બજાર » સમાચાર » બજાર

ડાંગના પરંપરાગત ખેડૂતોની આધુનિક ખેતી

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 14:19  |  સ્ત્રોત : CNBC-Bajar

ડાંગ જિલ્લામાં પરંપરાગત ખેતી પદ્ધતિથી હટીને અહીંના ખેડૂતો હવે આધુનિક ખેતી તરફ વળી રહ્યાં છે. જિલ્લાનાં પ૦ સાહસિક ખેડૂતોએ ર૩ હેક્ટરમાં કરી સ્ટ્રોબેરીની ખેતી. અને વધાર્યો આવકનો સ્ત્રોત.


ટેસ્ટ ઓફ સ્ટ્રોબરી. આદિવાસીઓ થયા આધુનિક. વળ્યા આધુનિક ખેતી તરફ. આધુનિક પધ્ધતિથી કરી રહ્યા છે સ્ટ્રોબેરીની ખેતી.


ડાંગર, નાગલી, કોદરા, કઠોળ પાક જેવી પરંપરાગત ખેતી કરતા ડાંગના ખેડૂતો હવે આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે અને કરી રહ્યા છે આધુનિક ખેતી. પરંપરાગત ખેતી બાદ હવે ડાંગના ખેડૂતો બિનપરંપરાગત પાકની ખેતી કરી રહ્યા છે. પહેલા કાજૂ અને હવે સ્ટ્રોબેરીની ખેતી કરતા 9 ગામના 50 સાહસિક ખેડૂતો 23 હેક્ટરમાં સ્ટ્રોબેરીની ખેતી નવી ટેક્નોલોજીથી કરી રહ્યા છે. ડાંગના ખેડૂતોની આવક વધે તે માટે સરકારે પણ 22 લાખ જેટલી મદદ ખેડૂતોને કરી છે.


આ પહેલાં પણ આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ જિલ્લાના ૩૯૫૦ ખેડૂતોને શાકભાજીના મિશ્ર બિયારણના પેકેટ, રતાળુ પાકની ખેતી માટે ૧૫૭ ખેડૂતોને રૂા. ૩૦.૮૬ લાખની સહાય, બટાકાની ખેતી માટે ૧૨૨ ખેડૂતોને રૂા. ૧૮.૧૬ લાખની સહાય, જ્યારે રૂા. ૩.પ૦ લાખના ખર્ચે જિલ્લાના ૧૭૫ ખેડૂતોને સરગવાની ખેતી, 9 લાખના ખર્ચે એપલ બોરની ખેતી, 4.62 લાખના ખર્ચે પાઇનેપલની ખેતી તેમજ 12.57 લાખના ખર્ચે 159 લાભાર્થીઓને તરબુચની ખેતી માટે પણ પ્રોત્સાહિત કરાયા હતા.


સરકારની મદદ અને આધુનિક પધ્ધતિથી ડાંગના વાતાવરણમાં સ્ટ્રોબેરીનો સારો એવો ઉત્પાદન થાય છે. અને સારા ભાવમાં વેચાતા વેપારીઓનું ગુજરાન પણ સારી રીતે ચાલે છે.


ઘરઆંગણે જ ખેડૂતોને રોજગારી ઉપલબ્ધ થતા હવે ડાંગના ખેડૂતોમાં નવી હિંમત અને સાહસવૃત્તિ વધી છે અને ખેડૂતોનું સ્થળાંતર પણ મહદઅંશે અટકી ગયુ છે.