બજાર » સમાચાર » બજાર

પાક વીમા મુદ્દે સીએમના નિવાસ સ્થાને બેઠક

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 16:49  |  સ્ત્રોત : CNBC-Bajar

ખેડૂતોના સંદર્ભે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ્થાને તાકીદની બેઠક બોલાવાઇ છે. આ બેઠકમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, કૃષિપ્રધાન આર સી ફળદુ, સીએસ જે એન સિંહ, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ, કૃષિ વિભાગના ડાયરેક્ટર ઉપસ્થિત છે. આ બેઠકમાં પાક વીમાની મુદત વધારાઇ શકે તેવું જાણવા મળી રહ્યું છે. પાક વીમા સંદર્ભે રાજ્ય સરકાર પર કેટલો નાણાકીય બોજો પડશે તે અંગે પણ ચર્ચા થશે.