બજાર » સમાચાર » બજાર

મોરબીમાં મોદી મંદીર

ના રોજ પ્રકાશિત Sat, 20, 2019 પર 12:35  |  સ્ત્રોત : CNBC-Bajar

ચૂંટણીની મૌસમમાં નરેન્દ્ર મોદી છવાયેલા છે. જેમાં સોશિયલ મીડીયામાં હોય કે ચાય પે ચર્ચા તમામ જગ્યાએ મોદીની ચર્ચા ચોક્કસ થતી હોય છે. ત્યારે મોરબી જીલ્લાના વાંકાનેરમાં આવેલી વાદી વસાહતમાં નરેન્દ્ર મોદીનું મંદિર આવેલું છે જ્યાં દરરોજ સવાર-સાંજ નરેન્દ્ર મોદીની આરતી થાય છે. આ મંદિર વાંકાનેરમાં વસતા વાદી સમાજે બનાવ્યું છે કારણ કે તેઓ માને છે કે વાદી જાતીના લોકોને રહેવા માટે ઘર, બાળકોના અભ્યાસની સુવિદ્યા નરેન્દ્ર મોદીએ આપી હતી. જેથી નરેન્દ્ર મોદી તેમના માટે ભગવાનથી વિશેષ નથી.


આ છે વાંકાનેરની વાદી વસાહતમાં આવેલું મંદિર કે જ્યાં કોઇ ભગવાનનો ફોટો નથી. પણ ધ્યાનથી જોશો તો જણાશે કે અહીયા નરેન્દ્ર મોદીનો ફોટો છે અને અહીયા લોકો આરતી ઉતારી રહ્યા છે. તમને નવાઇ લાગશે કે મોદીનું મંદિર! પણ અહીયા રહેતા વાદી સમાજના લોકો માટે નરેન્દ્ર મોદી ભગવાનથી વિશેષ છે.


કારણ એ છે કે વાદી સમાજ એટલે મદારી સમાજ, જેમનું કોઇ ઠેકાણુ નહોતુ અને તે એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જ રહેતા પરિણામે તેમના બાળકોને અભ્યાસ મળતો નહોતો અને જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું રહેતું પણ 2005માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વાદી સમાજ માટે વાદી વસાહતમાં મકાન બનાવી અને શાળા પણ બનાવી આપી. બસ ત્યારથી આ મંદિર બનાવીને વાદી સમાજના લોકો મોદીને ભગવાન ગણીને પુજે છે.


વાદી વસાહતની શાળામાં અભ્યાસ કરવા માટે આવતા બાળકો પહેલા મંદિરમાં મોદીના દર્શન કરે છે અને બાદમાં જ શાળામાં જાય છે. છેલ્લા 14 વર્ષથી અહીયા રહેતા લોકોનું જીવન બદલાઇ ગયુ છે અને જે જ્ઞાતિના લોકોએ કોઇ દિવસ શાળાનું નામ પણ નહોતું સાંભળ્યું તે બાળકોએ ભણીને આગળ આવી રહ્યા છે. અહીની શાળામાં અભ્યાસ કરતો બાળક પહેલા મંદિરમાં નરેન્દ્ર મોદીના દર્શન કરે છે અને પછી વર્ગ ખંડમાં જાય છે..અહી ભણેલા જુના વિદ્યાર્થી મોદીનો સતત આભાર માને છે.


હાલ ચૂંટણીનો માહોલમાં પણ અહીયા રહેતા વાદી સમાજના લોકો મોદી મંદિરમાં પુજા પાઠ કરે છે અને ઇચ્છે છે કે મોદી ફરીથી વડાપ્રધાન બને કે જેથી જે રીતે વાદી સમાજનું ભલુ કર્યું તેમ ભારતમાં પણ રહેતા તેમના જેવા લોકોનું ભલુ થાય. કદાચ મોદી ફેન તો ઘણા હશે કે જે મોદી ક્લબ ચલાવતા હશે પણ મોદી મંદિર બનાવનાર વાદી સમાજ એક છે. તે હકીકત છે.