઈપી, જૂન રિટેલ મોંઘવારીના આંકડા આજે

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 09:22  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે મે મહીનાના આઈઆઈપી અને જૂન મહીનાના રિટેલ મોંઘવારી દરના આંકડા રજુ થશે. સીએનબીસી-બજારના અનુમાનના મુજબ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના દરમાં ઘટાડો આવી શકે છે. જ્યાં મોંઘવારી દરમાં ઉછાળો સંભવ છે.

બજાર અનુમાનના મુજબ મે માં આઈઆઈપી ગ્રોથ ઘટીને 3.9 ટકા રહી શકે છે. જ્યારે એપ્રિલમાં આઈઆઈપી ગ્રોથ 4.9 ટકા રહ્યો હતો. સાથે જ જુનમાં રિટેલ મોંઘવારી દર વધીને 5.3 ટકા રહી શકે છે. મે માં રિટેલ મોંઘવારી દર 4.87 ટકા રહી હતી.