બજાર » સમાચાર » બજાર

વરસાદને લીધે કાપડ બજારમાં કરોડોનું ધોવાણ

ના રોજ પ્રકાશિત Tue, 13, 2019 પર 18:35  |  સ્ત્રોત : CNBC-Bajar

દક્ષિણ અને ઉત્તર ભારતમાં પડેલા ભારે વરસાદની અસર. સુરતના કાપડ ઉદ્યોગને પડી છે. અને આ વરસાદના કારણે સુરતના કાપડ ઉદ્યોગને અંદાજે 3 હજાર કરોડનું નુકશાન થયું છે.


તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. પરંતુ સુરતના કાપડ ઉદ્યોગમાં મંદીના માહોલ જેવી સ્થિતિ છે. દક્ષિણ ભારત અને ઉત્તર બહારના રાજ્યમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે. તેની સીધી અસર સુરતના કાપડ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. દક્ષિણ ભારતના રાજ્યોમાંથી મોટા ભાગના ઓર્ડર કેન્સલ થઈ ગયા છે. આ ઓર્ડર કેન્સલ થતા મંદીમાંથી બહાર આવવાની એક આશા પણ ઠગારી નીવડી છે. જેના કારણે કાપ઼ડ ઉદ્યોગને અંદાજે 3 હજાર કરોડનું નુકશાન થયું છે.


વેપારીએએ રક્ષાબંધન અને બકરી ઇદને અનુરુપ માલ તૈયાર કરાવ્યો હતો. વેપારીઓને માલ ગોડાઉનમાં પડી રહ્યો છે..જેથી પેમેન્ટ તો અટક્યું જ છે.


તહેવારોમાં મંદીથી બહાર આવવાની વેપારીઓને આશા હતી પરંતુ વેપારીઓની આ આશા પર વરસાદે પાણી ફેરવી દીધું છે.