બજાર » સમાચાર » બજાર

હેક્ટર સાથે ભારતમાં MG મોટરની એન્ટ્રી

ના રોજ પ્રકાશિત Wed, 15, 2019 પર 18:51  |  સ્ત્રોત : CNBC-Bajar

બ્રિટિશ કાર કંપની મોરિસ ગૈરાઝ એટલે MG મોટરે નવી SUV હેક્ટરની સાથે ભારતમાં પગલું મુક્યું છે. જ્યારે કે કંપની હજૂ સુધી કારની કિંમતની જાહેરાત નથી કરી. કંપનીનું કહેવું છે કે આ હેક્ટર દેશની પહેલી આઇ સ્માર્ટ કાર છે. જેને તમે એપથી સ્ટાર્ટ કરી શકો છો. એપ દ્વારા તમે ક્લાઇમેટ કન્ટ્રોલ, સનરૂફ, ટેલગેટ અને ડોર લોક કન્ટ્રોલ કરી શકો છો. રિયલ ટાઇમ ટ્રાફિક અપડેટ અને તેના વ્હીકલ કન્ડિશનની જાણકારી ગાડીના આઇ સ્માર્ટ એપ દ્વારા મળી શકશે. હેક્ટરમાં 1.5 લીટરનું એન્જિન આપવામાં આવ્યું છે, જો 170BHP પાવર આપે છે. આ ગાડીની સીધી ટક્કર ટાટા હેરિયર, જીપ કંપસ અને મહિન્દ્રા XUV500 સાથે છે.