બજાર » સમાચાર » બજાર

80થી વધુ ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું

ના રોજ પ્રકાશિત Thu, 20, 2020 પર 13:46  |  સ્ત્રોત : CNBC-Bajar

એક તરફ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે અને કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ટ્રમ્પના કાર્યક્રમમાં સહભાગી થવા માટે વડોદરાના ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સરકારના આ પગલાંથી ઉદ્યોગજતમાં ઉત્સાહનો માહોલ છે. FIGના ઉદ્યોગપતિઓ આ આમંત્રણ પર અમદાવાદ જશે. ઉલ્લેખનીય છે કે 80થી વધુ ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.