બજાર » સમાચાર » બજાર

જીએસટી ફાઇલિંગ સમસ્યાને દૂર કરવા બેઠક

ના રોજ પ્રકાશિત Sat, 16, 2019 પર 15:23  |  સ્ત્રોત : CNBC-Bajar

જીએસટી ફાઇલ કરવામાં આવી રહેલી તકલીફોને દૂર કરવા માટે નાણાં મંત્રી આજે 5 અલગ અલગ સેક્ટરના એક્સપર્ટ્સ સાથે મહત્વની બેઠક કરશે. બેઠકના ખાસ વાત એ છે કે નાણાં મંત્રીની સામે જીએસટી ફાઇલ કરવામાં આવી રહેલી તકલીફોનો રિયલ ટાઇમ ડેમો આપવામાં આવશે. નાણાં મંત્રી સાથેની બેઠકમાં જીએસટી અને જીએસટીએન સાથે જોડાયેલા તમામ અધિકારી હાજર રહેશે. તેઓને જીએસટી ફાઇલ કરવામાં આવી રહેલા વ્યવહારીક અને ટેકનિકલ સમસ્યાઓની જાણકારી આપવામાં આપશે.